” પૈસાવાળા ના મકાન મોટા હોય છે જ્યારે ગરીબ માણસો ના મન મોટા હોય” :- પ્રફુલભાઇ શુક્લ
પારનેરા પારડી રામકથા મા કેવટ પ્રસંગ ની ઉજવણી કરવામાં આવી.
પારનેરા પારડી સંકટ હરણ હનુમાનજી મંદિરે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 860 મી કથા મા આજે કેવટ પ્રસંગ ની ઉજવણી કરવામા આવી હતી. આ પૂર્વે નિત્ય નિયમ પ્રમાણે ભૂપેશભાઈ દેસાઈ તેમજ મુખ્ય યજમાન રાજનભાઈ પટેલ પરિવાર દ્વારા રામાયણ ના છઠા દિવસ નો દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. વલસાડ ના માનનીય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ દ્વારા પોથી તેમજ વ્યાસપૂજન કરવામા આવ્યું હતુ.ભગવાન રામ ના વનવાસ ની કથા કરવામાં આવી હતી. સાથે કેવટ પ્રસંગ નુ તાદશ દ્રશ્ય રાજુ કરવામાં આવ્યું હતુ.વિરલભાઈ વૃંદાવનભાઈ પટેલ ના દૈનિક યજમાન પદે કેવટ પ્રસંગ ની પૂજા કરવામાં આવી હતી.આજે કથા મા પૂર્વ પ્રિન્સિપાલ બી.એન.જોષી (કિલ્લા પારડી) પધાર્યા હતા.સંકટ હરણ હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા મેહમાનો નુ સ્વાગત કરવામાં આવ્યું હતુ.બી. એન. જોષી સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતુ.કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે “ભક્તિ ના બે કિનારા છે, નિષ્કામ અને સકામ”, ” કેવટ એ નિષ્કામ ધર્મ નો આચાર્ય છે”, નિષ્કામ ધર્મ મા માંગવાનું ના હોય સમર્પિત થવાનું હોય છે.રામાયણ મા જો કેવટ ના હોત તો રામચરિત માનસ સદગ્રંથ અધૂરો હોત,” પૈસાવાળા ના મકાન મોટા હોય છે જ્યારે ગરીબ માણસો ના મન મોટા હોય”. “દુનિયા આખી રામ પાસે માંગે છે જયારે એ રામ કેવટ પાસે માંગે છે”., કંજૂસ હૃદય નો કરોડપતિ સમાજ ની મોટામા મોટો ભિખારી છે.ક્રોમી મહેન્દ્રભાઈ પટેલ કેવટ બની ને પધાર્યા હતા.આજે કથા મા પૂજ્ય પ્રફુલભાઇ શુક્લ ના માસીબા લીલા બા ની વિશેષ ઉપસ્થિત રહી હતી.આચાર્ય ચિંતન જોષી(અગિયારસો) દ્વારા વેદ મંત્રોચાર કરવામાં આવ્યા હતા. આવતી કાલે કથા મા ભરત મિલાપ ની કથા નુ વર્ણન થશે જેની તૈયારીઓ આયોજકો દ્વારા થઇ રહી છે.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877