Explore

Search

July 20, 2025 5:03 pm

लेटेस्ट न्यूज़
Advertisements

જમીન સાથે જોડાયેલા રહેવું કેટલું જરૂરી છે ! : Dr Nimit Oza / RGM Hiran Vaishnav

જમીન સાથે જોડાયેલા રહેવું કેટલું જરૂરી છે ! : Dr Nimit Oza / RGM Hiran Vaishnav

Dr Nimit Oza $ Best Written..👇👇 જમીન સાથે જોડાયેલા રહેવું કેટલું જરૂરી છે !

રવિવારની રજા to હતી. અમે એક દરિયા-કિનારે ગયેલા. વીતેલા અઠવાડિયાના વર્ક-સ્ટ્રેસને કારણે હોય કે પછી અપૂરતી ઊંઘને કારણે, પણ એ દિવસે મારું શારીરિક સ્વાસ્થ્ય સંપૂર્ણ સારું નહોતું. બેકગ્રાઉન્ડ મ્યુઝીકની જેમ સતત ચાલી રહેલો માથાનો દુખાવો, બોડી-પેઈન, સુસ્તી અને કારણ વગરનો થાક. એવું લાગતું’તું કે સંપૂર્ણ તંદુરસ્ત હોવા છતાં પણ હું સ્વસ્થ નથી. મનમાં અકારણ રહ્યા કરતા અજંપા, ઉદ્વેગ અને અકળામણનું રહસ્ય મને સમજાતું નહોતું. પણ એ દિવસે મેં કશુંક એવું ઓબ્ઝર્વ કર્યું, જેણે મને મેડિકલ સાયન્સની ઓનલાઈન જર્નલ્સ ફેંદવા માટે મજબુર કરી દીધો.

દરિયા-કિનારેથી પાછા ફરતી વખતે મારી તમામ શારીરિક અને માનસિક પીડાઓ ગાયબ થઈ ગયેલી. મને એવું લાગ્યું કે મારી તમામ તકલીફો જાણે દરિયાના વળતા પાણીમાં તણાઈને ડૂબી ગઈ હોય. અફાટ અને ઉદાર મહાસાગરના પાણીને સ્પર્શ્યા સિવાય બીજું તો મેં શું કરેલું ? રીટ્રોસ્પેક્ટીવલી, હું વિચારતો રહ્યો કે એ કઈ ક્ષણ હતી જ્યારથી મને રાહત મળવાની શરૂઆત થઈ. એન્ડ ધ કન્ક્લ્યુઝન વોઝ ઓબ્વીયસ. લગભગ અડધો કલાક સુધી, હું દરિયાની ભીની રેતી પર ખુલ્લા પગે ચાલેલો.

જમીન પર ખુલ્લા પગે ચાલવાથી, શું ખરેખર શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય સુધરે છે ? કે પછી એ માત્ર મારો વહેમ હતો ? એ સવાલનો જવાબ શોધવાની મથામણ દરમિયાન, મને એક ખજાનો હાથ લાગ્યો. વિશાળ મેડિકલ સાયન્સના સમુદ્ર-મંથન દરમિયાન, જે અમૃત મને મળ્યું એ પુસ્તકનું નામ છે ‘Earthing: The Most Important Health Discovery Ever!’ ક્લીન્ટન ઓબર દ્વારા લખાયેલું આ પુસ્તક એક એવી અનન્ય અને અજોડ વૈજ્ઞાનિક ખોજ છે, જેણે માનવજાતિના સ્વાસ્થ્ય અને તંદુરસ્ત ભવિષ્ય માટે નવા દરવાજા ખોલ્યા છે.

અર્થીંગ’ અથવા ‘ગ્રાઉન્ડીંગ’ એટલે સારવારની એક એવી પદ્ધતિ જેમાં જમીન સાથેનો સંપર્ક જ રોગનિવારક હોય. આ ધરતી સાથે આપણને ‘ઈલેક્ટ્રીકલી’ કનેક્ટ કરે, એવી દરેક પ્રવૃત્તિને ગ્રાઉન્ડીંગ કહેવાય છે. જમીન સાથે જોડાઈ રહેવાથી, આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતા ફાયદાઓ હવે વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચુક્યા છે. સજીવ-સૃષ્ટિમાં વસતા મનુષ્ય સિવાયના તમામ સજીવો, સતત જમીન સાથેના સંપર્કમાં હોય છે. એક મનુષ્ય જ એવી પ્રજાતિ છે, જેણે જમીન સાથે દોસ્તી કરવાને બદલે, એનાથી થોડું અંતર કેળવી લીધું છે … આજ કાલ માનવી હવા માં બહુ રહે છે ; જમીન થઈ જોડાયેલા રહેવું તેને ગમતું નથી.

જર્નલ ઓફ ઇન્ફલામેશન રીસર્ચમાં પ્રકાશિત થયેલા એક સાયન્ટીફીક પેપરના તારણ મુજબ આપણી મોટાભાગની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું મૂળ, જમીન સાથેના સંપર્કનો અભાવ છે. આ વૈજ્ઞાનિક અભ્યાસ એવું કહે છે કે માનવ-શરીરને બીમાર કરતી તકલીફો જેવી કે ઇન્ફ્લામેશન (સોજો), ઓટો-ઈમ્યુન બીમારીઓ, ડાયાબિટીસ-બીપી-હ્રદયરોગ જેવી લાંબા ગાળાની તકલીફો અને ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓ માટે ગ્રાઉન્ડીંગ એક ઉપયોગી સારવાર છે. અલબત્ત, ગ્રાઉન્ડીંગ એ આ બીમારીઓ માટેની એકમાત્ર સારવાર ન હોઈ શકે (એ બીમારીની પરંપરાગત સારવાર તો જરૂરી છે જ) પરંતુ ગ્રાઉન્ડીંગથી સ્વાસ્થ્ય પર થતા કેટલાક ફાયદાઓ અજાણ્યા અને આશ્ચર્યજનક છે. ગ્રાઉન્ડીંગનો હેતુ મેડિકલ સાયન્સની ટ્રેડીશનલ ટ્રીટમેન્ટને ચેલેન્જ કરવાનો કે તેને રિપ્લેસ કરવાનો નથી, પરંતુ તેને સપ્લીમેન્ટ કરવાનો છે.

ગ્રાઉન્ડીંગ આપણું સ્વાસ્થ્ય કઈ રીતે સુધારે છે, એ પાછળનું કારણ વૈજ્ઞાનિક, અધિકૃત અને રસપ્રદ છે. (જે પ્રયોગો દ્વારા સિદ્ધ થયેલું છે અને પુસ્તકમાં જ આપેલું છે.)

આપણે દરેક વિદ્યુતના વાહક છીએ. આપણી અંદર રહેલા દરેક કોષ ‘વોલ્ટેજ-ગેટેડ’ આયર્ન ચેનલ્સથી કાર્યરત હોય છે. આ ઉપરાંત એ હકીકત પણ સર્વસ્વીકૃત છે કે આપણા શરીરમાં બનતા ‘free radicals’ એટલે કે રીએક્ટીવ ઓક્સિજન સ્પીશીઝ (ROS) આપણી બીમારીઓ માટે જવાબદાર હોય છે. હવે રસપ્રદ વાત એ છે કે જમીનની સપાટી ‘નેગેટીવલી ચાર્જ્ડ’ હોય છે. એટલે કે જમીન સાથેના સંપર્ક દરમિયાન, જમીનમાં રહેલા ઈલેક્ટ્રોન્સ આપણા શરીરમાં દાખલ થાય છે. ફક્ત સંપર્કથી આપણા શરીરમાં દાખલ થયેલા આ સરફેસ ઈલેક્ટ્રોન્સ, આપણી અંદર રહેલા જોખમી અને હાનિકારક ‘ફ્રી-રેડિકલ્સ’ને ન્યુટ્રલાઈઝ કે બિન-અસરકારક કરી નાંખે છે. જમીન સાથે આ રીતે ‘ઈલેક્ટ્રીકલી’ જોડાઈ જવાથી શરીરના કેટલાક દુખાવા, સોજા (Inflammation) કે બીમારીઓમાં રાહત મળે છે. જૂની પીડાઓમાંથી મુક્તિ મળે છે અને ઊંઘ સારી આવે છે. ટૂંકમાં, જમીન સાથેના લાંબા સંપર્કથી સ્વાસ્થ્ય ઉપર થનારા ફાયદાઓ અકલ્પનીય અને અન્ડર-એસ્ટીમેટેડ છે. તબીબી ભાષામાં કહું તો મનુષ્ય-શરીર પર થતી ગ્રાઉન્ડીંગની અસર ‘એન્ટી-ઇન્ફ્લામેટરી’ અને ‘એન્ટી-ઓક્સીડન્ટ’ છે.

સોફા, ફર્નિચર અને પગરખાની શોધને કારણે આધુનિક મનુષ્ય ધીમે ધીમે જમીનના સંપર્કથી અળગો થતો ગયો છે. અને ધરતીના સ્પર્શનો એ જ અભાવ ક્યારેક અલગ અલગ યાતનાઓના સ્વરૂપમાં આપણી અંદર ટહુકે છે. પોતાના ખોળામાં બેસાડવા માટે આપણી માતૃભૂમિ આપણને બોલાવી રહી છે, અને જમીનથી અધ્ધર ચાલી રહેલા આપણે માતૃભૂમિના એ પોકારો સાંભળી નથી શકતા. દરેક માતાના સ્પર્શમાં ‘હિલિંગ-પાવર’ હોય છે પછી એ આપણી માતા હોય કે ધરતી માતા.

તો થોડા સમય માટે ઘા કરી દો તમારા પગરખાનો અને ખુલ્લા પગે ચાલ્યા કરો કોઈ દરિયા-કિનારા, ભીની માટી કે લીલા ઘાંસ પર. બગીચાના બાંકડા પર બેસવા કરતા જમીન પર બેસો. ખુરશી કે સોફાનો ત્યાગ કરીને ક્યારેક ભારતીય બેઠક અપનાવો. જાજમ કે ખાટલા પર સૂવાને બદલે ઘાંસ કે માટીની ચાદર પર ઊંઘ કરી લો. ગમે તેમ કરીને, થોડો સમય તમારા શરીરને આ પવિત્ર અને ઉદાર ધરતીના સંપર્કમાં રહેવા દો. ધરતીની સપાટી પર રહેલા નિ:શુલ્ક સર્ફેસ ઈલેક્ટ્રોન્સ, તમારા શરીરમાં પ્રવેશવા માટે થનગની રહ્યા છે. એમને આવકારવા માટે તન, મન અને હ્રદયના દરવાજા ખોલી નાખો. ધરતીનો સ્પર્શ કેટલો જાદૂઈ અને રાહતકર્તા હોય છે, એની ખાતરી એકવાર તમે જાતે જ કરી લો !

  • ડૉ. નિમિત્ત ઓઝા
Dr. Nimit Oza
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements