Explore

Search

November 21, 2024 12:37 pm

लेटेस्ट न्यूज़

આમલકી એકાદશીના દિવસે જ ભગવાન શિવ માતા પાર્વતીને લગ્ન પછી પહેલીવાર કાશી આવ્યાં હતાં. આ દિવસથી વારણસીમાં હોળીનો તહેવાર શરૂ : Namrata Kansara

આમલકી એકાદશીના દિવસે જ ભગવાન શિવ માતા પાર્વતીને લગ્ન પછી પહેલીવાર કાશી આવ્યાં હતાં. આ દિવસથી વારણસીમાં હોળીનો તહેવાર શરૂ : Namrata Kansara

Happy Ekadashi..🌷💐🌹😇🙏સનાતન ધર્મ અનુસાર જેમ પ્રદોષની તિથિ ભગવાન શિવને અત્યંત પ્રિય હોય છે. એ જ રીતે ભગવાન વિષ્ણુને એકાદશી વધુ પ્રિય માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આમલકીનો મતલબ આમળા હોય છે. જેને હિન્દુ ધર્મ અને આયુર્વેદ બંનેમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આમલકી એકાદશીના દિવસે જ ભગવાન શિવ માતા પાર્વતીને લગ્ન પછી પહેલીવાર કાશી લઇને આવ્યાં હતાં. આ દિવસથી વારણસીમાં હોળીનો તહેવાર શરૂ થાય છે, જે સતત 6 દિવસ સુધી ચાલે છે. આ વખતે આમલકી એકાદશી 25 માર્ચના રોજ છે.
તમને અને તમારા પરિવારને “નમ્રતા કંસારા” તરફથી “આમલકી એકાદશી” ની ખુબ ખુબ શુભેચ્છા..💐🙏
માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને આમળાનું વૃક્ષ ખુબ પ્રિય છે. માનવામાં આવે છે કે આમળાના વૃક્ષમાં શ્રી હરી અને લક્ષ્મીજી વાસ કરે છે. જેથી તેના નીચે બેસીને પૂજન કરવામાં આવે છે. આ દિવસે આમળાનું ઉબટન. આમળાના જળથી સ્નાન, આમળાનું પૂજન, આમળાનું ભોજન અને આમળાનું દાન કરવું જોઈએ.
આ દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ.
સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને ઘીનો દીવો કરીને વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવો.
પૂજા બાદ આંબળાના વૃક્ષ નીચે નવરત્ન યુક્ત કલશ સ્થાપિત કરવો જોઈએ. જો આંબળાનું ઝાડ ન હોય તો આંબળું પ્રસાદના રૂપમાં અર્પણ કરવું.
આંબળાના વૃક્ષને ધૂપ, દીવો, ચંદન, રોલી, પુષ્પ, અક્ષત વગરેને પૂજન કરીને ગરીબ કે બ્રાહ્મણને ભોજન કરાવવું.
જે બાદ બીજા દિવસે દ્વાદશીના દિવસે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરીને જરૂરિયાતમંદ લોકોને કે બ્રાહ્મણને કળશ, વસ્ત્ર અને આંબળાનું દાન કરવું જોઈએ. જે બાદ ભોજન ગ્રહણ કરવું.
આમલકી એકાદશીની કથા
કહવાય છે કે સૃષ્ટિના આરંભમાં વિષ્ણુની નાભિથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીના મનમાં જિજ્ઞાસા પેદા થઈ કે તે કોણ છે અને તેમની ઉત્પતિ કેવી રીતે થઈ. આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે તે પરબ્રહ્મની તપસ્યા કરવા લાગ્યા. બ્રહ્માજીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. ભાવ વિહ્વળ થયેલા બ્રહ્માજીના આંસૂ તેમના ચરણો પર પડ્યા. તેમાંથી આંબળાનું વૃક્ષ ઉત્પન્ન થયું. બ્રહ્માજીની ભક્તિથી ભગવાને કહ્યું કે આ આંસુઓથી ઉત્પન્ન આ વૃક્ષ અને તેના ફળ મને અતિ પ્રિય રહેશે. જે પણ આમલકી એકાદશીના દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરશે તેના સારા પાપનો નાશ થશે. તે મોક્ષની પ્રાપ્તિનો અધિકારી બનશે.💐😇🙏🙏

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग