Explore

Search

July 20, 2025 8:02 am

लेटेस्ट न्यूज़
Advertisements

બહુશ્રુત વિદ્વાન રામપ્રસાદ બક્ષી (1894-1889) નો આજે જન્મદિવસ : Manoj Acharya

બહુશ્રુત વિદ્વાન રામપ્રસાદ બક્ષી (1894-1889) નો આજે જન્મદિવસ : Manoj Acharya

બહુશ્રુત વિદ્વાન રામપ્રસાદ બક્ષી (1894-1889) નો આજે જન્મદિવસ છે.
જન્મ જૂનાગઢમાં. વતન મોરબી. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં, માધ્યમિક શિક્ષણ રાજકોટ તથા વઢવાણમાં અને ૧૯૧૦માં વઢવાણથી મૅટ્રિક થયા. ૧૯૧૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૧૫ થી મુંબઈમાં નિવાસ. ૧૯૨૭ થી ૧૯૫૯ સુધી આનંદીલાલ પોદ્દાર હાઈસ્કૂલ, સાન્તાક્રૂઝના આચાર્ય. નિવૃત્તિ બાદ મીઠીબાઈ કૉલેજ, વિલેપાર્લેમાં ગુજરાતીના અધ્યાપક. એમ.એસ. યુનિવર્સિટી, વડોદરામાં ત્રણ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર. ૧૯૭૬-૭૭માં પોરબંદર ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૬૦-૬૪નો નર્મદચંદ્રક એનાયત થયો હતો. પંડિતયુગનું પ્રતિબિંબ આપતી વ્યક્તિત્વમુદ્રાથી અંકિત આ લેખકની સંસ્કૃત સાહિત્યની સમજનો અને અંગ્રેજી સાહિત્યની સમજથી સંયોગ થયેલો જોવાય છે. બહુશ્રુતતાનો સ્પર્શ, અર્થઘટનની દ્યોતકતા, શાસ્ત્રીયતાનો અભિગમ, વિવરણપ્રધાન શૈલી વગેરેથી એમનું વિવેચન મુખ્યત્વે સંસ્કૃત પરિપાટીએ તત્વચર્ચાને ઉપસાવે છે. ‘વાઙમયવિમર્શ’ (૧૯૬૩)માં સાહિત્ય તત્વની મીમાંસા કરતા લેખો છે. કાવ્યતત્વ, રસ અને અલંકાર તથા નાટ્યકલા એમ ત્રણેક વિભાગોમાં પથરાયેલા એમના લેખોના પ્રધાન સૂરમાં સંસ્કૃત અલંકાર શાસ્ત્રોનો સંસ્કાર છે. ‘નાટ્યરસ’ (૧૯૫૯) અને ‘કરુણરસ’ (૧૯૬૩)માં ભારતીય સંગીત નૃત્યનાટ્ય મહાવિદ્યાલય, વડોદરાના ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનોમાં સંસ્કૃત નાટ્યસિદ્ધાંતની ભૂમિકાની તત્વચર્ચાને સ્પષ્ટ કરતાં કરતાં પાશ્ચાત્ય નાટ્યમીમાંસાનાં ધોરણો તુલનાત્મક પરિમાણરૂપે દાખલ કરાયેલાં છે. ‘ગોવર્ધનરામનું મનોરાજ્ય’ (૧૯૭૬)માં ગોવર્ધનરામની તત્વમીમાંસા અને સાહિત્યિક વિશિષ્ટતા વિશેના એમના લેખોનો સંગ્રહ છે. ‘ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીઝ સ્ક્રેપબુક’ (૧૯૫૭), ‘નરસિંહરાવ ની રોજનીશી’ (૧૯૫૯), ‘છોટુભાઈ કોરા જીવનજ્યોતિ’ (૧૯૫૯) કરસનદાસ માણેક ષષ્ઠિપૂર્તિગ્રંથ ‘અક્ષર આરાધના’ (અન્ય સાથે, ૧૯૬૨), ‘ગોકુળભાઈ ભટ્ટ અભિનંદનગ્રંથ’ (૧૯૬૩), જયોતીન્દ્ર દવે ષષ્ઠિપૂર્તિ ગ્રંથ ‘વાઙમયવિહાર’ (અન્ય સાથે ૧૯૬૪), ‘ગોવર્ધનરામની મનનનોંધ’ (૧૯૬૯), ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ’ (અન્ય સાથે, ૧૯૭૧), ગુલાબદાસ બ્રોકર ષષ્ઠિપૂર્તિગ્રંથ ‘સંવાદ’ (અન્ય સાથે, ૧૯૭૪) વગેરે એમનાં સંપાદનો છે. એમના અનુવાદોમાં ‘કથાસરિતા’ (૧૯૧૧), નરસિંહરાવનાં વ્યાખ્યાનો ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય’- ભા. ૧-૨ (૧૯૩૬, ૧૯૫૭), શીખ ધર્મસ્તો ‘સુખમની’ (૧૯૩૫) વગેરે મુખ્ય છે. સંસ્કૃત સાહિત્યનું ઊંડું પરિશીલન, રજૂઆતમાં શાસ્ત્રીયતા, વિશદતા અને મૌલિક ધરાવનાર આ લેખકનું અવસાન 22 માર્ચ 1989 નાં દિવસે થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements