Explore

Search

July 20, 2025 4:44 pm

लेटेस्ट न्यूज़
Advertisements

*રાણકીવાવ પાટણમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોટો શિલાલેખ સુધારવા બદલ આભાર.* : Manoj Acharya

*રાણકીવાવ પાટણમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોટો શિલાલેખ સુધારવા બદલ આભાર.* : Manoj Acharya

*રાણકીવાવ પાટણમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોટો શિલાલેખ સુધારવા બદલ આભાર.*
       અણહિલવાડ પાટણની ચાલુક્યકાલીન વાવ રાણકીવાવને પુરાતત્વ વિભાગે વિશ્ચ વિરાસતની હરોળમા મુકેલ છે. એક ભારતીય અને ગુજરાતીઓ માટે આ ગૌરવની વાત છે.
      આ રાણકીવાવનુ નિર્માણ પાટણપતિ સોલંકી મહારાજાધિરાજ સોલંકી ભીમદેવજી પ્રથમની મહારાણીશ્રી ઉદયમતિદેવીએ કરાવેલ. આ વાત જગજાહેર છે.
         ગુજરાતમાં ચાલુક્ય (સોલંકી) વંશની સ્થાપના મુળરાજદેવજી સોલંકીએ સંવત-998 માં કરી હતી. મુળરાજદેવજી સોલંકીના પુત્ર ચામુંડરાજજી હતા. ચામુંડરાજજીના ત્રણ પુત્રો હતા – વલ્લભરાજજી, દુર્લભરાજજી અને નાગરાજજી. નાગરાજજીના પુત્ર ભીમદેવજી સોલંકી પ્રથમ હતા. પુરાતત્વ વિભાગ દ્વારા રાણકીવાવના પટાંગણમાં 2 શિલાલેખ લગાડેલ હતા, જેમાં લખેલ હતું કે મુળરાજદેવજી સોલંકીના પુત્ર ભીમદેવજી હતા. જે એકદમ ખોટુ હતું. પરદાદાને સીધા જ પિતા દેખાડી દેવા એ પુરાતત્વ વારસાનું તથા આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનુ અપમાન છે.
         સોલંકી રાજવંશ ઈતિહાસ સંશોધન સમિતિ દ્વારા ઉપર લખેલી સાચી વિગતવાર પેઢીના સત્ય 18 પુરાવાઓ પુરાતત્વ વિભાગમાં રજુ કરીને તા: 08/10/2018 ના રોજ અરજી કરવામાં આવેલ હતી. ત્યારબાદ 6 વાર ઈમેલ દ્વારા જાણ પણ કરાઈ હતી, જેમાં આ મુજબના પુરાવાઓ સમિતીએ રજુ કરેલ.
1- ધ ઇન્ડીયન એન્ટીક્વેરી, 1877, જેસ બર્ગેસ પાના નં-194
2- બોમ્બે ગેઝેટીયર વોલ્યુમ 5, 1880 પાના નં-131
3- મધ્યપ્રદેશના બિલપાંકથી મળેલ સંવત-1168 નો સિધ્ધરાજ જયસિંહદેવજીનો શિલાલેખ પંકિત 5 થી 11
4- ઐતિહાસિક લેખમાલા, 1964, વિજયસિંહ ગેહલોત, પાના નં-36
5- ચક્રવર્તી ગુર્જરો, 1989, ક. મા. મુનશી, પાના નં-275
6- ગુજરાતના ઐતિહાસિક સાધનો, 1928, નર્મદાશંકર દ્વિવેદી, પાના નં-12/13
7- ગુજરાતનો મધ્યકાલીન રાજપુત ઈતિહાસ, 1937, પાના નં-135/173/175/179/180
8- કોષ્ટકાવલી અને વંશાવળી, 1886, રાવળ વેલજી ભવાનીશંકર, પાના નં-7
9- ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ 4 સોલંકી કાળ, 1976, ભોજે વિદ્યાભવન પાના નં-560
10- ક્ષત્રિય રાજવંશ, 2010, રઘુનાથસિંહ પહાડી, પાના નં-247
11- ઐતિહાસિક લેખસંગ્રહ, 1963, પંડીત લાલચંદ્ર, પાના નં-217
12- ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ, 1877, પાના નં-12
13- વાઘેલા વૃતાંત, 1914, કૃષ્ણરામ ભટ્ટ, પાના નં-147
14- રાસમાળા ભાગ-1, 1922, એલેક્ઝાંડર ફાર્બસ, પાના નં-52
15- ચાલુક્ય ઓફ ગુજરાત, 1956, ભારતીય વિદ્યાભવન, પાના નં-206
16- ગુજરાતનો ઇતિહાસ-1, 1898,ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, પાના નં-241
17- બારમી સદીમાં લખાયેલ દ્વયાશ્રય પરથી ભાષાંતરીત દ્વયાશ્રય સાર, પાના નં-2/4/8/9
18- કિર્તીકૌમુદી મહાકાવ્ય ભાષાંતર, 1908, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, પાના નં-9
           આ ઉપરાંત સોલંકીયો કા પ્રાચીન ઇતિહાસ, પ્રબંધ ચિંતામણિ, ઓરીજીન ઓફ ચાલુક્ય પુસ્તકોમાં પણ ઉપર લખેલ જ પેઢીનામા આપેલ.
         સાડા ત્રણ વર્ષ પછી આ શિલાલેખ બદલવામાં આવ્યા. જે હિન્દી, અંગ્રેજી તથા ગુજરાતીમાં સુધારા સાથે 3 દિવસ અગાઉ જ મુકવામાં આવ્યા છે.
            શિલાલેખ બદલવાના પ્રયાસ માટે મુળ કાલરીગઢના અને હાલ સિદ્ધપુરમાં ફરજ બજાવતા ડીવાયએસપી શ્રી ચંદ્રસિંહજી. એલ. સોલંકી સાહેબનો તથા આ ખોટા શિલાલેખ તરફ અમારી સમિતિનું ધ્યાન દોરવા બદલ મુળ કાલરીગઢના તથા સોલંકી રાજવંશ ઈતિહાસ સંશોધન સમિતિના સદસ્ય એવા હઠીસિંહજી આર. સોલંકીનો પણ વિશેષ આભાર. અરજીનો જવાબ પુરાતત્વ વિભાગ દ્વારા સોલંકી રાજવંશ ઈતિહાસ સંશોધન સમિતિના સદસ્ય શ્રી જનકસિંહ સોલંકી છનિયાર પર આવેલો. તમામ સદસ્યોના મહેનતના પરિણામ સ્વરૂપ આ શિલાલેખ બદલવામાં આવ્યાં છે. તમામ સદસ્યની મહેનત રંગ લાવી જે બદલ તમામનો તથા પુરાતત્વ વિભાગનો આભાર.
લી- સોલંકી રાજવંશ ઈતિહાસ સંશોધન સમિતિ
1- 9879095798
2- 9924072141
3- 9998485999
4- 9978896391
5- 9426828357
6- 9429308861
7- 9974947337
8- 9879700742
9- 9824686657
10- 9727810111
11-  9898198614
12-  9979110418
ફેસબુક પર ફોટા જોવો 👇🏻
https://m.facebook.com/story.php?story_fbid=1151761042036427&id=100016076260945

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements