Explore

Search

July 20, 2025 9:08 pm

लेटेस्ट न्यूज़
Advertisements

વેદમાતા ગાયત્રી જન્મોત્સવ શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે ઉજવાયો : Manoj Acharya

વેદમાતા ગાયત્રી જન્મોત્સવ શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે ઉજવાયો : Manoj Acharya

કોરોનાના કારણે છેલ્લા બે વરસથી મુલત્વી રહેતો વેદમાતા ગાયત્રી જન્મોત્સવ શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે ખુબ જ સરસ રીતે ઉજવાઇ ગયો. સાંજે 6 થી 8 દરમિયાન સ્તુતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત થઈ અને એ પછી પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” એ 45 મિનિટ સુધી સત્સંગ પ્રવચન કરીને સૌનૈ ભાવ તરબોળ કર્યા. અનુરાધાબા (પરમાર) ઝાલાએ ભાવગીત ગાયું અને શ્રી નરેન્દ્રસિંહ રાણા (દુધરેજ, હાલ રાજકોટ) એ એમનાં પૂર્વજ અને વઢવાણ ગાદીનાં સ્થાપક મહારાણા અમરસિંહજી ઝાલા અને પુ. માડીનાં પૂર્વજ વસનજી અચારજ તથા તેમનાં ધર્મપત્ની અણદીમા કે જેઓ સતીમા થયા એ બંન્ને વચ્ચેનો સંબંધ અને એ સમયે થયેલા બનાવને ભાવપૂર્વક યાદ કર્યો અને ક્ષાત્રત્વની શૌર્યસભર રજૂઆત પણ કરી. એ પછી માં ગાયત્રીની આરતી જુનાગઢથી પધારેલા પુ. માડીનાં શિષ્ય શ્રી મનસુખભાઇ ભાલાણી તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતી ગીતાબેને ઉતારી અને ત્યારબાદ સૌએ મહાપ્રસાદ લીધો હતો. આ પ્રસંગે પ્રહલાદસિંહ અજીતસિંહ જાડેજા રાજપૂત સમાજ ભવન, રેલનગરનાં ટ્રસ્ટીશ્રીઓ લાલુભા જાડેજા તથા સિધ્ધરાજસિંહ જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજકોટ શહેરનાં મહામંત્રીશ્રી પથુભા જાડેજા, પરમાર ક્ષત્રિય સમાજ મુળી ચોવીસી, ગુજરાતનાં મહામંત્રીશ્રી રાજેન્દ્રસિંહ પરમાર, શ્રી રણુભા ઝાલા (દિઘડીયા), ચોટીલાથી બાબુભાઈ ખાચર તથા ભગુભાઇ ધાધલ, દિગ્વિજયસિંહ ઝાલા (નારીચાણા), શ્રી પ્રવીણસિંહ ઝાલા (નેકનામ), શક્તિસિંહ ઝાલા તથા પૃથ્વીસિંહ સજુભા ઝાલા (શિયાણી), એટવોકેટશ્રી યોગીરાજસિંહ રાણા (દુધરેજ), પુ. માડીનાં સુપુત્રી અને બ્રહ્મસમાજ અગ્રણી સોનલ જાની, (અમદાવાદ), જય મહાદેવ ગ્રુપનાં પ્રમુખશ્રી પ્રણવ ભટ્ટ, ઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજ, રાજકોટનાં પૂર્વ પ્રમુખ અને સામાજીક કાર્યકર શ્રી લલિતભાઇ રાવલ, નિવૃત માહિતીખાતા અધિકારીશ્રી પ્રદીપ દવે, ૐ શ્રી ગુજરાતી શ્રી ગૌડ માળવીય યુવા ટ્રસ્ટનાં પ્રમુખશ્રી નિરજ ભટ્ટ, જય વિશ્વંભરી ફાઉન્ડેશનનાં પ્રમુખશ્રી અર્પણ ભટ્ટ, આઝાદ સંદેશ સાંધ્ય દૈનિકનાં મેનેજરશ્રી રવિ ટંડન, વૈદરાજશ્રી જે. પી. દંગી સાહેબ, શ્રી પંકજ પનારા (ચુડા) સહિત 200 થી પણ સત્સંગીઓ હાજર રહ્યા હતા. ચુડા સ્ટેટના રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજી ઝાલા તથા રાજકુમાર શ્રી સુકેતુસિંહ ઝાલાએ ટેલિફોનિક શુભેચ્છા વંદન પાઠવ્યા હતા. માતાજીની કિંમતી સાડી તથા શણગારની સેવા બારાન – કોટા (રાજસ્થાન) શિષ્ય શ્રી જયેશભાઈ પતિરા (દીક્ષિત નામ જપાનંદ) તરફથી હતી અને મહાપ્રસાદની સેવા શ્રી મનસુખભાઇ ભાલાણી પરિવારની હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા પુ. ગુરુદેવનાં સુપુત્ર શ્રી મનોજભાઇ આચાર્ય તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતી નયનાએ સંભાળી હતી અને તેમાં પુ. માડીનાં શિષ્ય શ્રી નવિનચન્દ્ર દોશી (દીક્ષિત નામ નયનાનંદ), તેમનાં ધર્મપત્ની શ્રીમતી પ્રવિણાબહેન તથા રીટાબેન મુકેશભાઇ દોશીએ વિશેષ સહયોગ આપ્યો હતો. તા. 5 જૂન, 2022, રવિવાર

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements