દમણની સાર્વજનિક વિદ્યાલયમાં ફાયર વિભાગ, દમણ દ્વારા મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું





સાર્વજનિક વિદ્યાલયમાં ફાયર વિભાગ, દમણ દ્વારા મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું જેના દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને કર્મચરીઓને જાગૃત કરવામાં આવ્યા.
ફાયર વિભાગ દમણના વાલા સાહેબ તથા તેમની ફાયર ફાઇટર ટીમ દ્વારા થયેલ મોકડ્રીલ ના ભાગ રૂપે સાર્વજનિક વિદ્યાલય ના સેકન્ડ ફ્લોર પર સવારે 10 :15 કલાકે આગ લાગી હતી.
ફાયર એલારામ ટીમે એલારામ વગાડી દરેક વિદ્યાર્થીઓને સૂચિત કર્યા અને સાથે ફાયર સ્ટેશન નાની દમણ, ગવર્મેન્ટ હોસ્પિટલ નાની દમણ અને પોલીસ કંટ્રોલ રૂમ નાની દમણને આ ઘટનાની જાણ કરવામાં આવી અને ત્યારબાદ 10: 25 કલાકે ફાયર સ્ટેશનમાંથી પોતાની ટીમ સાથે બે ગાડી તથા એમ્બ્યુલન્સ શાળાના કમ્પાઉન્ડમાં દાખલ થઈ.
શાળા દ્વારા નિમાયેલ અવેક્યુએશન
ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ રીતે એસેમ્બલી પોઇન્ટ પર લાવવામાં આવ્યા અને ત્યારબાદ દરેક વર્ગ શિક્ષકોએ હાજરી લઈ 12 મિસિંગ વિદ્યાર્થીઓની જાણ સર્ચ એન્ડ રેસ્ક્યું ટીમ ને કરવામાં આવી. જેના આધારે સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ઓળખ કરી તે વિદ્યાર્થીઓને એસેમ્બલી પોઈન્ટ પર લાવવામાં આવ્યા અને તેમને ફર્સ્ટ એડ સુવિધા આપવામાં આવી તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
દરેક વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કર્યા બાદ ફાયર ટીમ લીડર દ્વારા શાળાને સુરક્ષિત જાહેર કરવામાં આવી.
આ મોક ડ્રીલ દ્વારા વિદ્યાર્થીઓને ઇમર્જન્સી જેવી પરિસ્થિતિમાં પોતાની જાતને કેવી રીતે બચાવવી અને અન્યને કેવી રીતે મદદ કરવી તે શીખવા મળ્યું.
ફાયર ટીમ દ્વારા તેમના અધ્યતન સાધનોની વિદ્યાર્થીઓને ઓળખ કરવામાં આવી અને આ સાધનોનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો તેની માહિતી આપવામાં આવી.
આ મોક ડ્રીલ માં ફાયર ડિપાર્ટમેન્ટ, દમણ તરફથી વાલા સાહેબ તથા તેમની ટીમ, સાર્વજનિક વિદ્યાલય ની મેનેજમેન્ટ ટીમ, શાળાના પ્રિન્સીપાલ શ્રી દિપક મિસ્ત્રી સાહેબ, સુપરવાઈઝર શ્રી જગતાપ સાહેબ સાથે શાળાના શૈક્ષણિક સ્ટાફ અને કર્મચારીઓ તથા વિધાર્થીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો.
पब्लिक स्कूल, दमन में अग्निशमन विभाग, दमन द्वारा मॉक ड्रिल का आयोजन
अग्निशमन विभाग, दमन द्वारा पब्लिक स्कूल में छात्रों और शिक्षकों और स्कूल के कर्मचारियों को जागरूक करने के लिए एक मॉक ड्रिल का आयोजन किया गया।
अग्निशमन विभाग दमन के वाला साहब और उनकी फायरफाइटर टीम द्वारा आयोजित मॉक ड्रिल के दौरान सुबह 10:15 बजे पब्लिक स्कूल की दूसरी मंजिल पर आग लग गई।
फायर अलार्म टीम ने अलार्म बजाया और सभी छात्रों को सूचित किया और घटना की सूचना फायर स्टेशन नानी दमन, सरकारी अस्पताल नानी दमन और पुलिस नियंत्रण कक्ष नानी दमन को दी गई और फिर 10:25 बजे दो कारें और एक एम्बुलेंस स्कूल परिसर में दाखिल हुईं। फायर स्टेशन से उनकी टीम…
स्कूल-अनिवार्य निकासी
टीम छात्रों को अनुशासित तरीके से असेंबली पॉइंट पर ले आई और फिर प्रत्येक कक्षा के शिक्षक ने उपस्थिति ली और 12 लापता छात्रों की सूचना खोज और बचाव दल को दी। जिसके आधार पर खोज एवं बचाव दल द्वारा छात्रों की पहचान की गई, उन छात्रों को असेंबली प्वाइंट पर लाकर प्राथमिक उपचार की सुविधा दी गई तथा जरूरतमंद छात्रों को एम्बुलेंस द्वारा अस्पताल पहुंचाया गया।
सभी छात्रों को बचाने के बाद अग्निशमन दल के नेता ने स्कूल को सुरक्षित घोषित कर दिया।
इस मॉक ड्रिल के माध्यम से छात्रों ने सीखा कि आपातकालीन स्थिति में अपनी सुरक्षा कैसे करें और दूसरों की मदद कैसे करें।
अग्निशमन दल ने छात्रों को अपने उन्नत उपकरणों से परिचित कराया और उन्हें बताया कि इन उपकरणों का उपयोग कहां और कैसे करना है।
अग्निशमन विभाग, दमन से वाला साहब और उनकी टीम, सार्वजनिक विद्यालय की प्रबंधन टीम, स्कूल के प्रिंसिपल श्री दीपक मिस्त्री साहब, पर्यवेक्षक श्री जगताप साहब के साथ-साथ स्कूल के शैक्षणिक स्टाफ और कर्मचारियों और छात्रों को इस मॉक ड्रिल में अभूतपूर्व प्रतिक्रिया मिली।

Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877