વાપી તા.૧૨

પરાગ જોષી દ્વારા
હિન્દુ સનાતન ધર્મને સંગઠીત કરવા હિન્દુ ધર્મની રક્ષા કાજે, ધર્મ રક્ષા, ગૌ ગંગા રક્ષા અને સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને પરંપરાની ઉજજવલ ગરીમાને જીવંત કરવા સમસ્ત દક્ષિણ ગુજરાત પ્રાંત વાપીને આંગણે સનાતન સંસ્કૃતિને પથદર્શક એવા પરમ પૂજ્ય સંતોના સાનિધ્યમાં વિરાટ ધર્મસંમેલન અને દિક્ષાંત સમારોહ નું ભવ્યાતિભવ્ય આયોજન અખીલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના, વલસાડ, વાપી અને ડાંગ દ્વારા તા.૧૭.૪.૨૦૨૨ રવિવારે સમય સાંજે ૬ઃ૦૦ થી ૮:૦૦ કલાકે અજીતનગર ગ્રાઉન્ડ, દમણ-ચલા રોડ,વાપી ખાતે રાખવામાં આવ્યું છે. જેમાં ૫.પૂ. આચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજ(રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી, અખીલ ભારતીય સંત સમિતી),મુખ્ય વકત્તા પ.પૂ. શ્રી નૌતમ સ્વામીજી(પ્રમુખ અખીલ ભારતીય સંત સમિતિ,ગુજરાત, સત્સંગ મહાસભા પ્રમુખશ્રી વડતાલધામ), સમારોહ અધ્યક્ષ પૂ.શ્રી કપિલ સ્વામીજી(શ્રી સ્વામિનારાયણ, સલવાવ),વિશેષ ઉપસ્થિતી સી.આર.પાટીલજી (ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી, ગુજરાત રાજ્ય), પાવન ઉપસ્થિતી પ.પૂ. શ્રી મહંત સેક્રેટરી અખંડાનંદ સરસ્વતી મહારાજ(અખંડાનંદ આશ્રમ), પાવન ઉપસ્થિતી વૈષ્ણવાચાર્ય પુ. ગોસ્વામી ૧૦૦૮ શ્રી ગોવિંદરાયજી મહોદય ભક્તિસેતુ હવેલી વાપી), પાવન ઉપસ્થિતી શ્રી શીવજી મહારાજ(ભીડભંજન મહાદેવ મંદિર,વલસાડ),પાવન ઉપસ્થિતી કમલલોચન પ્રભુ(ઇસ્કોન મંદિર,વાપી), શ્રી વશરામભાઈ કાતરીયા(પ્રમુખશ્રી, હિન્દુ ધર્મસેના વલસાડ જિલ્લો) ખાસ હાજર રહેશે. આ ધર્મ સંમેલનમાં સમગ્ર હિન્દુ સમાજના લોકોને મિત્રમંડળ, સહપરિવાર પધારવા અખીલ ભારતીય સંત સમિતી પ્રેરીત, હિન્દુ ધર્મ સેના ગુજરાત વતી માધવપ્રિય સ્વામી(ઋષિકુળ ગૌધામ, પાનોલી સંરક્ષણશ્રી હિન્દુ ધર્મ સેના, ગુજરાત દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877