જામનગર ખાતે સ્વ. દેવકુંવરબા પથુભા જેઠવાનાં શ્રેયાર્થે (અવસાન તા. 27/12/2006) પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” એ ગાયત્રી યજ્ઞ તા. 14 ઓગસ્ટ, રવિવારે સવારે 9 થી 12 દરમિયાન તેમનાં સુપુત્ર શ્રી અને પુ. માડીનાં શિષ્ય શ્રી હરદેવસિંહ (દીક્ષિત નામ હરાનંદ) પથુભા જેઠવા (પાંડાવદર) નાં નિવાસસ્થાને કર્યો. તેમનાં ધર્મપત્ની પ્રજ્ઞાબા બહાદુરસિંહ સજુભા રાણા (ભડવાણા) નાં સુપુત્રી અને સ્વ. વિક્રમસિંહ પરમાર (મૂળી) નાં ભાણીબા થાય, જેઓ મારા મિત્ર અને પુ. શ્રી માડીનાં શિષ્ય હતા એટલે પ્રજ્ઞાબા માટે મારા નાના બહેન જેવી લાગણી થાય એ સ્વાભાવિક છે. આ યજ્ઞ સાથે પુ. શ્રી માડીનાં 19 કરોડ મંત્રજાપ પૂર્ણ થયા અને 1040 મો અનુષ્ઠાન યજ્ઞ પણ સંપન્ન થયો. આ સમયે તેમનાં પિતાશ્રી પથુભા દાનુભા જેઠવા, નાના સુપુત્ર. ભુપેન્દ્રસિંહ, બનેવી સાહેબ જિતેન્દ્રસિંહ જાડેજા (સેમલા, હાલ રાજકોટ – રિટાયર્ડ પોલીસ), બનેવી સાહેબ લખધીરસિંહ ગોહિલ (ભાલવાવ. હાલ જામનગર – ઇન્કમટેક્સ), મોટા બહેન અરુણાબા અશોકસિંહ જાડેજા (જાખર), કીર્તિબા જે જાડેજા, (રાજકોટ) આરતીબા એલ. ગોહિલ) જમનગર), નાનાભાઈના મિસિસ દિપાબા બી. જેઠવા તથા ભાણેજ હરદીપસિંહ, શુરીદીપસિંહ, પુષ્પરાજસિંહ તેમજ ભત્રીજા હર્ષદીપસિંહ જેઠવા અને હરદેવસિંહનાં પુત્ર નિત્યરાજસિંહ તથા દિકરીબા માન્યતાબા જેઠવા ઉપસ્થિત હતા. યજ્ઞ પૂર્ણ થયા બાદ માતાજીને થાળ ધરાવીને સૌએ પ્રસાદ લીધો અને પુ. માડીએ સમગ્ર પરિવારને એકસંપથી રહેવા તેમજ પ્રગતિ કરતા રહો એવા શુભાશીષ આપ્યા. ત્યારબાદ સૌએ બપોરે બે વાગ્યે પુ. માડીને ભાવભીની વિદાય આપી અને સ્વસ્થાન રાજકોટ જવા રવાના થયા.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877