આજે નવી મુંબઇથી મલાડ તરફ ઘરે જવાના સમયે રાતે આઠ વાગ્યે, મેં મલાડ સ્ટેશન તરફ જતા જમણો વળાંક લીધો કે તરત જ એક પોલીસ જવાને મને રોકવાનો સંકેત આપ્યો.
હું અટકી જતાં તેણે મને કારની ડીકી ખોલવાનું કહ્યું. મેં ડીકીને અંદરથી ખોલી અને નીચે નીકળવાની તૈયારીમાં હતો, પરંતુ પોલીસકર્મીએ કહ્યું, “ઓકે ઓકે તું જઇ શકે છે.” મેં મારી કાર સ્ટાર્ટ કરી, પરંતુ કંઇક મારા મગજમાં ઝબકારો થયો, મારા પાછલા વ્યુના અરીસામાંથી મેં પેલા પોલીસકર્મીને ફોન પર વાત કરતો જોયો. મેં આગળ વધીને સર્વિસ રોડ પર કાર લીધી અને સારી સ્ટ્રીટ લાઇટ પાસે મારી કાર ઉભી રાખી એન્જિન બંધ કરીને હું નીચે ગયો અને મારી કારની ડીકી ખોલી.
* હું જોઈને ચકીટ થઈ ગયો આ શું !!! * … અંદર સફેદ સ્ફટિકોવાળા બે નાની ચેન વાળા પાઉચ જોઈને હું ચોંકી ગયો. તે પાઉચ મે તરત ફેંકી દીધા. કુદરતનો આભાર માન્યો – જેમણે મને ડ્રગને લગતા કેસમાં સપડાવવા માંગતા બદમાશોથી બચાવવા બદલ .. મને કુદરતી મળેલ સંકેત સાચો પડ્યો, આગળના ચેક પોષ્ટ પર પોલીસ કર્મીએ અટકાવ્યો આ વખતે પણ મને ડીકી ખોલવાનું કહેવામાં આવ્યું. હવે હું નીચે ગયો, મારી કારની ચાવી હાથમાં લીધી, પાછળ ગયો અને ડીકી ખોલી. મને ખાતરીજ હતી તેજ પ્રમાણે તે આશ્ચર્યચકિત થયાે, તેમને કંઇ મળ્યું નહી.* Please તમે પણ, તમારી કારની ડીકી અંદરથી ન ખોલો. હંમેશાં – તમારી કારની ચાવીઓ હાથમાં લો અને ચાવી વડે ડીકી ખોલો અને તમારી પોતાની નઝર સમક્ષ તપાસવા દો….,*


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877