ધાર્મિક (પ્રવાસ) કથા : ભાગ 27
ગિરનાર પ્રવાસ – ઉડન ખટોલા
તા. 13/11/2021, શનિવાર
🛕🚩🔱🪔🕉️🛕🌺
છેલ્લા ઘણાં સમયથી આયોજન હતું કે જુનાગઢની પવિત્ર ભોમકાના દર્શનાર્થે જવું છે પરંતુ કોરોનાકાળને હિસાબે ઘણો જ વિલંબ થયો પરંતુ અંતે એ દિવસ પણ આવી પહોંચ્યો અને બેંગ્લોર સ્થિત પરણાવેલા મારા દિકરીબા દિવ્યા અને જમાઇ કૃતાર્થકુમાર દિવાળીની રજાઓમાં રાજકોટ આવી પહોંચ્યા અને પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ તા. 12/11/2021, શુક્રવારે સાંજે 6 વાગે જુનાગઢ જવા રવાના થયા અને મારા આત્મીય મિત્ર અને પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય શ્રી ભાવેશભાઇ જાદવ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી મધુબેનનાં ‘ગાર્ડન કાફે રેસ્ટોરન્ટ’ માં રાત્રે 9 વાગ્યે આવી પહોંચ્યા, જેમાં તેમનું નિવાસસ્થાન પણ છે. તેમનાં સુપુત્ર અગ્નેય, માતુશ્રી સરોજબેન સહિત ભાઇ જયેશ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી નિતાબેને ખુબ જ ભાવથી અમારૂં સ્વાગત કર્યું અને સાઉથ ઇન્ડિયન અને કાઠીયાવાડી તેમજ ચાઇનીઝ આઇટમોનો આસ્વાદ માણ્યો અને રાત્રિ રોકાણ અહીં જ કર્યું.
સવારે 7.45 કલાકે અમે ભવનાથ તળેટીમાં આવેલા રોપ-વે જવા નીકળ્યા, જ્યાંથી ‘ઉડન ખટોલા’ માં બેસીને ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિરે જવાનું હતું. દિવાળી પછી પણ ખુબ જ ગિર્દી હતી અને અમે અગાઉથી ઓનલાઈન ટીકીટ બુક કરાવી હોવાથી વિશેષ મુશ્કેલી ન પડી, તો પણ 1 કલાક લાઇનમાં ઊભા રહ્યા પછી અમારો નંબર આવ્યો. ગિરનાર ઉડનખટોલા એ સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત પર આવેલો એક ઉડનખટોલા (રોપ-વે) છે. તે એશિયાનો સૌથી લાંબો ઉડનખટોલા છે. ૧૯૮૩થી પ્રસ્તાવિત હોવા છતાં સરકારની મંજૂરીમાં વિલંબ અને અદાલતી દાવાઓને લીધે છેક સપ્ટેમ્બર ૨૦૧૮માં તેનું બાંધકામ શરૂ થયું. તેનું બાંધકામ ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું અને હવે સંચાલન પણ તેના દ્વારા જ કરવામાં આવે છે. તેનું ઉદ્ઘાટન ૨૪ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ કરવામાં આવ્યું હતું. ઉડનખટોલા 2,320 metres (7,600 ft) લાંબો છે. તે કુલ ₹૧૩૦ crore (US$૧૮ million) ના ખર્ચે બાંધવામાં આવ્યો હતો, જેમાં નીચલા અને ઉપલા મથકો તેમજ ઉડનખટોલાને ટેકો આપતા થાંભલા બાંધવાનો ખર્ચ પણ શામેલ છે. આ ઉડનખટોલા મોનો-કેબલ ગોંડોલા ડિટેચેબલ પ્રકારની લિફ્ટ્સ ચલાવે છે. તે મુસાફરોને તળેટીથી 850 metres (2,800 ft) ઊંચે આવેલા અંબાજી મંદિરે લઈ જાય છે. તેમાં આઠ મુસાફરોની ક્ષમતાવાળી ૨૫ ટ્રોલીઓ છે. તે પ્રતિ કલાક ૧૦૦૦ મુસાફરોને ઉપર લઇ જઈ શકે છે. આ સફરમાં ૭.૪૩ મિનિટ લાગે છે, જે ખરે જ આલ્હાદ્ક છે. રોપ-વેની ટ્રોલી લોઅર સ્ટેશનથી નીકળ્યા બાદ ગિરનાર જંગલ તથા પથ્થરોની શિલાઓ પરથી પસાર થાય છે. રોપ-વેની સફર દરમ્યાન ગિરનારની પર્વતમાળામાં ફેલાયેલી લીલી વનરાજી તેમજ ગિરનારની બાજુમાં આવેલા હસ્નાપુર ડેમ, શહેર અને ભવનાથ તળાવનો અદ્ભુત નજારો તેમજ રોમાંચનો અનુભવ થાય છે. ઉડન ખટોલાનાં 700/- જેટલા ઊંચા ભાડાને લીધે ખુબ જ ઉગ્ર વિરોધ થયો હતો તો પણ નવાઈની વાત એ છે કે આ રોપ-વે ખુબ જ લોકપ્રિય થયો છે અને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે..! જો તમે ત્યાં જઈને ટીકીટ ખરીદવા માટે જશો તો એની અલગ લાંબી લાઇન હોય છે અને તે પછી વળી પાછું બેસવા માટેની અલગ લાઇન છે એટલે ઓનલાઈન બુક કરવું વધુ હિતાવહ રહેશે. આ પ્રવાસ-કથા સાથે સુંદર તસવીરો પણ જરૂર નિહાળો… 🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877