Explore

Search

November 22, 2024 2:29 am

लेटेस्ट न्यूज़

*શિવ કથા : ભાગ 15**શ્રાવણ વદ બીજ**રામેશ્વર જ્યોતિર્લિંગ* : Manoj Acharya

*શિવ કથા : ભાગ 15**શ્રાવણ વદ બીજ**રામેશ્વર જ્યોતિર્લિંગ* : Manoj Acharya

*શિવ કથા : ભાગ 15**શ્રાવણ વદ બીજ**રામેશ્વર જ્યોતિર્લિંગ*

રામેશ્વરમ મંદિર ભગવાન શિવને સમર્પિત હિંદુ મંદિર છે, જે ભારતના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ શહેરમાં આવેલું છે. તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર બધાં હિંદુ મંદિરોમાં સૌથી લાંબી પરસાળ ધરાવે છે.ભગવાન શ્રીરામ દ્વારા સ્થાપિત શિવલિંગના નિર્માણ માટે ભારતના મુખ્ય તીર્થોમાંના એક રામેશ્વરમની પસંદગી કરવામાં આવી હતી. આથી તેનું નામ રામેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પ્રસ્થાપિત છે. રામેશ્વરમને પુરાણોમાં ‘ગંધમાદન’ પર્વત કહેવામાં આવે છે, તે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંગમ પર સ્થિત છે. રામેશ્વરતીર્થને સેતુબંધ તીર્થ કહેવામાં આવે છે. કથાનુસાર ભગવાન શ્રી રામ જ્યારે લંકા પર ચડાઈ કરીને રાવણનો વધ કરવા પધારતા હતા ત્યારે તેમણે અનેક ઋષિ મુનિઓને આમંત્રણ આપીને સમુદ્ર કિનારે શિવજીની સ્થાપના કરીને રાવણ પર વિજય અપાવવા માટેના આશીર્વાદ દેવાધિદેવ પાસેથી મેળવવાની નમ્ર વિનંતી કરી, પણ બધા મુનિઓએ કહ્યું કે રાવણ શ્રી મહાદેવનો અનન્ય ભક્ત છે, અમારી કોઈની એટલી ક્ષમતા નથી કે અમો મહાદેવની પ્રતિષ્ઠા કરાવીને પ્રભુ પાસે રાવણ વધના આશીર્વાદ અપાવી શકીએ. ફક્ત લંકાપતિ રાવણ એક એવો બ્રાહ્મણ છે જે મહાદેવને કોઈ પણ કાર્ય માટે મનાવી શકે છે, પણ શું તે પોતેજ પોતાના મૃત્યુ માટે આવું પૂજન કરાવવા રાજી થાય ખરો? ત્યારે પ્રભુ રામજીના આગ્રહથી આમંત્રણ મોકલવામાં આવ્યું અને એક બ્રાહ્મણના નાતે તેણે સ્વીકાર પણ કર્યો, ત્યારે મંદોદરીજીએ તેમને રોકતાં કહ્યું કે “નાથ આપ આ શું કરવા જઈ રહ્યા છો?” રામ યુદ્ધમાં વિજય માટે આ યજ્ઞ કરે છે અને યજ્ઞના અંતે આપની પાસે આશીર્વાદ માંગશે ત્યારે શું આપ વિજય ભવ: વચન આપશો? આપે આપેલું વચન વ્યર્થ જવાનું નથી તો તેનું ફળ શું હશે? આમાં મારે શું ભોગવવાનું આવશે તેનો વિચાર કર્યો છે? આવી અનેક ચર્ચાઓ પછી રાવણે સમજાવ્યું કે “હે પ્રિયે, તને તો ખબર છે કે મને જે શ્રાપ મળ્યો છે તેનું નિવારણ કરવા માટે મારે ત્રણ જન્મ ભોગવવાના છે, માટે આ જન્મ જેટલો જલદી પૂર્ણ થાય તેટલો જલદી મને મોક્ષ મળે અને હું પાછો પ્રભુ ચરણોમાં જઈ શકું ! કોઈ અન્ય કારણે મારું મૃત્યુ થાય અને કદાચ કોઈ દોષ રહી જાય અને કદાચ મારો આ જન્મ એ શ્રાપમાંથી મુક્તિ માટેનો માર્ગ ગણવામાં ન આવે તો? આતો સાક્ષાત્ ઈશ્વરના હાથે મારે મરવાનું છે અને તને તો ખબર છે કે હરીના હાથે હણાયેલો કોઈ પણ જીવ અવશ્ય મોક્ષ પામે જ છે, માટે મારા માટે તો આ અલભ્ય અવસર સામે ચાલીને મારા રામે મોકલ્યો છે, એને હું કેમ જતો કરું?” આમ રાવણે રામેશ્વરમાં દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરાવી, એટલુંજ નહીં પણ ભોળાનાથને મનાવીને જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાવી. નારાયણના સ્વરૂપ એવા શ્રીરામ અને શિવજીનો વસવાટ આ તીર્થમાં છે. શ્રી રામેશ્ર્વરમનાં દર્શનથી યશ અને વિજયપ્રાપ્તિનું ફળ મળે છે.સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય, રાજકોટ

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग