આજના શુભ દિવસ મોહિની એકાદશીએ રાજકોટનાં જામનગર રોડ ઉપર આવેલા પરશુરામ પાર્ક ખાતે શ્રી શક્તિસિંહ ઘનશ્યામસિંહ ઝાલાના નવનિર્મિત નિવાસસ્થાને પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી તા. 12 મે, ગુરૂવારે સવારે 11 વાગે થઈ ત્યારે સમગ્ર પરિવારે અત્યંત ભાવથી સ્વાગત કર્યું. પુ. શ્રી માડીએ કુંભ સ્થાપન કર્યું તથા ગણપતિ પૂજન તેમજ કૂળદેવી પૂજન કર્યા બાદ સૌએ માતાજીની આરતી ઉતારીને નવનિર્મિત મકાનમાં વિધિવત્ ગૃહપ્રવેશ થયો. આ નિમિત્તે શક્તિસિંહે પુ. શ્રીનું શાલ ઓઢાડી સન્માન કર્યું. અત્રે નોંધનીય છે કે શકિતસિંહના લગ્ન તા. 22.2.2016 નાં દિવસે શિયાણી ખાતે થયેલા ત્યારે પુ. ગુરુદેવે સતત 2 દિવસ સુધી હાજરી આપી હતી અને આટલા વર્ષો પછી મુલાકાત થતાં પ્રસન્નતા અનુભવી હતી. ત્યારબાદ શ્રી દશરથસિંહ મોહબતસિંહ ઝાલાનાં નિવાસસ્થાને પુ. માડીની પધરામણી થઈ. એ પછી તેમનાં ભાઇ શ્રી સજુભા ઝાલાનાં નિવાસસ્થાને પધરામણી થઈ. સજુભા સાથે ઘણાં વર્ષોથી અમારો આત્મીય નાતો રહ્યો છે. સુરત ખાતે ઘણાં વર્ષો સુધી પોલીસ અધિકારી તરીકે રહ્યા અને હાલ અમદાવાદ ખાતે સર્વિસ કરી રહ્યા છે. તેમની શુભેચ્છાથી જ આજનો કાર્યક્રમ આયોજીત હતો. ફરજના ભાગરૂપે તેઓ આવી શક્યા નહોતા પરંતુ સતત ટેલિફોનિક સંપર્કમાં રહ્યા હતા. તે પછી પુ. શ્રીની પધરામણી દશરથસિંહ ઝાલાના દિકરીબા રાધિકાબા હરવિજયસિંહ રાયજાદાનાં નિવાસસ્થાને થઈ ત્યારે હરવિજયસિંહ અને તેમનાં પિતાશ્રી નિરૂભા બચુભા રાયજાદાએ પુ. ગુરુદેવનું હાર્દિક સ્વાગત કરીને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ત્યારબાદ નવનિર્મિત નિવાસસ્થાને ઝાલા પરિવારે પાંચ ગોયણી જમાડી અને પુ. ગુરુદેવ સહિત સૌએ મહાપ્રસાદ આરોગ્યો હતો. બપોરે 1 વાગે સૌને શુભાશીર્વાદ પાઠવી પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજીએ વિદાય લીધી.
🙏🏻 જય માતાજી 🙏🏻


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877