લંડન ખાતે મૂળ નિવાસી ભારતીયો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.
▪️એન.આર.આઈ.ગ્રુપના કન્વીનર કેશવ બટાક સહિત મોટી સંખ્યામાં મૂળ નિવાસી ભારતીયો ઉપસ્થિત રહ્યાં.
લંડન :- લંડન (યુનાઈટેડ કિંગડમ) સ્થિત હેરોસીટીમાં મૂળ નિવાસી ભારતીયો દ્વારા ભારતની સ્વતંત્રતાના 75 મી વર્ષગાંઠની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એન.આર.આઈ.ગ્રુપના કન્વીનર કેશવ બટાક સહિત મોટી સંખ્યામાં મૂળનીવાસી ભારતીયો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમને લઈ કેશવ બટાકે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, ભારતીય પરંપરા, સંસ્કૃતિ , રીતિ રિવાજો તેમજ અમૂલ્ય વારસાનું જતન થાય, સાથે આજની નવી પેઢી આઝાદીનું મહત્ત્વ સમજે,દેશભક્તિની ભાવના જાગે તેવા ઉદ્દેશ્યથી છેલ્લા કેટલાક વર્ષોથી લંડનમાં મૂળ નિવાસી ભારતીયો રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરતાં આવ્યા છે.
આજે લોકોના વિચારો બદલાયા છે .જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે, આશા આકાંક્ષાના રૂપ બદલાયા છે.તેવા સંજોગોમાં દેશહિત સર્વોપરી હોવું જરૂરી છે .અનેક નામી- અનામી વ્યક્તિઓના બલિદાન પછી મળેલ આઝાદીના અવસરને નવા રાષ્ટ્ર નિર્માણમાં બદલવાનો સંકલ્પ કરીએ એજ સાચી દેશભક્તિ છે. વિવિધતામાં એકતા જે દેશની સૌથી મોટી ઓળખ છે તે કાયમ રહે તેવી કામના કાર્યક્રમમાં હાજર ભારતીયો દ્વારા કરવામાં આવી હતી.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877