પરાગ જોષી દ્વારા
આંતરરાષ્ટ્રીય ગેમ્સ ૨૦૨૧-૨૨ દ્વારા આયોજિત નેશનલ પાર્ક્સ ચેમ્પનશિપ ૨૦૨૧-૨૨ તા. ૨૮,૨૯ અને ૩૦ માર્ચ નાં રોજ વારાણસી,યુપી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત નાં વાપી થી ઇન્ટરનેશનલ પેરા જોમાસર માર્શલ આર્ટ ગેમ અને મૈત્રી સંસ્થા નાં સહયોગ થી ૧૩ છોકરા અને છોકરીઓ એ ભાગ લીધો હતો.અહિયાં ભારત,નેપાળ,ભુતાન, બાંગલાદેશ,શ્રીલંકા, અફઘાનિસ્તાન થી ૫૦ જેટલી વિવિધ રમતો માં ૮૦૦ જેટલાં એથ્લેટ્સો એ ભાગ લીધો હતો.જેમાં વાપીના ખેલાડીઓ ઇન્ટરનેશનલ ગેમ્સમાં ભાગ લેનાર સેંસી સંગીતા સિંહ ૨ સુવર્ણ ચંદ્રક કરાટે ફાઇટ અને કાતામાં, કરાટે ફાઇટમાં ઓ’સેન્સી ઇશાન વૈધ ગોલ્ડ મેડલ, કરાટેની લડાઈમાં સેંસી અલેખ્યા રચા સિલ્વર મેડલ, કરાટે ફાઈટમાં સેન્સાઈ અર્શિયા સિંઘ ચોથું સ્થાન,શ્રેયા અરકાશી ગોલ્ડ મેડલ તાઈકવૉન્ડોમાં,રિદ્ધિ સાહુ સિલ્વર મેડલ તાઈકવૉન્ડોમાં,શૌર્ય સિંહ સિલ્વર મેડલ તાઈકવૉન્ડોમાં,આદિત્ય દિલીપ સિલ્વર મેડલ,તાઈકવૉન્ડોમાં, સાત્વિક રેડ્ડી તાઈકવૉન્ડોમાં બ્રોન્ઝ મેડલ,આંતરરાષ્ટ્રીય સહભાગીઓ ૪ગોલ્ડ મેડલ અને ૪ સિલ્વર મેડલ ૧બ્રોન્ઝ મેડલ મળી કુલ ૯ આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યાં હતાં.જ્યારે ૪ અપંગ(પેરા) ખેલાડીઓએ રાષ્ટ્રીય જોમાસર માર્શલ આર્ટ ચેમ્પિયનશિપ માટે ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ખેલાડીઓ સેન્સી સંગીતા સિંહ ગોલ્ડ મેડલ,સેંસી આદિત્ય દિલીપ ગોલ્ડ મેડલ,ઓ’સેન્સી ઈશાન વૈધ્ય- સિલ્વર મેડલ,સેંસી અલેખ્યા રચા- સિલ્વર મેડલ,સેંસી અર્શિયા સિંઘ- સિલ્વર મેડલ, (પેરા) ખેલાડીઓ સેન્સી મિહિર દિવાકર (સીપી)સિલ્વર મેડલ,માર્શલ પટેલ (એમઆર) સિલ્વર મેડલ,એઝાઝ શેખ (એમઆર)ગોલ્ડ મેડલ,ઓ’સેન્સી શ્રીમંત બલ (CP) ગોલ્ડ મેડલ અને નેશનલ ડિસેબલ બ્લેક બેલ્ટ એવોર્ડ જીતી ગુજરાત સાથે વાપી નું નામ રોશન કર્યું હતું.વાપીની ટીમ દ્વારા કુલ ૯ નેશનલ મેડલ સાથે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કુલ ૧૮ મેડલ અને ૧ નેશનલ એવોર્ડ મેળવ્યાં છે.નેપાળમાં આંતરરાષ્ટ્રીય જોમાસર માર્શલ આર્ટ ચેમ્પિયનશિપ માટે ૪ અક્ષમ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.આ પ્રસંગે કોર્પોરેટર કુંજલભાઇ શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત થી ખેલ મહાકુંભ ની શરૂઆત કરી હતી જેમાં પ્રથમ વર્ષે ૧૮ લાખ ખેલાડીઓ એ ભાગ લીધો હતો જે આજે ૫૦ લાખ કોર્પોરેટર કુંજલભાઇ શાહ, વિવિધ કેટેગરી માં રમતો રમી રહ્યા છે.વાપી નાં ૧૩ખેલાડીઓ જીત મેળવી છે તે ખરેખર યાદગાર બાબત છે; અગાઉ નેપાળ રમતો રમવા જવાનાં છે. ત્યાંથી વિજયી બનીને આવે તેવી શુભેચ્છા પાઠવું છું.
રેખાબેન દિવાકરે કહ્યું કે આ જીત એ વાપી નું ગૌરવ છે; આ પ્રસંગ અવિસ્મય બની જાય.આ પ્રતિયોગિતામાં ૧૩ બાળકોની ટીમ ૧૯ મેડલ જીતી લીધા છે.
ટ્રેન દ્વારા આ તમામ ખેલાડીઓ વાપી આવી પહોંચ્યા ત્યારે મિત્તલબેન શાહ,ચાંદનીબેન દિવાકર,જાગૃતિબેન દિવાકર,પ્રમુખ/કોચ માર્શલ આર્ટ્સ ક્લબ ફાઇટ બલીરામ ચૌધરી તથા અન્ય લોકો હાજર રહ્યાં હતાં.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877