ધાર્મિક શિવ કથા : ભાગ 59
પવિત્ર માસમાં મહાદેવજીની વધુ ઉપાસના થાય એ માટે એક મહિનો શિવ કથા મોકલવાનો પ્રયાસ કરીશ.
🙏🏽🌸🙏🏽🌸🙏🏽🌸
શ્રાવણ સુદ એકમ
રુદ્ર પ્રાગટય અને બ્રહ્માને શ્રાપની કથા
🙏🏽🌸🙏🏽🌸🙏🏽
જ્યારે આ સમગ્ર બ્રહ્માંડમાં શૂન્ય અવકાશ હતો.. કંઈપણ ન હતું ત્યારે એક દિવ્ય સ્તંભ ઝળહળતો હતો.. જેમાંથી 2 દિવ્ય જ્યોત પ્રગટ થઈ. એક ઉપર બ્રહ્માંડમાં ગયું અને એક ક્ષીર સાગર સમુદ્રમાં. કરોડો વર્ષની તપસ્યા બાદ બંનેને જાણવાની ઇચ્છા થઇ કે અમોને પ્રગટ કરનાર કોણ..? ત્યારે દિવ્ય સ્તંભની નીચે જે શોધ કરવા ગયા તે આદિ નારાયણ બન્યા.. અને આકાશમાં ગયા તે બ્રહ્માજી.. પરંતુ અભિમાન આવ્યું કે બ્રહ્માંડમાં સૌથી મોટું કોણ..? એટલે એક શરત મૂકી કે જે આ દિવ્ય સ્તંભનો છેડો ગોતે એ સૌથી મોટા ભગવાન.. આદિ નારાયણ પાતાળ સુધી ગયા પરંતુ કોઈપણ ના મળ્યું એટલે એમને દિવ્ય સ્તંભને નમસ્કાર કર્યા અને ઉભા રહી ગયા પણ ચતુરાઈપૂર્વક બ્રહ્માજીએ એક કેતકીના પુષ્પને કીધું કે જો તું બોલી આપે કે મેં આ દિવ્ય સ્તંભનો છેડો પામી લીધો તો હું તને વરદાન આપીશ એટલે કિતકી પુષ્પ માની ગયું.. બંને ભેગા થયા અને આદિ નારાયણ સામે કેતકીએ ખોટી જુબાની આપી.. એવામાં દિવ્ય સ્તંભમાંથી એક કાળ પુરુષ પ્રગટ થયા ને ક્રોધિત થઈને ખોટી જુબાની આપવા બદલ કેતકીને શ્રાપ આપ્યો કે આજ પછી મારી પૂજામાં તારું સ્થાન નહિ મળે અને બ્રહ્માને જણાવ્યું કે તમેં ખોટું બોલ્યા છો એટલે પાંચમા મુખનું હું છેદન કરું છે અને બ્રહ્માનું પાંચમું મુખ કપાઈ ગયું અને નારાયણ સત્ય હતા એટલે એ મહાદેવના આરાધ્ય દેવ બન્યા અને જણાવ્યું કે હે બ્રહ્મા! નારાયણ હું એજ છું જેની તમે આ દિવ્ય સ્તંભમાં શોધ કરો છો.. અનંત કાળથી મેંજ વિનાશ કરેલ સૃષ્ટિની ઉત્પતિ માટે મેં તમારું પુનઃ સર્જન કર્યું છે.. કાળક્રમે તમારો અંત થાય છે મારો નહિ.. હું જ છું મહારુદ્ર.
આમ શિવપુરાણમાં પ્રથમ ભાગમાં રુદ્ર ઉત્પતિની કથાનું વર્ણન જોવા મળે છે..
જય મહાકાલ હર હર ભોલે..
🙏🏽🌸🙏🏽🌸🙏🏽🌸🙏🏽
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877