પ્રાથમિક સદસ્યતા તો જનતાને મળી જ જશે !. ૧, જનતાને પ્રાથમિક શિક્ષણ ને ઉચ્ચ શિક્ષણ માટે ક્યારે સસ્તું મળશે ?. ૨, જનતાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,ને સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં નજીવા દરે સારવાર ક્યારે મળશે ?. જનતાને આજે પ્રાથમિક જીવનજરૂરી ચીજવસ્તુઓ ભાવ વધારો કરવામાં આવ્યો છે , તેલ, પેટ્રોલ, ડીઝલ, રસોઈ ગેસ, વિજળી, ને કરીયાણાની ચીજવસ્તુઓ, શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે !. આની કોઈ પ્રાથમિકતા આપી છે ખરી તો જનતા તેમાં પણ જો સસ્તું મળે તો પ્રાથમિક સદસ્યતા લેવા માટે કતારોમાં ઉભા રહીને સદસ્યતા ગ્રહણ કરી ને “” નારા લગાવ્યા કરશે પણ આવું થશે નહી કેમકે “” સરકાર દ્વારા તાત્કાલિક અસરથી એક નવો ફણગો ફૂટ્યો હોય તેમ ફતવો જાહેર કરવામાં આવ્યો છે !. ૧૦૦૦૦ હજારથી વધુ માસીક આવક ધરાવતા પરિવારના લોકોને પોતાનું રેશનકાર્ડ જમા કરાવી દેવું જોઈએ !. એક જ “” ઘર મા ૧ વ્યક્તિ કમાનાર હોય તેના પરિવાર ના સભ્યો નાના ૪ હોય બન્ને પતિ-પત્ની, તેના માતા-પિતા કુલ મળીને ૮ સભ્યોનું બનેલું છે તેને ૧૦૦૦૦ હજારની આવક થાય તો આ આઠ સભ્યો ને મળતું રાશનકાર્ડ બંધ કરવામાં આવશે તો શું આ દશ હજાર ની આવકમાં તેના માતા-પિતા કે તેના બાળકને શિક્ષણ આરોગ્ય સુખાકારી આપી શકશે ખરા ?. આવી રીતે પ્રાથમિકતા આપવામાં આવતી હોય તો આવા કુટુંબના સભ્યોને પ્રાથમિકતા લેવી કે ન લેવી તેવી મુંજવણમાં મુકાયા છે ! એટલે હવે જનતા જનાર્દન સર્વેમાં આવા લાખો પરિવાર છે કે એક વ્યક્તિને ને ૧૦ સભ્યો નિર્ભર છે તો શું જીવન નિર્વાહ કરવા માટે સરકાર દ્વારા કોઇપણ પ્રકારના વિચારો કે અમલ કરશે ખરા ?. આવા પરિવાર ની શુ હાલત થશે ?.



Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877