Explore

Search

July 20, 2025 4:52 pm

लेटेस्ट न्यूज़
Advertisements

સફળ ગુજરાતી ફિલ્મ હાસ્ય કલાકાર રમેશ મહેતા (1934-2012) આજે જન્મદિવસ : Manoj Acharya

સફળ ગુજરાતી ફિલ્મ હાસ્ય કલાકાર રમેશ મહેતા (1934-2012) આજે જન્મદિવસ : Manoj Acharya

સફળ ગુજરાતી ફિલ્મ હાસ્ય કલાકાર રમેશ મહેતા (1934-2012) નો આજે જન્મદિવસ છે.
તેમનો જન્મ ૨૩ જૂન, ૧૯૩૪નાં રોજ ગોંડલના ગોમટા ગામે થયો હતો. તેમના પિતાનું નામ ગિરધરલાલ ભીમજી મહેતા અને માતાનું નામ મુક્તાબેન હતું. નાનપણથી જ તેમને નાટકોનું લેખન અને અભિનયનો શોખ હતો. અમદાવાદના ભારતભૂષણ થિયેટરમાં છ મહિના નોકરી કરી. રાજકોટમાં પીડબલ્યૂડીમાં મહિનાના પાંસઠ રૂપિયાના પગારે વંથલી સાઈટ પર કામ કર્યું અને ડેરી વ્યવસાય કરવાની પણ કોશિશ કરી. ૧૯૪૯માં વિજયાબહેન સાથે લગ્ન કર્યા અને રમેશભાઈ બે દીકરા અને બે દીકરીના પિતા બન્યા. ત્યાર બાદ મુંબઈની કેસી કોલેજમાં એક વર્ષ માટે નાટ્યકલાનું બાકાયદા જ્ઞાન મેળવ્યું. અહીં તેઓ મેકઅપ, સ્ટેજક્રાફ્ટ, એક્ટીંગ, ડીરેક્શન, લાઈટીંગ, સ્પીચ આર્ટ જેવા ગુણો શીખ્યા. આ પછી તેમણે નાટકો લખવાના શરૂ કર્યા. નાટકોનાં લેખન, મંચન દરમિયાન તેઓ અરવિંદ પંડ્યાનાં સંપર્કમાં આવ્યા અને યોગાનૂયોગે તેમનાં દ્વારા ગુજરાતી ચલચિત્ર “હસ્ત મેળાપ”ની કથા લખવાનું બન્યું. તેમનાં દ્વારા લખાયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું. આ પછી તો તેમણે ચલચિત્રોની કથા, સંવાદ લખતાં લખતાં અભિનય પર પણ ધ્યાન આપ્યું. મોટાભાગે પોતાનું પાત્રાલેખન અને સંવાદો એ જાતે જ લખતા. તેઓ અનેક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભુમિકાઓમાં કામ કરી ચૂક્યા હતા. તેમણે ‘ગાજરની પિપૂડી’ નામના ગુજરાતી ચલચિત્રમાં મુખ્ય ભુમિકા પણ નિભાવી હતી. તેમની સફળ ચલચિત્રોની યાદી જોઇએ તો..
જેસલ તોરલ (૧૯૭૧)
હોથલ પદમણી (૧૯૭૪)
મેના ગુર્જરી (૧૯૭૫)
સંતુ રંગીલી (૧૯૭૬)
સોન કંસારી (૧૯૭૭)
ગંગા સતી (૧૯૭૯)
મણિયારો (૧૯૮૦)
જાગ્યા ત્યારથી સવાર (૧૯૮૧)
ઢોલી (૧૯૮૨)
મરદનો માંડવો (૧૯૮૩)
ઢોલામારૂ (૧૯૮૩)
હિરણને કાંઠે (૧૯૮૪) વગેરે.. ગામડાથી ગુજરાતી સ્ત્રી પ્રેક્ષકોને રસોડામાંથી સિનેમાઘર સુધી ખેંચી લાવવામાં અગત્યનો ભાગ ભજવનાર અને અદ્ભુત કોમીક સેન્સ ધરાવનાર રમેશ મહેતાનું ૧૧ મે, ૨૦૧૨નાં રોજ, રાજકોટ ખાતે ૭૮ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements