Explore

Search

August 30, 2025 6:12 pm

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

ડાર્લિંગ, આઈ લવ યુ..! : ડો.શરદ ઠાકર / – Varsha Shah

ડાર્લિંગ, આઈ લવ યુ..! : ડો.શરદ ઠાકર / – Varsha Shah

ડો.શરદ ઠાકર

‘ડાર્લિંગ, આઈ લવ યુ..!’
તું પણ બોલ ને!’

‘શું બોલું?’

‘એ જ જે …હું હમણાં બોલી ગયો, આઈ લવ યુ..!’

‘ના, એમાં બોલવાનું શું વળી?
લગ્ન થયાં હોય એટલે દરેક પતિ-પત્ની વરચે પ્રેમ તો હોય જ ને! બોલવાથી પ્રેમ વધી જવાનો છે?’

‘આનંદ ટ્રાવેલ્સ’ ની હનિમૂન સ્પેશિયલ ટૂર ઉપર નીકળેલી ખાસ લકઝરી મિનિ બસ ની
બેઠક નંબર સાત-આઠ ઉપર બેઠેલા નવપરિણીત યુગલ વરચે રાત ના અગિયાર વાગે બોલાયેલો આ સાવ સાચો સંવાદ….

અમદાવાદ ની IIM માંથી તાજૉ જ ગ્રેજયુએટ થયેલો ગોરો, હેન્ડસમ યુવાન નિષધ અને એની સાથે જ ભણી ને બહાર પડેલી સૌંદર્યના પર્યાય જેવી નિસર્ગી…

લગ્ન પછી બંને ટૂંકા હનિમૂન ઉપર નીકળી પડયાં હતાં. પછી તરત નોકરી પર ચડી જવાનાં હતાં. વાર્ષિક પચાસ-પચાસ લાખ રૂપિયાની ઓફર એમના પગમાં આળોટી રહી હતી.

સૂમસામ હાઇવે ઉપર પૂરપાટવેગે ધસી રહેલી બસ માં એક કે બે નહીં, પણ પૂરાં વીસ હનિમૂનિયા યુગલો સવાર હતાં. બધાંની મંઝિલ એક હતી અને માર્ગ પણ એક હતો.

પણ નિસર્ગીએ ઠંડું પાણી ઠાલવી દીધું. થોડી વાર પછી નિસર્ગી તો બારી ના સળિયા પર માથું ટેકવીને ઊંઘી ગઈ, પણ નિષધ બેચેન હતો. પગ પાસે પડેલી હેન્ડબેગ ના બહાર ના ખાનામાં એની નાની, અંગત ડાયરી પડેલી હતી. નિષધ ને વર્ષોજૂની એક ટેવ હતી,ડાયરી લખવાની. બહુ વિગતવાર એમાં કશું નહીં લખવાનું, પણ જે-તે દિવસ દરમિયાન બની ગયેલી ઘટનાઓ નો નિચોડ બે-ચાર વાકયો માં ડાયરી નાં પાનાં ઉપર ઠાલવી દેવાનો….

આજે તો લખવા માટે
બે-ચાર વાકયોની પણ કયાં જરૂર હતી? એણે પાનું ખોલ્યું, મથાળે તારીખ નાખી અને પછી એક જ વાકય ટપકાવ્યું…

‘મારી પત્ની મને પ્રેમ નથી કરતી.’

વહેલી સવારે બસ સિમલા પહોંચી. પૂર્વ નિર્ધારિત હોટલ માં વીસે-વીસ યુગલો ને ઉતારો આપવામાં આવ્યો. હજી મોં-સૂઝણું થવાને વાર હતી. સમય સૂવા માટે મોડો હતો અને ઉઠવા માટે વહેલો હતો. નિષધે ફરી એક વાર કહ્યું…

‘એક વાર કહે ને ….કે તું મને ચાહે છે! પ્લીઝ, તારા મોંએથી મને એ વાકય સાંભળવું ગમશે.’

પણ નિસર્ગી ચૂપ રહી.
એ આખોય દિવસ નિષધ અનુનય કરતો રહ્યો. સવાર ના નાસ્તા વખતે બધા નીચે હોટલ ના વિશાળ ખંડમાં ભેગા થયા ત્યારે પણ અને બપોરના લંચ વખતે પણ. બીજાં યુગલો પણ એમનાં જેમ જ નવાં-નવાં પરણેલા હતાં. એ બધાં તો પ્રેમની અભિવ્યકિત બેધડક કરતાં હતાં. યુવાન, ખૂબસૂરત પત્નીઓનાં મીઠાં ગળામાંથી…
‘આઈ લવ યુ… આઈ લવ યુ…’
નાં વાકય કોઈ દીઘર્કાવ્ય ની ધ્રુવપંકિત ની માફક ટપકતા જતાં હતાં. જયાં જુઓ ત્યાં રોમાન્સ નું ચોમાસું જામ્યું હતું, માત્ર નિષધ ના આકાશમાં અનાવૃષ્ટિ હતી.

બપોરના સમયે બધા સાઇટ-સીઇંગ માટે નીકળી પડયાં. હસન વેલીની અવર્ણનીય રમ્યતા જૉઇને સૌ પાગલ થઈ ગયાં. ત્યાં હિમાચલ પ્રદેશ નો પરંપરાગત પોશાક ભાડે મળતો હતો. હોંશીલા યુગલો એ કપડાં પહેરીને તસવીરો ખેંચાવવા માંડયાં.
નિષધે પણ નિસર્ગીને કહ્યું…

‘ચાલ, આપણે પણ ફોટા ખેંચાવીએ. તું આ વસ્ત્રોમાં ખૂબ જ સુંદર દેખાઇશ.’

‘છી..!!! મને આમ વળગી-વળગી ને
ફોટો પડાવવાનું ન ગમે!
કેટલું ચીપ લાગે છે!’

નિસર્ગીએ સાફ ના પાડી દીધી.
નિષધ નો ઉમળકો મુરઝાઈ ગયો.
એણે થોડેક દૂર જઇને શર્ટના ખિસ્સામાંથી નાનકડી ડાયરી કાઢી. પાનું ઉઘાડયું અને એમાં નોંધ કરી…

‘નિસર્ગીએ ‘શરમ આવે છે’ એમ કહ્યું હોત તો મને વાંધો ન હતો પણ એને તો પતિ સાથેનો રોમાન્સ ચીપ લાગે છે! બાકીનાં બધાં યુગલો કેવી મજા કરે છે! અમે તો ‘ન્યૂલી મેરિડ કપલ’ લાગવા કરતાં ‘બિઝનેસ પાર્ટનર્સ’ જેવાં વધારે દેખાઇએ છીએ. ઇન શોર્ટ, મારી પત્ની મને પ્રેમ કરતી નથી….’

સાંજનો સૂરજ સિમલાની પૂર્વની ક્ષિતિજ માં આથમી રહ્યો હતો. એક પછી એક જૉવાલાયક સ્થળો પતાવીને “રોમાન્સ ની રથયાત્રા” એક અતિશય જાણીતા સ્થળ પાસે જઇને ઉભી રહી. સાથેના ગાઇડે માહિતી આપી…

‘ધિસ ઇસ ધ મોસ્ટ બ્યૂટિફૂલ, વલ્ર્ડ ફેમસ, હિસ્ટોરિકલ પ્લેસ ઓફ સિમલા.’

બધાં જૉઈ રહ્યાં.
સિમલા ની વરચે માલ રોડ થી આગળ જતાં એક ચોક જેવી ખુલ્લી જગ્યા હતી એ. ન કોઈ પહાડી, ન ખીણ, ન મંદિર, ન બગીચો છતાં પણ જગમશહુર! એવું તે શું હતું ત્યાં?

ગાઇડે ઘટસ્ફોટ કર્યો…

‘યે સ્કેન્ડલ પોઇન્ટ હૈ.
સ્કેન્ડલ કા મતલબ તો જાનતે હો ના? અંગ્રેજૉ કે શાસન કે વકત હમારે હિન્દુસ્તાન કે એક ખ્યાતનામ રાજય કા રાજા દેશ કે વાઇસરોય કી લડકી કે સાથ લફડા કર બૈઠા. દોનો રોજ યહાં મિલા કરતે થે. શામ કે વકત, સર્દ અંધેરો મેં, ચોરી-ચોરી દોનો કે દરમિયાં ઇધર મોહબ્બત કે ફૂલ ખીલતે થે. ફિર વાઇસરોય કો પતા લગ ગયા. એક દિન ઉસને અપની ખૂબસૂરત લડકી કો ઉઠવા લિયા ઔર સીધે લંડન પહૂંચવા દિયા. ખેલ ખતમ, પૈસા હઝમ. અબ ન તો અંગ્રેજ રહે,
ન મહારાજા, ન ઉનકી મોહબ્બત રહી. બસ, રહ ગયા યે સ્કેન્ડલ પોઇન્ટ જહાં આકર દુનિયા ભર કે પ્રેમી યુગલ અપની-અપની મોહબ્બત ની તસવીર ખીંચાતે હૈ….’

ગાઇડે આટલું કહ્યું….
ત્યાં તો હુતાઓ અને હુતીઓ છળી પડયાં. ફટાફટ કેમેરા ની ચાંપો દબાવા માંડી. ફલેશના ઝબકારા ઝબૂકવા માંડયા.

નિષધે પત્નીની સામે જૉઇને ઇશારો કર્યો, એ જ જવાબ મળ્યો જેની એને કલ્પના હતી….

‘શી જરૂર છે? સ્કેન્ડલ પોઇન્ટ એ
મહારાજાના સ્કેન્ડલ માટેની જગ્યા છે, આપણાં નહીં.’

નિષધે ડાયરી કાઢી, પાનું ઉઘાડયું, જરા દૂર હટી ને આછા
અજવાસ માં શબ્દો ટપકાવ્યા….

‘મારી પત્ની ને મારા પ્રત્યે
સહેજ પણ ઉમળકો નથી. આમ ને આમ આખી જિંદગી શી રીતે જશે?’

બીજા દિવસની સવાર.
સિમલા ની સૌથી ટોચ ની પહાડી પર જવાનો કાર્યક્રમ હતો. બર્ફીલી પહાડી હતી અને સાવ સીધું ચઢાણ હતું. વાહન ગમે ત્યારે ગબડી પડે. એકલા પુરુષોએ જ હિંમત કરી. વીસ અપ્સરાઓને પ્રતીક્ષા કરતી મૂકીને પતિદેવો ઉપડી ગયા. કહેતા ગયા…

‘બપોરે બાર વાગતા સુધીમાં આવી જઇશું. લંચ સાથે લઇશું.’

ન આવ્યા. બારનો એક થયો. બે વાગ્યા. ભૂખી પત્નીઓ કયાં સુધી વાટ જૉઇને બેસી રહે? મોબાઇલ ફોન નું ટાવર પણ કયાં પકડાતું હતું કે ખોવાયેલા પતિદેવોનો સંદેશો મળે?

છેક ત્રણ વાગ્યે બસ પાછી આવી. ઓગણીસ પત્નીઓએ રડારોળ કરી મૂકી…

‘કયાં હતા અત્યાર સુધી?
અમને બે વાગ્યા સુધી ભૂખે મારી નાખ્યા! છે તમને અમારી કશી ચિંતા? ફરવા ગયા’તા કે રખડવા?’

ખામોશ હતી એક માત્ર નિસર્ગી.
આછા એવા સ્મિત સાથે એણે પતિને આવકાર્યો. નિષધે સીધું જ પૂછી લીધું…

‘તેં પણ જમી લીધું ને બધાની સાથે?’

‘ના.’

‘તો પછી ચાલ અમારી સાથે.
મને તો કકડીને ભૂખ લાગી છે.’

‘ના, મારે જમવું નથી. હું તમારી સાથે આવું છું, પણ જમીશ નહીં.’

‘કેમ, ન જમવાનું કારણ શું?’

નિસર્ગીએ જવાબ ન આપ્યો.
નિષધે બહુ પૂછ્યું ત્યારે એની આંખોમાંથી આંસુ ખરી પડયા…

‘તમારે આવવામાં મોડું થયું ને…
બાર વાગ્યાનું કહીને ગયા હતા…
બાર ને પાંચ થઈ ત્યારે મારાથી ન રહેવાયું… મેં મનોમન બાધા રાખી લીધી… જૉ તમને કશું નહીં થયું હોય… તમે હેમખેમ પાછા આવી જશો… તો હું બે દિવસ નકોરડા ઉપવાસ કરીશ!’

એ રાત્રે….નિષધે ડાયરીમાં લખ્યું,

‘આખી બસ માં વીસ સ્ત્રીઓ છે,
પણ એમાંથી પ્રેમ તો માત્ર નિસર્ગી જ કરી જાણે છે. એની સાથે જિંદગી આમ ચપટી વગાડતામાં જ જીવી જવાશે.’ શુભ સવાર ના જય જીનેન્દૢ🌹🌹

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements