*!! મારો દીકરો ઘરનો ગૃહસ્થંભ !!*÷÷÷÷આજકાલ ” મારી દીકરી મારુ અભિમાન ” ખાસ્સુ ચાલ્યુ છે, એના સંદર્ભે થોડી વાત .. આપણા સમાજમા અત્યારે એવુ વાતાવરણ ઉભુ થયુ છે અથવા કરવામા આવ્યુ છે કે,જે પૂણ્યશાળી હોય એના ઘરમા જ દિકરી હોય, તો શું દિકરો હોય એ પાપી ??આમ કહીને આપણે દિકરાને અન્યાય કરીએ છીએ, ઉતારી પાડીએ છીએ…….જ્યારે *હકિકત* એ છે કે અમુક અપવાદને બાદ કરતા સામાજિક બધીજ *જવાબદારી* એક *દિકરો* જ ઉઠાવે છે…સામાન્ય રીતે એવુ કહેવાય છે કે જેટલી *લાગણી દિકરીને* હોય તેટલી *દિકરાને* ન હોય, પરંતુ……..એ તો પ્રકૃતિએ *પુરુષનુ* ઘડતર જ એવુ કર્યુ છે..વાત રહી *માં-બાપને* વૃદ્ધાશ્રમમાં મોકલવાની.. શું *પરણ્યા* પહેલાં કોઈ દીકરાએ પોતાના *માં બાપને* તરછોડીને *વૃદ્ધાશ્રમમાં* મૂક્યા હોય એવુું સાંભળ્યું છે ?… ના..કેમ કે એની પાછળ પણ *દીકરાની પત્ની* નો જ હાથ હોય છે..( _કે જે કોઈક પિતાની લાડલી , સ્વર્ગની પરી, અને વ્હાલનો દરિયો એવી દીકરી જ હોય છે ખરું ને_!)બીજી એક *મહત્ત્વની વાત* કે, જેટલુ આપણે *દીકરી જમાઈ* સાથે એડજસ્ટ કરીએ છીએ તેટલુ *દીકરા વહુ* માટે કરીએ છીએ ?? નથી કરતા ???*એક વાર કરી તો જુઓ*… *દીકરી* લગ્ન પછી *સાસરે* જતી રહેશે!પણ…*દીકરો* આખુ જીવન *સંઘર્ષ* કરી *મા બાપની* સેવા કરે છે…તથા.તેના *પરીવાર* માટે રાત દિવસ *મહેનત* કરી પોતાનું આખુ જીવન *મા બાપ* તથા પરીવાર માટે *સમર્પણ* કરે છે…
*દીકરો એટલે શું* ???
*દીકરો* એટલે પાંગરેલી *કૂંપણ*…*દીકરો* એટલે પહાડ જેવી *છાતી* પાછળ ધબકતું *કોમળ હૈયુ*…*દીકરો* એટલે *ટહુકાને* ઝંખતુ વૃક્ષ…દીકરો એટલે તલવારની મૂઠ પર કોતરેલું ફુલ …દીકરો એટલે માં બાપ સહિત પૂરા પરિવાર ને પોતાના ખભે લઈ જતો ભીમસેન….સમાજ માં પરિવાર નુ નામ ઉજ્જવળ રાખનારો ભડવીર.
આ ડીઝીટલ યુગમાં દીકરીનું રુદન What’s app, face book ની દિવાલને ભિંજવતું હોય છે,પણ દીકરાનું રુદન એનાં ઓશિકાની કોરને પણ પલાળતુ નથી!!!કહેવાય છે કે દીકરીને ચાહતા રહો સમજવાની જરુર નથી…….હું કહુ છું દીકરાને બસ સમજી લો…આપો આપ ચાહવા લાગશો……🏻
️
️
️
I Love my son
️
️
️


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877