Explore

Search

July 31, 2025 3:27 pm

लेटेस्ट न्यूज़
Advertisements

*દુલા ભાયા કાગ અથવા કાગબાપુ (૨૫ નવેમ્બર ૧૯૦૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭) કવિ, ગીતકાર, લેખક અને કલાકાર હતા: Manoj Acharya

*દુલા ભાયા કાગ અથવા કાગબાપુ (૨૫ નવેમ્બર ૧૯૦૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭) કવિ, ગીતકાર, લેખક અને કલાકાર હતા: Manoj Acharya

*દુલા ભાયા કાગ અથવા કાગબાપુ (૨૫ નવેમ્બર ૧૯૦૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭) કવિ, ગીતકાર, લેખક અને કલાકાર હતા. તેઓ ચારણ (ગઢવી) હતા અને તેઓ મુખ્યત્વે હિન્દુ ધર્મ સાથે સંબંધિત આધ્યાત્મિક કવિતા માટે જાણીતા છે. વર્ષ ૧૯૬૨ માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિતોના દર્દને વાચા આપી હતી. આજે એમનો જન્મદિવસ છે.
તેમનો જન્મ મહુવાના નજીકના સોડવદરી ગામે થયો હતો. અન્ય સ્રોત મજાદર ગામને દુલાકાગની જન્મ ભૂમિ ગણાવે છે. તેમના પિતાનું નામ ભાયા ઝાલા કાગ અને માતાનું નામ ધનબાઈ હતું. તેમણે માત્ર ૫ ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું અને ત્યાર બાદ તેમના કૌટુંબિક વ્યવસાય, ખેતીમાં જોડાયા. ઢોરોને ચરવવા જતા ત્યારે મળનારા સ્મયમાં તેઓ પદ્ય રચનાઓ કરતા. તેમણે તેમની જમીન વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં અર્પી દીધી હતી. તેમણે રતુભાઇ અદાણી સાથે મળી જુનાગઢમાં લોકસાહિત્યની શાળા નું નિર્માણ તથા ભાવનગરમાં “ચારણ બોર્ડિંગ હાઉસ” જેવી સંસ્થાઓ સ્થાપી હતી. તેઓ ચારણ હિતવર્ધક સભાન પ્રમુખ પણ રહ્યા હતા. ભવનાથ જેવા શિવરાત્રીએ ભરાતા લોકમેળામાં ભક્તો માટે ઊતારા તરીકે ઓળખાતા રાતવાસામાં દુલાકાગનો ઉતારો જાણીતો હતો. તેમણે જ્ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળી પદ્ય સર્જન કર્યું છે. તેમની કવિતાઓમાં રાષ્ટ્રવાદી છાંટા પણ ઉપસે છે. તેમણે ગાંધીવાદી વિચારધારા અને ભૂદાન યોજના સંબંધીત રચનાઓ ગરબા સ્વરૂપે કરી હતી. તેઓ તેમની ગ્રંથમાળા કાગવાણીના આઠ ભાગ માટે જાણીતા છે, જે ભજનો, રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની દર્શનશાસ્ત્ર અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો ધરાવે છે. તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે.
કાગવાણી – ભાગ ૧ (૧૯૩૫), ૨ (૧૯૩૮), ૩ (૧૯૫૦), ૪ (૧૯૫૬), ૫ (૧૯૫૮), ૬ (૧૯૫૮), ૭ (૧૯૬૪)
વિનોબાબાવની (૧૯૫૮)
તો ઘર જાશે, જાશે ધરમ (૧૯૫૯)
શક્તિચાલીસા (૧૯૬૦)
ગુરુમહિમા
ચન્દ્રબાવની
સોરઠબાવની
શામળદાસ બાવની
ઝવેરચંદ મેઘાણીના અવસાન પર કવિ કાગે તેમને શ્રદ્ધાંજલી આપતો એક દુહો રચ્યો હતો:
“છંદ, કવિતા, સોરઠા, સોરઠ સર્વની, એટન રોયણ રાતે પાણી, મરતન મેઘાણી.”
૧૯૬૨માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો. ૨૫ નવેમ્બર ૨૦૦૪ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં ૫ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. કાગબાપુનું અવસાન ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭ ના દિવસે ૭૪ વર્ષની વયે થયું હતું. ઘણા લોકગાયકો અને લોકસાહિત્યકારોને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠતા બદ્દલ “કવિ કાગ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવે છે. કાગધામ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેમની કવિતાઓ તથા કૃતિઓને શાલેય અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે. કાગધામ ગામે કાગબાપુની સ્મૃતિમાં કાગધામ ગામના પ્રવેશદ્વાર તરીકે “કાગ દ્વાર” બનાવામાં આવેલો છે. અહીં તેમનો એક અલભ્ય ફોટો આપવામાં આવેલો છે, જેમાં તેઓ સ્ટેજ પરથી ગાઇ રહ્યા છે. આ ફોટામાં તેમનાં ભક્તિભાવ નિહાળવા જેવા છે. આવી મહાન પ્રતિભાને ભાવવંદન પ્રગટ કરીએ. 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements