Explore

Search

September 14, 2025 6:37 am

लेटेस्ट न्यूज़
Advertisements

ધાર્મિક કથા : ભાગ 53 શિષ્યનું સમર્પણ અને ગુરૂને માન આપવાનો દિવસ એટલે ગુરૂપૂર્ણિમા 👏👏 : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 53 શિષ્યનું સમર્પણ અને ગુરૂને માન આપવાનો દિવસ એટલે ગુરૂપૂર્ણિમા 👏👏 : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 53
શિષ્યનું સમર્પણ અને ગુરૂને માન આપવાનો દિવસ એટલે ગુરૂપૂર્ણિમા 👏👏
ગુરૂપૂર્ણિમા એટલે મહાભારતના રચયિતા કૃષ્ણ દેવાયન વ્યાસજીનો જન્મ દિવસ. તેઓ સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. તેમણે ચાર વેદોની રચના પણ કરી તે ખુશીમાં સારો સંસાર આ પવિત્ર દિવસને ગુરૂપૂર્ણિમા તરીકે અષાઢ સુદ પૂનમે ઉજવે છે. ગુરૂપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહે છે. પ્રાચિન કાળમાં શિક્ષણ નિ:શુલ્ક હતુ. એ સમયમાં ગુરૂઓ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા. તેની ગુરૂદક્ષિણા સ્વરૂપે શિષ્યો આ વ્યાસ પૂર્ણિમાએ પોતાની યથાશક્તિ મુજબ દાન-દક્ષિણા આપી ઋણ મુક્ત થવાનો નમ્ર પ્રયાસ કરતાં હતાં. ભારતિય સંસ્કૃતિમાં ભગવાન કરતાં ગુરૂનું મહત્વ અધિક છે.
गुरु गोविंद दोनो खडे, किसको लागु पाय
बलिहारी गुरु आपकी गोविंद दियो बताय
ગુરૂ એટલે અંધકાર-અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર. ગુરૂ આપણા જીનવમાં અજ્ઞાનતા તેમજ અંધકાર દૂર કરી સાચી દિશાનું જ્ઞાન આપી પ્રભુના માર્ગે વાળવાનું કામ કરે છે. કહેવાય છે કે “ગુરુ વિના જ્ઞાન નહીં” અર્થાત જીવનનું અંતિમ લક્ષ મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે. પ્રભુનું શરણ ગુરૂ વિના સંભવ નથી. માટે આપણા ઘરસંસારરૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર ગુરૂ એક માત્ર છે. ગુરૂપૂર્ણિમાની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે. તમામ આશ્રમોમાં, શાળાઓમાં, મંદિરોમાં, ગુરૂ સ્થાનોમાં ગુરૂમૂર્તિની પૂજા તેમજ ચરણ પાદૂકાની પંચોપચાર પૂજા થાય છે. સાધક, શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત ગુરૂ પરંપરાને યાદ કરી તેમને નમન કરે છે. ગુરૂની પવિત્ર પ્રસાદી અને આશિર્વાદ સ્વરૂપ તમામ દેવમંદિરોમાં, આશ્રમોમાં પ્રસાદ ભંડારાનું આયોજન થાય છે. જે માર્ગે ગુરૂ ચાલ્યા.. સાધના કરી.. એમની ચરણરજ અને આશીર્વાદ લેવાનો આ ઉત્તમ અને પવિત્ર દિવસ છે. ગુરૂકૃપા મેળવવા માટે શ્રધ્ધા હોવી અત્યંત જરૂરી છે. 364 દિવસ તમારા માટે ગુરૂદેવે માર્ગદર્શન આપ્યું, પોતે તપ્યા, વિદ્યા આપી, સંકટમોચન બન્યા તો 365 મો એક દિવસ એ ગુરૂ માટે છે.. આ દિવસે દરેક શિષ્યે પોતાના ગુરૂ પાસે જવું જ જોઇએ અને યોગ્ય દક્ષિણા પણ પ્રદાન કરવી જોઈએ… આપ સૌને ગુરૂપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ અને આપ આપનાં ગુરૂનાં કૃપાપાત્ર બનો એ જ અભ્યર્થના.. 🌹🙏🏻 जय हो 🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements