આજ રોજ દમણમાં વિદેશી દારૂ બનાવતી ખેમાણી ડિસ્ટિલરિઝ માં મળતી માહિતી મુજબ CBI,GST અને ઈન્ક્મ ટેક્ષની ટીમે એક સાથે છાપો માર્યો હતો, અને આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી CBI ની ટીમે દમણ એકસાઇઝ વિભાગના અધિકારીઓને ડિસ્ટીલરીઝની ફાઈલ સાથે બોલાવવામાં આવેલ હોય એ મુજબ તપાસ લાંબા સમય સુધી સઘન ચાલશે એવું લાગી રહ્યુ છે, ખેમાણી ડિસ્ટીલરીઝના અલગ અલગ યુનિટોમાં CBI તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે, આ કંપની પર આ પહેલા પણ વેટ ચોરીનો કેસ થયેલ છે જેનો નિકાલ હજી સુધી આવેલ નથી જે લગભગ 340 કરોડ જેટલી રકમનો છે, આ તપાસમાં CBI ને શું મળે છે એ જોવું રહ્યું પણ જે હિસાબે CBI ની અલગ અલગ ટિમો તપાસ કરી રહી છે એ હિસાબે કાંઈક મોટું ભોપાળું બહાર પડે એવી શક્યતા જણાઈ રહી છે.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877