Explore

Search

August 1, 2025 11:30 am

लेटेस्ट न्यूज़
Advertisements

“ઝાલાવાડનાં બિનસલામી રાજ્યોનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ” : Manoj Acharya

“ઝાલાવાડનાં બિનસલામી રાજ્યોનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ”  : Manoj Acharya

“ઝાલાવાડનાં બિનસલામી રાજ્યોનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ” (ઇ. સ. 1820 થી ઇ. સ. 1947) આ વિષય ઉપર ph. d. (હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) કરી રહેલા ભાભર (બનાસકાંઠા) નાં યુવાન શ્રી ચેતન રતાભાઇ ચાવડા, જેઓનું મૂળ વતન ડૂમાણા (વિરમગામ) છે અને હાલ તેઓ કુવાડા (બનાસકાંઠા) માં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓશ્રી ઉપરોક્ત વિષયનાં માર્ગદર્શન માટે ઝાલાવાડનાં ઇતિહાસવિદ ડો. ઇન્દ્રવદન આચાર્ય કે જેઓ પૂ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” તરીકે પણ ઓળખાય છે અને રાજકોટની શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠમાં બિરાજીત છે ત્યાં તા. 16 નવેમ્બરે સવારે 11.15 વાગે સ્પેશ્યલ આવ્યા અને ઇતિહાસ વિષયક ખુબ જ ચર્ચાઓ થઈ અને પુ. માડીએ જરૂરી સંપૂર્ણ માર્ગદર્શન સાથે તેમનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સૌપ્રથમ ph. d. (1974) પુસ્તક “સૌરાષ્ટ્રમાં ઝાલા રાજવંશના શાસનનો ઇતિહાસ” પણ આપ્યું. શ્રી ચેતનભાઈને મૂળી ઉપર વિશેષ જાણવાનું હોય અમે (મનોજ આચાર્ય) શ્રી રાજેન્દ્રસિંહ પરમારને નિમંત્રિત કર્યા કે જેઓ મૂળી ચોવીસી, રાજકોટનાં મહામંત્રી છે અને તેઓશ્રી નિમંત્રણને માન આપીને ખાસ પધાર્યા અને તેમણે પણ જરૂરી માહિતી આપીને સંપુર્ણ સહકારની ખાત્રી આપી હતી. આજની તારીખમાં ઇતિહાસ પ્રત્યે લોકોની રૂચિ ઘણી જ ઓછી છે, જે ખરે જ દુઃખદ છે પરંતુ જીવતી જ્યોત સમાન પુ. શ્રી માડી કે જેઓ સમર્થ ઇતિહાસકાર પણ છે અને તેમનાં માર્ગદર્શન માટે આવા યુવાનો આવે એ ખરે જ ધન્યવાદને પાત્ર છે અને વર્તમાને જે પણ ઇતિહાસને સમર્પિત જે પણ સાચા આરાધકો છે, તેઓ પણ પ્રશંસાને પાત્ર છે, જેવા કે શ્રી નરોત્તમ પલાણ સાહેબ, ડો. પ્રદ્યુમનસિંહ ખાચર સાહેબ, ડો. તિર્થંકર રતુદાનજી રોહડીયા સાહેબ, ડો. આંબાદાનજી રોહડીયા સાહેબ, ડો. રામજીભાઇ સાવલીયા સાહેબ, શ્રી જનકસિંહજી સોલંકી, ડો. મહેશ જલુ, ડો. પ્રફુલ્લાબેન રાવલ, શ્રી ભીમભાઈ ડાંગર, શ્રી મહાદેવ બારડ, શ્રી ભાનુભાઈ ખવડ, શ્રી રામકુભાઈ કરપડા, ચુડા સ્ટેટના રાજકુમાર શ્રી સુકેતુસિંહ ઝાલા, શ્રી નરેન્દ્રસિંહ રાણા, જાળીયા દેવાણી સ્ટેટના રાજકુમાર શ્રી રાજદીપસિંહ જાડેજા, એડવોકેટ શ્રી પ્રદ્યુમનસિંહ ઝાલા, શ્રી સુરૂભા ઝાલા, શ્રી મોહિન્દરસિંહજી પરમાર, શ્રી અતુલચંદ્ર ચૌહાણ વગેરે સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ છે અને મને એ વાતનો પણ આનંદ છે કે આ સૌ મહાનુભાવો સાથે હું સંકળાયેલો છું.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements