Explore

Search

November 22, 2024 3:40 am

लेटेस्ट न्यूज़

ગાયત્રી ઉપાસક પુ. “માડી” ની પધરામણી અમરલક્ષ્મી ઔદ્યોગિક સેવા સહકારી મંડળીનાં 34 માં સ્થાપના દિવસ : Manoj Acharya

ગાયત્રી ઉપાસક પુ. “માડી” ની પધરામણી અમરલક્ષ્મી ઔદ્યોગિક સેવા સહકારી મંડળીનાં 34 માં સ્થાપના દિવસ : Manoj Acharya

રાજકોટ ખાતે ગાયત્રી ઉપાસક પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી અમરલક્ષ્મી ઔદ્યોગિક સેવા સહકારી મંડળીનાં 34 માં સ્થાપના દિવસ (20/8/1988) નિમિત્તે તા. 23 ઓગસ્ટ શ્રાવણ વદ એકમનાં શુભ દિવસ સોમવારે સવારે 11.30 કલાકે થઇ ત્યારે ઓફિસ સ્ટાફે પુષ્પવૃષ્ટિથી સ્વાગત કર્યું અને મારા મિત્ર અને મેનેજરશ્રી પિયુષભાઇ અણદાણીએ પુષ્પહારથી ભાવભીનું સન્માન કર્યું અને સમગ્ર ઓફિસ સ્ટાફે પુ. ગુરુદેવને વંદન કરીને આશીર્વાદ લીધા. ત્યારબાદ શ્રી પિયુષભાઇનાં સુપુત્ર શ્રી સંકેત અણદાણીની ઓફિસ ‘સોશિયલ સર્કિટસ’ માં પણ પગલા કર્યા. તાજેતરમાં અનલોક દરમિયાન તેમનાં લગ્ન ઋત્વી સાથે થયા છે. બંન્ને પક્ષે ફક્ત 50 વ્યકિતઓને પ્રવેશની મંજૂરી હોય અને કોરોનાની પરિસ્થિતિને હિસાબે પુ. ગુરુદેવ લગ્નમાં જઇ શક્યા નહોતા તેથી નવદંપતિને ખુબ જ રાજીપાથી ભાવિ જીવન દરેક રીતે મંગલમય રહો તેવા આશીર્વાદ આપ્યા. આ તકે તેમનાં ઓફિસ સ્ટાફમાં ધવલ સોરઠીયા, ચંદ્રેશ વારૂ તથા કિશન છોડવાડીયા હાજર હતા. અમરલક્ષ્મી મંડળીનાં ઓફિસ સ્ટાફમાં ઇન્કવાયરી ઓફિસરશ્રી અરવિંદભાઈ અણદાણી, રિકવરી ઓફિસરશ્રી હિતેશભાઈ અણદાણી, એકાઉન્ટન્ટશ્રી દિલીપ પંડ્યા, કોમ્પ્યુટર વિભાગનાં શ્રી વિશાલ પંડ્યા, પ્યુન શ્રી મહેશ લગથીરકા તથા મંડળીનાં સભાસદશ્રી મહેશભાઈ શુક્લ ઉપસ્થિત હતા. આ તકે મંડળી તરફથી રૂ. 1,111/- નું ડોનેશન શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ ચેરીટેબલ ટ્રસ્ટને આપવામાં આવ્યું. 

🙏🏻

 જય માં 

🙏🏻
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग