Explore

Search

November 22, 2024 5:30 am

लेटेस्ट न्यूज़

વિશ્વ સિંહ દિવસ’ એટલે જંગલના રાજાને ઓળખવાનો દિવસ : Manoj I. Acharya

વિશ્વ સિંહ દિવસ’ એટલે જંગલના રાજાને ઓળખવાનો દિવસ : Manoj I. Acharya

વિશ્વ સિંહ દિવસ’ એટલે જંગલના રાજાને ઓળખવાનો દિવસ
વર્લ્ડમાં ફ્રેન્ડશીપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, કોઈ સ્વજન માટે ઉજવાય છે. પરંતુ કોઈ પ્રાણી માટે ઉજવાતો હોય એવો એક માત્ર દિવસ એટલે ‘વિશ્વ સિંહ દિવસ’એશીયાનું ગૈારવ અને જૂનાગઢની શાન એશીયેટીક લાયનની આગવી પ્રતિભા અંકીત કરતા વિશ્વ સિંહ દિવસની ઉજવણી દર વર્ષે 10 ઓગસ્ટે કરવામાં આવે છે. વિશ્વભરમાંથી એક માત્ર સાસણ , જૂનાગઢ ખાતે જોવા મળતા એશિયેટીક લાયન અને આફ્રિકાના જંગલોમાં રહેતા આફ્રિકન સિંહોની મહત્વતા દર્શાવતા ‘વર્લ્ડ લાયન ડે’ ની ઉજવણી કરવામાં આવે છે.
સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક, પ્રતિક સ્વરૂપે, ધાર્મિક તેમજ આર્થિક રીતે અલગ-અલગ અને આગવું મહત્વ ધરાવતુ પ્રાણી છે. ભારતમાં સિંહોનું મહત્વ કેટલું છે તે અંગે જાણવા મળેલી વિગતો મુજબ પ્રાચીન સમયમાં સિંહોની મૂર્તિઓથી ભારતના મહેલો, મંદિરો અને મહત્વની ઈમારતો શણગારવામાં આવતી હતી અને બૌધ્ધ સંસ્કૃતિમાં તો સિંહને ધર્મના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યો છે. હિંદુ ધર્મના લોકોએ દેવી-દેવતાઓ સાથે સિંહને સાંકળ્યો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો નરસિંહ અવતાર છે. સિંહ અંબા માતાનું વાહન છે. જેથી એશિયાટીક સિંહોને ભારતના તમામ હિંદુઓ દ્વારા માત્ર પ્રાણી જ નહીં પરંતુ પવિત્ર ગણવામાં આવે છે. ભારતના રાજચિન્હમાં પણ સિંહોની કૃતિઓ રાખવામાં આવી છે. તેમાં ચાર સિંહો એકબીજાની પીઠ કરીને ઉભા હોવાની પ્રતિકૃતિ રાખવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહનાં સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઇ સિંહ માત્ર ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં સૈારાષ્ટ્ર પ્રદેશે વિહરતા જોવા મળે છે. એશિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું ખુબ જ મોટુ યોગદાન સમાયેલુ છે. સ્થાનિક લોકોનાં સહકાર, ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને ગુજરાત વનવિભાગની સખ્ત મહેનતનાં કારણે છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાઇ સિંહોની વસ્તીમાં વધારો થયો છે. જેના પરિણામ સ્વરૂપ એશિયાઇ સિંહો ગીર અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની બહાર સૈારાષ્ટ્રનાં 22000 ચોરસ કીલોમિટરમાં વિહરતા થયા છે. સિંહ વિશે જાણવા જેવી વાત કરીએ તો તેનું વૈજ્ઞાનિક નામ પંથેરા, લિયો, પર્સિકા છે. સિંહના ખભાની ઉંચાઈ 107 સેન્ટીમિટરથી 120 સેન્ટીમિટર હોય છે. તેની ખોપડીની લંબાઈ 33-થી 340 મિલીમિટર હોય છે. માથું અને શરીરનું માપ 1.97 મીટર જેટલું હોય છે. તો પૂંછડીનું માપ 31 થી 35 ઈંચ જેટલું છે. એક પુખ્ત સિંહની કુલ લંબાઈ 2.82 થી 2.87 મીટર હોય છે. નર સિંહનું વજન 150 થી 250 કિલો અને માદા સિંહનું વજન 120 થી 180 કિલો હોય છે. તેનો મેટીંગ પીરિયડ ત્રણથી આઠ દિવસનો હોય છે. સિંહણનો ગર્ભદાન 100 થી 110 દિવસનો હોય છે અને તે 1 થી લઈને 5 બચ્ચાને જન્મ આપતી હોય છે. વનવિભાગ દ્વારા રેડિયો કોલરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સિંહની ટેરેટરી વધુમાં વધુ 110 ચોરસ કિલોમિટરની હોય છે. અને માદાની ટેરેટરી 50 ચોરસ કિલોમિટરની હોવાનું સામે આવ્યું છે. સિંહોને બચાવવા માટે સરકારે સૌપ્રથમ સપ્ટેમ્બર 1965 માં 1265.1 ચોરસ કિલોમિટર વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કર્યો હતો, પછી તેને 1412.1 ચોરસ કિલોમિટર સુધી વિસ્તારવામાં આવ્યો. બાદમાં સમયાંતરે નવા રહેણાંકો આસપાસના જંગલોને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. ખાસ વાત તો એ છે કે મનુષ્યો જેટલાં સિંહોને રંજાડે છે તેટલા સિંહો પ્રાણી હોવા છતાં પણ મનુષ્યોને રંજાડતા ન હોવાથી તેને ખાનદાની પ્રાણી કહેવામાં આવે છે. આવો, આપણે સૌ વિશ્વ સિંહ દિવસને માન આપી જંગલનાં આ સૌથી સુંદર પ્રાણીને માન આપીને આદર કેળવીએ…
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય, રાજકોટ

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग