Explore

Search

July 31, 2025 3:21 pm

लेटेस्ट न्यूज़
Advertisements

કથા તથા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન હિન્દુ સ્મશાન ભૂમિ મોટી દમણ ભિતવાડી,રામસેતુ રોડ,સમુદ્ર તટ મોટી દમણ

કથા તથા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન હિન્દુ સ્મશાન ભૂમિ મોટી દમણ ભિતવાડી,રામસેતુ રોડ,સમુદ્ર તટ મોટી દમણ

દમણ તા.૨૬

હિન્દુ સ્મશાનભૂમિ મોટી દમણ(મોટી દમણના સમુદ્ર કિનારે આવેલા રળિયામણા વાતાવરણમાં સ્મશાનને અદ્ભૂત અને સુંદરમય બનાવવા માટે તથા શિવની પ્રતિમા બિરાજમાન કરવાના હેતુથી)શિવ કથા તથા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન હિન્દુ સ્મશાન ભૂમિ મોટી દમણ ભિતવાડી,રામસેતુ રોડ,સમુદ્ર તટ મોટી દમણ ખાતે તા.૨૦-૧૧-૨૦૨૧ થી તા.૨૬-૧૧-૨૦૨૧ સુધી દરરોજ બપોરે ૨.૩૦થી ૫.૩૦સુધી આયોજન કરવામાં આવ્યું હતું. તા.૨૬ નાં રોજ સવારે ૧૧.૪૫ થી ૨.૦૦ સુધી પ.પુ.શ્રી મેહુલભાઇ જાની (ખેરગામવાળા) ભક્તોને મૃત્યુ એ સત્ય છે.અને સ્મશાન એ શિવાલય છે જે શિવ કથા દ્વારા ભક્તો ને જ્ઞાનનો પ્રસાદ આપ્યો હતો. પોથીયાત્રા તા.૨૦ નાં રોજ ૧.૩૦ કલાકે શ્રીંમતી મીનલબેન પટેલ તથા જગદીશભાઇ પટેલના નિવાસ સ્થાને મોટી દમણથી નીકળી કથા સ્થળે પહોચી હતી.જ્યાં દિપ પ્રાગટય જીજ્ઞેશભાઇ પટેલ(સેક્રેટરી સંઘપ્રદેશ ડીડીડી ભાજપ),હિતાક્ષી પટેલ(ઘેલવાડ પંચાયત પ્રમુખ),બાબુભાઇ (વિવેકભાઇ)છીંબાભાઇ પટેલ(પ્રમુખ દમણ જીલ્લા પંચાયત),સોનલબેન પટેલ(પ્રમુખ દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ)મુકેશભાઇ ગોસાવી(સરપંચ દમણવાડા પંચાયત) એ કર્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે
કાનજીભાઇ ઠાંગરા,ગોપાલભાઇ ટંડેલ, લાલુભાઇ પટેલ(સાંસદ દમણ-દીવ),અનીલભાઇ અગ્રવાલ,મૈત્રી પટેલ(ઉપપ્રમુખ જીલ્લા પંચાયત),ફાલ્ગુની પટેલ(જીલ્લા પંચાયત સભ્ય) હાજર રહ્યા હતાં. કથા માં પ્રસંગો તા.૨૫ માતાજી પ્રાગટય,તા.૨૩ શિવપાર્વતી વિવાહ,તા.૨૪ ગણેશ પ્રાગટય,તા.૨૫ ૧૨જ્યોતિર્લિંગની કથાદર્શન,તા.૨૬ બાબા બર્ફાની શિવલિંગના દર્શન નાં પ્રસંગો ઉજવવામાં આવ્યાં હતાં. ભક્તોએ પિતૃના ફોટા મંડપમાં મુકી પિતૃ પૂજાનો લાભ લીધો હતો. આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર ડૉ.જગદીશ ત્રિવેદી નો તા.૨૨ના રોજ રાત્રે ૮થી ૧૧કલાકે ‘જગદીશ નાં જલસા’ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક લોકોએ હાસ્ય નો સ્વાદ માણ્યો હતો. શિવકથા નાં અંતિમ દિવસે વિદેશ માં વસતા ગુજરાતીઓ એ અને દમણ નાં ભક્તો એ ખુલ્લા દિલથી દાન નો ધોધ વરસાવ્યો હતો. દાનવીર મણિલાલ સાગરે હિન્દુ સ્મશાનભૂમિ ની પાસે આવેલ જમીન નું દાન કર્યું હતું. ભક્તો માટે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements