તા. 28 જૂન, પાટણની મુલાકાત દરમિયાન અમે મયુરી કાસુન્દ્રાનાં નિવાસસ્થાને ગયા, જેને અમે લાડથી ‘મિતુ’ તરીકે ઓળખીએ છે. હું અને મારા ધર્મપત્ની નયના મળ્યા ત્યારે તેમનાં સાસુ પુષ્પાબેન તથા સસરા મહેશભાઇએ અત્યંત ભાવપૂર્વક સ્વાગત કર્યું. મિતુના પપ્પા શ્રી કરસનભાઇ સંતોકી રાજકોટ દૂરદર્શનમાં અધિકારી હતા. 1990 પછી આ પરિવાર સાથે ઓળખાણ થઈ ત્યારે તેઓ શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠની સામે જ રહેતા અને તેઓ તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતી ગીતાબેન પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય બન્યા. એ સમયે મિતુ ખુબ જ નાની હતી અને મોસ્ટલી શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠમાં જ મોટી થઈ છે. માનો સંસ્થાની બાળયાત્રા તેનાથી જ શરૂ થઈ..! આજે તો પરણીને સાસરે ઠરીઠામ થઈ છે અને તેનાં પણ બે બાળકો નિતી અને જીયાંશ છે. પોતાને માં ગાયત્રી અને પૂ. માડીમાં અતૂટ આસ્થા છે અને બાળપણનાં સંસ્કારોનું સિંચન પોતાના બાળકોમાં કરાવી રહી છે. પાટણમાં તેના ઘરે ઘણાં સંસ્મરણો વાગોળતાં અમારા સૌના હૈયા પણ પુલકિત થયા અને યાદગીરીરૂપ તસ્વીર પણ ક્લીક કરી. 🙏🏻 જય માં 🙏🏻


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877