Explore

Search

July 6, 2025 1:28 pm

लेटेस्ट न्यूज़

श्री जगन्नाथ मंदिर सेवा संस्थान दुनेठा दमण ने जगन्नाथ भगवान की रथ यात्रा दुनेठा मंदिर से गुंडीचा मंदिर अमर कॉम्प्लेक्स तक किया था यात्रा 27 जुन को शुरु हुई थी, 5 जुलाई तक गुंडीचा मंदिर मे पुजा अर्चना तथा भजन कीर्तन होते रहे यात्रा की शुरुआत से लेकर सभी भक्तजनों ने सहयोग दिया था संस्थान के मुख्या श्रीमति अंजलि नंदा के मार्गदर्शन से सम्पन्न हुआ

Advertisements

ઘર – ઓફિસમાં કીડીઓથી પરેશાન છો ! તો અજમાવો આ રસ્તો, તુરંત મળશે છુટકારો

ઘર – ઓફિસમાં કીડીઓથી પરેશાન છો ! તો અજમાવો આ રસ્તો, તુરંત મળશે છુટકારો

ચોમાસુ હોય કે શિયાળો કીડીઓનો ત્રાસ હંમેશા જોવા મળે છે. ઠેર ઠેર કીડીઓનો રાફડો જોવા મળતો હોય છે. એવામાં તમે ઘરમાં કે ઓફિસમા કીડીઓના ત્રાસથી પરેશાન રહો છો જેના માટે તમે અનેક પ્રકારના ઉપાયો કર્યા હશે જે ખાસ કરીને નકામા સાબિત થાય છે. માન્યતા મુજબ કીડીઓ ઘરમાં ધનનું આગમન સૂચવે છે. પરંતુ આપણે એ વાત નજર અંદાજ ન કરી શકીએ કે કીડીઓ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે. ભોજનના માધ્યમથી જો કીડી આપણા શરીરમાં પ્રવેશી જાય તો તે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક પૂરવાર થઈ શકે છે. આ ઉપરાંત જો તે કરડે તો પછી પૂછો જ નહિં શું હાલત થાય છે. ચાલો તો તમને જણાવી દઈએ કીડીઓને દૂર ભગાવવાના ઉપાયો.

હળદર: ઘરમાંથી કીડીઓને ભગાવવા માટે હળદરનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક પુરવાર થાય છે. જે જે જગ્યાઓએ કીડી દેખાય ત્યાં થોડી હળદર છાંટી દો. કીડી ત્યાંથી ચોક્કસ જ ભાગી જશે.
કાળો સરકોઃ ઘરમાં કીડીઓએ પોતાનો ડેરો જમાવી દીધો હોય તો તેના પર કાળા સરકાના ટીપા છાંટી દો. આની વાસથી કીડીઓ તરત જ એ જગ્યાએથી જતી રહેશે.
લાલ મરચું : જો તમારા ઘરમાં ઘણી કીડી થઈ ગઈ હોય તો ઉકળતા પાણીમાં મીઠુ અને લાલ મરચું નાંખો. પછી કીડી વધારે હોય તેવી જગ્યાએ આ પાણી છાંટો. જુઓ, ચપટી મારતા જ કીડીઓ ગાયબ થશે.
લીંબુની છાલઃ કીડીઓને ભગાવવામાં લીંબુની છાલ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. લીંબુની છાલને કોઈ મીઠાઈ કે ખાંડના ડબ્બામાં નાંખી દો. કીડી ત્યાંથી ફટાફટ જતી રહેશે.
તમાલપત્રઃ ઘરમાં જે જે જગ્યાએ કીડીઓ હોય ત્યાં તમાલપત્ર રાખી દો. આ પ્રયોગ કરવાથી ત્યાં બીજી વાર કીડીઓ નહિં આવે.
લવિંગઃ જો તમારા ખાંડના ડબ્બામાં કીડી ચડી ગઈ હોય તો એ ડબ્બામાં થોડી લવિંગ રાખી દો. આ પછી કીડીઓ આ ડબ્બાની આસપાસ પણ નહિં દેખાય.
મરી પાવડરઃ ઘરમાં કીડીનો ત્રાસ બહુ વધી ગયો હોય તો પાણીમાં મરીનો પાવડર નાંખીને તેને કીડી હોય તે જગ્યાએ નાંખી દો. થોડા જ સમયમાં કીડી ત્યાંથી ભાગી જશે.

ઘર – ઓફિસમાં કીડીઓ
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements