શિવ કથા : ભાગ 26
શ્રાવણ વદ બારસ
મહામૃત્યુંજય મંત્રનું મહત્વ – ભાગ 2
🕉️🌻🕉️🌹🕉️🌺🕉️🌷
મહાદેવનો સૌથી શક્તિશાળી મંત્ર મહામૃત્યુંજય મંત્ર છે, શાસ્ત્રોમાં શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ કરવાનો ઉલ્લેખ છે. આ મંત્રના 108 વાર જાપ કરવાથી અકાળે મૃત્યુ પર જીત મેળવી શકાય છે. આ મંત્ર, જે મૃત્યુ પર વિજય મેળવે છે, તે ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે. તો ચાલો મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાના ફાયદા અને યોગ્ય રીત બતાવીએ. આ મંત્ર ત્ર્યમ્બકમ મંત્ર તરીકે પણ ઓળખાય છે. યજુર્વેદમાં ઉલ્લેખ છે કે આ મંત્ર ભગવાન શિવની પ્રશંસા કરવાનો આ સૌથી શક્તિશાળી મંત્ર છે. જે વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે તે રોગ મુક્ત રહે છે અને મોક્ષપ્રાપ્તિ કરે છે. આ સિવાય આ મંત્રના જાપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ મંત્રનો ઓછામાં ઓછા સવા લાખ વાર કરવો જોઇએ. તો આ મંત્રનું ઉચિત ફળ પ્રાપ્ત થાય છે. અને, મંત્રનો 108 વખત જાપ કરવો અનિવાર્ય છે. શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ સૌથી ફળદાયી માનવામાં આવે છે. કહેવાય છેકે ભગવાન શિવ આ મંત્રથી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે. જો કોઈ અકાળ મૃત્યુથી પીડાઇ રહ્યું છે, તો તેણે પોતાને અથવા બ્રાહ્મણો દ્વારા આ મંત્રનો સવા લાખ વાર જાપ કરવો જોઇએ. જેથી અકાળે મૃત્યુનું જોખમ ટળી જાય છે. તે જ સમયે, જો કુંડળીમાં કોઈ ગંભીર બીમારી અથવા અકસ્માતનો યોગ છે, તો તમારે આ મંત્રનો જાપ કરવો જોઈએ.
- આ મંત્રનો જાપ કરવાથી કોઈપણ પ્રકારનો ભય દૂર થાય છે. દરરોજ મંત્રનો જાપ કરવાથી મન શાંત અને ભયમુક્ત બને છે.
- આ મંત્રનો જાપ કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જા આવે છે. જેથી તમે હતાશા, તાણ જેવા રોગોથી બચી શકો છો.
- નિરોગી શરીર માટે સવારના સ્નાન કર્યા પછી, આ મંત્રનો રુદ્રાક્ષની માળા સાથે જાપ કરો. તેનાથી શરીરમાં રહેલા રોગ દુર થાય છે.
- જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો. તો શ્રાવણ મહિનામાં શિવલિંગ સામે મંત્રનો જાપ કરવો જોઈએ. જેથી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે.
- જો કોઈ વ્યક્તિ દરરોજ આ મંત્રનો પાઠ કરે છે, તો તેની ઉંમર વધે છે. ઉપરાંત, આ મંત્રથી શરીરમાંથી અસાધ્ય રોગોને દૂર કરવાની અને ઇચ્છિત મનોકામના પૂર્ણ કરવાની શક્તિ છે.
👉 મંત્રનો જાપ કરવા સમયે રાખો આટલી સાવધાની - મંત્રનો જાપ કરતી વખતે શરીર અને મન એકદમ શુધ્ધ હોવું જોઈએ. એટલે કે મનમાં કોઈ ખોટી લાગણી ન હોવી જોઈએ.
- મંત્રનો જાપ યોગ્ય રીતે કરવો જોઈએ. જો તમે જાતે મંત્ર બોલવામાં અસમર્થ છો, તો તેનો કોઈ પંડિત પાસે જાપ કરાવી શકો છો.
- મંત્રનો જાપ એક નિશ્ચિત સંખ્યામાં કરવો જોઈએ. સમયની સાથે જપની સંખ્યામાં વધારો કરી શકાય છે.
- આ મંત્રનો જાપ ભગવાન શિવની મૂર્તિ અથવા ચિત્રની સામે અથવા મહામૃત્યુંજય યંત્રની સામે બેસીને કરવો જોઈએ.
- મંત્રના જાપ દરમિયાન ધૂપ અને દીવો પ્રગટાવી રાખવો જોઇએ. આ બાબતે ખાસ કાળજી લેવી જોઈએ.
- આ મંત્રનો જાપ ફક્ત રુદ્રાક્ષ માળાથી જ કરવો જોઈએ. આસન પર બેસીનો મંત્ર કરવો અનિવાર્ય છે.
- આ મંત્રનો જાપ પૂર્વ દિશા તરફ મોંઢુ રાખીને કરવો જોઈએ. રોજ નિયુક્ત સ્થળે જ મંત્રનો જાપ કરવો.
હિંદુ ધર્મમાં થતી દરેક ગતિવિધીઓ પાછળ વૈજ્ઞાનિક કારણો છુપાયેલા હોય છે, જેને સામાન્ય મનુષ્ય સમજી પણ નથી શકતો. મહામૃત્યુંજય જાપના ધ્વનિ ઉચ્ચારણ પાછળ પણ આવું જ રહસ્ય છુપાયેલું છે. આ મંત્રનું લાંબા સ્વર અને ઉંડા શ્વાસ સાથે ઉચ્ચારણ થાય છે અને આ ક્રિયા વારંવાર કરવામાં આવે છે. જેથી શરીરમાં રહેલી સૂર્ય અને ચંદ્રની નાળિયાઓમાં કંપન પેદા થાય છે, જેથી શરીરમાં સાતચક્રની શક્તિઓ પેદા થાય છે. આ શક્તિઓ મંત્રના ઉચ્ચારણ કરનાર અને મંત્રને સાંભળનારના શરીરમાં ઉત્પન્ન થાય છે અને એક રોગપ્રતિકારક શક્તિ પેદા થયા છે, જેથી અનેક બિમારીઓથી મુક્તિ મળે છે.
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877