Explore

Search

August 31, 2025 3:48 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

શ્રી ભીખુદાન ભાઈ ગઢવી કહે છે ભણેલા ને અભણ છેતરી જાય : Varsha Shah

શ્રી ભીખુદાન ભાઈ ગઢવી કહે છે ભણેલા ને અભણ છેતરી જાય : Varsha Shah

એક મેલાઘેલા કપડા પહેરેલો સમોસા વાળો મારી સામેની સીટ પર આવીને બેઠો…

મારી સામે જોઈને મુસ્કુરાયો. મારે પણ થોડે દૂર જવાનું હતું એટલે થયું કે લાવ થોડી વાતચીત કરૂં, એ બહાને સમય પસાર થશે…

મેં પૂછયું કે ભાઈ, થાકી જતા હશો નંઈ?? આખો દિવસ સમોસા વેંચીને?
એણે કહ્યું હા સાહેબ. પરંતુ આજે હું બહુ જ ખુશ છું કેમકે બધા જ સમોસા વેંચાય ગયા છે…. મેં પૂછયું, રોજના કેટલા સમોસા વેચો છો??

એણે કહ્યું કે રોજના લગભગ 3500 ( સાડા ત્રણ હજાર) જેટલા સમોસા વેંચાય જાય છે. ઈશ્વર ની કૃપાથી ચાલ્યા કરે છે…

મેં કહ્યું તમે ખુદ જ બનાવો છો? એણે કહ્યું નહિં સાહેબ, હું બીજા પાસેથી તૈયાર સમોસા લઉં છું. અને એના પર એક 1 રૂપિયો નફો ચડાવીને વેંચી નાખું છું…. આ જાણીને હું દંગ રહી ગયો. આનો મતલબ તે દરરોજના રૂપિયા 3500 ( સાડા ત્રણ હજાર) કમાય લે છે. આ હિસાબે મહિનાના રૂપિયા 100000(એક લાખ) થી પણ વધુ ની કમાણી કરે છે.

આટલું તો હું પણ કમાતો ન હતો, મારો પગાર પણ રૂપિયા 30000(ત્રીસ હજાર) હતોઃ મેં પૂછયું કે, આ બધા પૈસા વાપરી નાખો છો?? એણે કહ્યું ના, જરૂર પુરતા પૈસા વપરાય જાય છે. અને બાકીના પૈસા વધે તે અન્ય ધંધામાં વાપરૂં છું..

મેં પૂછયું કે બીજા ધંધા શું છે?? એણે કહ્યું કે સાહેબ, પાંચ વર્ષ પહેલા એક જમીન 30 (ત્રીસ લાખ) માં લીધી હતી. જે હમણાં જ 4(ચાર ) કરોડમાં વેંચી.

એ પૈસા થી અમુક સોનાની ખરીદી કરી…. અને 50 (પચાસ) લાખ રૂપિયા મારી દિકરી ના લગ્ન માટે રાખ્યા છે.
અને બીજા પૈસા વધ્યા તેમાંથી મારા ગામડે 10(દશ ) વીઘા જમીન લઈને રાખી દીધી. જેથી થોડી ઘણી ખેતી ની ઉપજ થાય….
અને બાકીના પૈસામાંથી હમણાં એક જમીનનો ટુકડો લીધો છે. જે સારું વર્ષ થશે ને ભાવ વધુ આવશે તો વેંચી નાખીશ…. અને બાકીના છેલ્લા પૈસા વધ્યા તે.. મારી બાજુમાં એક સાહેબ રહે છે. જે મારા ખાસ ઓળખીતા છે. તેના દ્રારા મેં મ્યુચ્યુઅલ ફંડ ની સ્કિમમાં રોક્યા છે. અને સાથે સાથે મારો પણ એક વિમો લઈ લીધો.

જેથી હું હયાત ના રહું તો મારી પત્નિને પૈસા ની તકલિફ ના પડે..મને હવે લાગ્યું કે હું એક સમોસા વાળા સામે નહિં બલ્કે એક પાકા કરોડપતિ વેપારી સામે બેઠો છું..

થોડીવાર પછી એના મોબાઈલમાં રિંગ વાગી અને તેણે 1000 એક હજાર વાળો સાદો ફોન કાઢ્યો, ને વાત કરી. પછી મને કહ્યું કે સાહેબ, શું કરૂં મને ઈન્ટરનેટ નથી આવડતું એટલે આ સાદો ફોન વાપરૂં છું….

આ સાંભળીને મને વિચાર આવ્યો કે, શું ફેર પડે છે. ઈન્ટરનેટ આવડે છે એવા યુવાનો તો આજે
E. M. I. મોબાઇલ ફોન અને બાઈક હપ્તેથી લઈને ફરે છે..

આજના યુવાનોને નાણાકીય સ્વતંત્રતા શું છે?

એ ખબર જ નથી પડતી… રોકાણનો વિચાર જ આજના યુવાનોને નથી આવતો….
બસ જે હાથમાં હોય તે વાપરી નાખવાના એટલે વાત પતે..
ત્યાર બાદ સ્ટેશન આવ્યું એટલે સમોસા વાળો ભાઈ બોલ્યો, ચાલો સાહેબ હું જાઉં છું. .. ત્યારે મને થયું કે, હું જયાં મોંઘી કોલેજમાં હજારો રૂપિયા ભરીને ભણ્યો છું.
પણ જીવનનો મહત્વનો પાઠ તો આ ઓછું ભણેલો સમોસા વાળો ભણાવી ગયો.

આપણા પૂર્વજો ખુબ ઓછું ભણેલા હોવા છતાં… આજના M. B. A. કરતાં પણ સુવ્યવસ્થિત અને સુજબુજ થી વેપાર કરી વ્યવહાર ચલાવતા હતા..
ત્યારે ભણતર ઓછું અને કોઠાસૂઝ વધુ હતીઃ..

શ્રી ભીખુદાન ભાઈ ગઢવી કહે છે તેમ, ભણેલા ને અભણ છેતરી જાય એનું નામ જ કોઠાસૂઝ..

❤🧡🤎

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements