” ભરત ચરિત્ર એ ભાતૃભાવ નુ ભાષાંતર છે” :- પ્રફુલભાઇ શુક્લ
દક્ષિણ ગુજરાત ના લાખો ભક્તો ની આસ્થા જેમની સાથે જોડાયેલી છે એવા સંકટ હરણ હનુમાનજી મંદિરે ચાલી રહેલી વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની રામકથા મા આજે ભરતચરિત્ર ની કથા નુ સવિસ્તાર વર્ણન થયું હતુ. રામાયણ ના સાતમા દિવસ નો યજ્ઞ સંપન્ન થયો હતો. આચાર્ય કિશનભાઇ દવે દ્વારા કાગભુસુન્ડી રામાયણ નો પાઠ કરવામાં આવ્યો હતો. નિત્ય નિયમ પ્રમાણે મુખ્ય યજમાન રાજનભાઈ પટેલ અને એમના પરિવાર દ્વારા પોથી તેમજ વ્યાસપૂજન થયું હતુ. ભગવાન રામચંદ્ર ની ચિત્રકૂટ ની યાત્રા તેમજ રામવનવાસ ની કથા નુ સવિસ્તાર વર્ણન થયું હતુ. ભરતજી ની રામ સુધી ની યાત્રા એ જીવ ની ઈશ્વર સુધી ની યાત્રા છે.સાધના ના માર્ગ મા ચાલો એટલે સંકલ્પભંગ થાય છે, દેવતાઓ દ્વારા કસોટીઓ થાય છે, વિરોધ કરનારોજ વિકાસ સુધી લઇ જાય છે. કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે ” કલયુગ મા કથા સાંભળવી એજ તપ છે”, “ભરત ચરિત્ર એ ભાતૃભાવ નુ ભાષાંતર છે”,”કોઈ નુ આચકી લેવા કરતા જતું કરવાનો આનંદ શુ કેવાય એ સંસાર ને ભરતચરિત્ર એ બતાવ્યું છે.”. આજે કથા મા પ્રોફેસર ભાર્ગવ દવે દ્વારા રામાયણ નો પ્રશ્ન પુછાયો હતો જેનો ઉત્તર કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કથા પ્રવાહ મા આપ્યો હતો. આજે કથા મા ભરતપાદુકા (રામ ચરણ પાદુકા) વિરલભાઈ રમેશભાઈ પટેલ અને એમના પરિવાર ને વ્યાસપીઠ પરથી અર્પણ કરવામા આવી હતી. આચાર્ય ચિંતન જોષી(જિમડીયા),અને માક્ષિત રાજ્યગુરૂ (છોટે ગોપાલ સાધુ) દ્વારા રામચરણ પાદુકા ની સ્થાપના કરવામાં આવી હતી. આજ નો મહા પ્રસાદ પારનેરા પારડી ની દીકરીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો.,ગુરુવંદના મંચ ના સંસ્થાપક ડી. આઈ, ડી. જી. વણઝારા સાહેબ, ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ ના રાજ રાજેશ્વર ગુરુજી અને શ્રી પંચાયતી અખાડા મહા નિર્વાણી અનંત વિભૂતિ સ્વામી પંચમાનંદ જી મહારાજ પધાર્યા હતા જેમનું સ્વાગત ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ અને સંકટ હરણ હનુમાનજી ટ્રસ્ટી મંડળ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.ડી.જી.વણઝારા સાહેબે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતુ. તેમજ શ્રી રાજ રાજેશ્વર ગુરુજી આને સ્વામી પંચમાનંદ જી મહારાજ દ્વારા આશીર્વચન આપ્યા હતા.આવતી કાલે કથા મા રામેશ્વર પૂજા ઉત્સવ ની ઉજવણી થશે. ભગવાન રામેશ્વર ના માટી ના પાર્થિવ શિવલિંગ ની સ્થાપના થશે. જેમા અગિયારસ રસોથી ભગવાન ને અભિષેક કરવામાં આવશે. સાથે સમૂહ આરતી નુ પણ આયોજન કરવામાં આવ્યું છે.આજે કથા મા પધારેલા તમામ મેહમાનો નુ સંકટ હરણ હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877