Explore

Search

August 30, 2025 12:33 pm

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

માહ્યાવંશી તબીબી સહાયમા સેવા એજ પ્રભુ સે“संघे शक्ति कलियुगे”માહ્યાવંશી મેડિકલ સહાય” માનવ સેવા એજ પ્રભુ સેવા”માહિતી પુસ્તિકા : Kalpesh Mistry

માહ્યાવંશી તબીબી સહાયમા સેવા એજ પ્રભુ સે“संघे शक्ति कलियुगे”માહ્યાવંશી મેડિકલ સહાય” માનવ સેવા એજ પ્રભુ સેવા”માહિતી પુસ્તિકા : Kalpesh Mistry

માહ્યાવંશી તબીબી સહાય
મા સેવા એજ પ્રભુ સે
“संघे शक्ति कलियुगे”
માહ્યાવંશી મેડિકલ સહાય
” માનવ સેવા એજ પ્રભુ સેવા”
માહિતી પુસ્તિકા

નમસ્કાર મિત્રો.
સહર્ષ જણાવતા આનંદ થાય છે કે માહ્યાવંશી સમાજને ધ્યાનમાં રાખીને માહ્યાવંશી મેડિકલ
સહાય નામ નું એક ગ્રુપ બનાવવામાં આવેલ છે, કારણ કે સમય ની સાથે સાથે બદલાતી ટેક્નોલોજી ના
યુગ માં સુવિધાઓ વધી, અને સાથે સાથે બીમારી ઓ પણ વધી છે, અને એમની સારવાર પાછળ ના
ખર્ચા ઓ પણ વધ્યા છે, ક્યારે સમાજ ની વ્યક્તિ મુશ્કેલી માં મુકાય છે, એ ખબર પણ પડતી નથી, તેમજ
આપણા માહ્યાવંશી સમાજ માં કોઈ દવાખાનું પણ નથી, તેમજ કેટલાય પરીવારો મોટી માંદગી નો ખર્ચ
ઉપાડવા સક્ષમ હોતા નથી, અચાનક આવતી બીમારી ના કારણે કે પછી અણધારેલ નડેલ અકસ્માત
પાછળ સારવાર નો મોટો ખર્ચ પરિસ્થિતિ સારી ના હોવાનાં કારણે ઉપાડી શકવા સક્ષમ હોતા નથી,
એવા સંજોગોમાં વ્યક્તિ હતાશ, નિરાશ અને મુશ્કેલ પરિસ્થિતિ માં મુકાય છે, અને ત્યારે કોઈ પાસે હાથ
લંબાવે છે અને મદદ માંગે છે, તેવા સંજોગોમાં આપણે માત્ર એકલા મદદરૂપ ન થતા, જો સહિયારો
પ્રયાસ કરી આપણે બધા સાથે મળીને મદદરૂપ થઇએ તો એમને સારી એવી મદદ કરી શકાય એમ છે,
અને આવા કાર્ય થકી આપણો માનવ ધર્મ પ્રત્યેની સેવા પણ અદા કરી શકીયે છીએ.
સૌને જણાવતા આંનદ થાય છે કે તારીખ ૨૨-એપ્રિલ-૨૦૨૨ નાં રોજ થી આવા માહ્યાવંશી
સમાજ ના જરૂરિયાતમંદ લોકો ની સેવા માટે બનાવેલ માહ્યાવંશી મેડિકલ સહાય નામનું વોટ્સએપ
ગ્રુપ નિર [ ભાવે સેવા કરી રહ્યું છે, ગ્રુપ માં હાલમાં ૪૮૫ જેટલાં સભ્યો
ાયેલા છે, ગ્રુપ ના
પ્રમાણે જયારે પણ આવી જાહેર અપીલ આવે છે, ત્યારે દર્દીનાજ ખાતામાં એક વ્યક્તિ દીઠ ફક્ત ૧૦૦
રૂપિયા જમા કરાવવાના હોય છે, જેથી એકલા નહિ પણ એક સમુહ બનાવીને એમને મોટી રકમની
સહાય કરી શકાય છે, તેમજ એવી અપીલ આવે ત્યારે પૈસા સીધા દર્દી ના ખાતામાંજ મોકલવામાં આવે
છે, જેથી કરી કોઇ શંકા, કુશંકા પણ રહેતી નથી, તેમજ સંપૂર્ણ પારદર્શક વ્યવહાર થાય છે, જેથી
ભવિષ્ય માં કોઈ મુશ્કેલીઓ ઉભી થાય એમ પણ નથી.
આપ શ્રી તરફ થી મળેલ નાના મોટા બધાજ યોગદાન ની બધી માહિતી ગ્રુપ પાસે રાખવામાં આવે છે
આ ગ્રુપ છેલ્લા એકાદ વર્ષ માં ૩૬ દર્દીઓને મદદરૂપ થઇ ચુક્યું છે, તેમજ આ ગ્રુપ માં કોઈપણ સેવા
ના ફોટા મુકવામાં આવતા નથી, જો તમે પણ આ ગ્રુપ માં જોડાવા માંગતા હોય, અને સમાજ ના
દર્દીઓ માટે નિસ્વાર્થ સેવા કરવા માંગતા હોય તો આ ગ્રુપમાં જોડાઇ શકો છો, અમારો ઉદ્દેશ્ય માત્ર
એટલોજ છે કે માહ્યાવંશી સમાજના વધુ ને વધુ ભાઈઓ તથા બહેનો આ ગ્રુપમાં જોડાઇ તો આપણે
મદદ માંગનાર દર્દીઓ ને વધુ મોટી રકમ સહાય તરીકે મોકલી શકીએ એમ છે.
સાથે સાથે સમાજ ના લોકોને અમારી ખાસ વીનંતી છે કે સરકાર દ્વારા મળતી સુવિધાઓ,
જેવી કે “આયુષ્યમાન ભારત” કાર્ડ કઢાવી લેવો, જેથી જરુરિયાત ના સમયે કોઈ પાસે હાથ
લંબાવવો ના પડે, આપણી આ સેવા માત્ર તાત્કાલિક સહાય માટે છે.

  • ગ્રુપનાં નિયમો નીચે મુજબ છે, અને જેનું પાલન કરવું ફરજીયાત છે.
  1. ગ્રુપમાં માહ્યાવંશી મેડિકલ સહાય ની અપીલ સિવાય બીજા કોઈ પણ પ્રકારના સમાજના કે અન્ય
    મેસેજ મુકવા નહિ.
  2. શુભસવાર, શુભરાત્રી, જોક્સ, શાયરી, અફવા, રાજનીતિની પોસ્ટ કે સમાજના કાર્યક્રમ, અવસાન
    નોંધ, નોકરી ધંધાના તેમજ બિનજરૂરી અન્ય કોઇપણ મેસેજ મુકવા નહિ.
  3. અપીલ આવે ત્યારે વ્યક્તિ દીઠ માત્ર રૂ. 100/- રૂપિયા સીધા દર્દીના ખાતામાં જમા કરવાનાં
    રહેશે, એ સિવાય રોકડ રકમ કોઈપણ વ્યક્તિ ને કે પછી અન્ય વ્યક્તિ ના ખાતામાં પૈસા જમા
    કરાવવાના નથી, માત્ર દર્દી નાં ખાતામાંજ પૈસા જમા કરાવવાના છે, આપ શ્રી એ આપેલા યોગદાન
    ની બધી યાદી ગ્રુપ પાસે રાખવામાં આવે છે જેની ખાસ નોંધ લેશો.
  4. અપીલ આવ્યા પછી ત્રણ દિવસ સુધીમાં, સમય ની અનુકૂળતા મુજબ પૈસા જમા કરવાનાં હોય છે,
    ત્યારબાદ વોટ્સએપ ગ્રુપને મૌન સ્થિતિ માં કરી દેવામાં આવે છે, જેથી કરી કામકાજના સમયમાં
    કોઈપણ વ્યક્તિ ને કોઈપણ જાતની દખલ થતી નથી.
  5. આ ગ્રુપમાં મુંબઇ થી લઈને અમદાવાદ સુધીના માહ્યાવંશી ભાઈ બહેનો જોડાઇ શકે છે, અને
    સેવા આપી શકે છે, તેમજ મુંબઈ થી લઈને અમદાવાદ સુધીના માહ્યાવંશી જરૂરિતાયમંદ ભાઈ
    બેહનો આ સેવાનો લાભ પણ લઇ શકે છે.
  6. જેપણ માહ્યાવંશી દર્દીની સહાય માટે અપીલ આવે છે, એમની પુરે પુરી માહિતી મંગાવવામાં આવે
    છે, અને જેતે વિસ્તાર ના માહ્યાવંશી મેડિકલ સહાય ગ્રુપ ના સભ્યો દ્વારા પૂરતી ચકાસણી કરવામાં
    આવે છે, ત્યારબાદ દર્દીના સહાય ની અપીલ ને ગ્રુપ માં મુકવા માં આવે છે.
  7. માહ્યાવંશી મેડિકલ સહાય ગ્રુપ માં જોડાય જરૂરિયાતમંદ દર્દી ની આવેલી અપીલ પર સહાય કરવા
    સમર્થ હોય એવા સભ્યોએજ ગ્રુપ માં જોડાવું, તેમજ દરેક અપીલ પર માત્ર 100/- રૂપિયા ની સહાય
    ફરજીયાત કરવાની રહેશે, તેમજ માહ્યાવંશી મેડિકલ સહાય ગ્રુપ માં આવેલી અપીલ પર સતત પાંચ
    અપીલ પર સહાય નહિ કરેલી જણાશે, એવા સભ્યો નું નામ માહ્યાવંશી મેડિકલ સહાય ગ્રુપ માંથી
    કમી કરવામાં આવશે.
    8.
    નિયમો માં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા માહ્યાવંશી મેડિકલ સહાય ગ્રુપ ના એડમીનો ને છે
  8. માહ્યાવંશી મેડિકલ સહાય ગ્રુપ માં જોડાવા પહેલા સંપૂર્ણ નિયમો નો અભ્યાસ કરી લીધા પછીજ
    ગ્રુપ માં જોડાવું, ગ્રુપ માં જોડાયા બાદ અમને આ નિયમ ખબર નથી એવી કોઈપણ જાત ની દલીલ
    ચલાવવામાં આવશે નહી.
  9. માહ્યાવંશી મેડિકલ સહાય ગ્રુપમાં જોડાયેલા સભ્યોએ ગ્રુપનાં અન્ય સભ્યો સાથે કોઇપણ જાત ના
    તર્ક / વિતર્ક કરવા નહીં, આપ શ્રી ના તર્ક અને સુચન માટે જરૂર જણાય તો કોઈપણ એડમીન નો
    સંપર્ક કરી શકો છો, કોઈ સભ્યો નો વ્યક્તિગત સંપર્ક કરશો અને એનાથી ઉભી થતી અણસમજ,
    અર્થ /અનર્થ કે વિવાદ માટે ગ્રુપ કે એડમીન જવાબદાર રહેશે નહીં જેની દરેકે નોંધ લેવી.
  10. માહ્યાવંશી મેડિકલ સહાય ગ્રુપમાં સહાય લેવા માટે પરિવાર માં પિતા, માતા કે દર્દી, કોઈપણ એક
    માહ્યાવંશી સમાજનો હોવો જરૂરી છે, (આંતર જ્ઞાતિ લગ્ન થયેલ હોય જેના અનુસંધાન માં આ
    નિયમ નો સમાવેશ કરેલ છે.)
    તા. ક. : અહીં કોઈ સંસ્થા કે હોદ્દેદારો નથી, માત્ર વોટ્સએપ ગ્રુપ ના માધ્યમથી સેવા થાય છે,
    નીચે જાહેર કરેલા નામો માત્ર ગ્રુપ નું સંચાલન કરનાર સભ્યો ના છે. ( ગ્રુપ નો ઉદ્દેશ્ય જો બધા
    સમજી ને મદદ માટે આગળ આવેતો ઘણી મોટી મદદ થઇ શકે એમ છે. દા. ત. ૫૦૦ સભ્યો x
    ૧૦૦/- રૂપિયા = ૫0,000/- રૂપિયા ની સહાય તાત્કાલિક દર્દી ના ખાતામાં જમા થઇ શકે એમ
    છે, જો ભવિષ્યમાં આપણે ગ્રુપ માં ૧000 સભ્યો બનાવીયે તો ૧,00,000/- (એક લાખ ) સુધી ની
    સહાય કરી શકીએ એમ છે, અને માત્ર એક વ્યક્તિદીઠ 100/- રૂપિયા મદદ કરવાની હોય છે,
    જેથી કોઇ પણ વ્યક્તિ સેવા આપી શકે એમ છે, તેમજ નાની રકમ હોવાથી કોઈ પણ વ્યક્તિ પર
    આર્થિક બોજો પડતો નથી.
    ગ્રુપ માં જોડાવા માટે, નીચે આપેલા નામો નો સંપર્ક કરશો.
    1) પંકજભાઈ વી. પુનેટકર (ઉમરગામ)
    81401 11653
    2) યજ્ઞેશભાઈ જે રાઠોડ ( મલાડ, મુંબઈ)
    98923 89171
    3) ધર્મેશભાઈ વાડેકર (નાલાસોપારા)
    99604 51467
    4) દિલીપભાઈ ભારતી (સુરત)
    99791 46110
    5) અશ્વિનભાઇ મિસ્ત્રી (વાપી)
    80000 04800
    6) ભરતભાઈ સોલંકી (સાંતાક્રુઝ)
    96195 87790
    7) કિરણભાઇ મિસ્ત્રી (સરોંડા)
    +968 98522671
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements