Explore

Search

November 22, 2024 8:33 am

लेटेस्ट न्यूज़

લેસ્ટર સિટી કૌંસિલ ચૂંટણી-૨૦૨૩ મા ડોર-ટૂ-ડોર પ્રચાર ચરમ સીમાએ : Keshav Batak

લેસ્ટર સિટી કૌંસિલ ચૂંટણી-૨૦૨૩ મા ડોર-ટૂ-ડોર પ્રચાર ચરમ સીમાએ : Keshav Batak

. દિનાંક-૧૦-૦૪-૨૦૨૩

  • લેસ્ટર સિટી કૌંસિલ ચૂંટણી-૨૦૨૩ મા ડોર-ટૂ-ડોર પ્રચાર ચરમ સીમાએ

જયંતિલાલ ગોપાલની ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, જયંતિલાલ- ” હું જીતીશ તો બેલગ્રેવને સમસ્યામુક્ત કરીશ”, કેશવ બટાકે કહ્યું “
જયંતિલાલભાઈની વિજય સુનિશ્ચિત”

લંડન.લેસ્ટર સિટી કૌંસિલની સામાન્ય ચૂંટણી-૨૦૨૩ માં ડોર-ટૂ-ડોર પ્રચાર જોર પકડી રહ્યું છે. લેબર પાર્ટીને લેસ્ટર સિટી કૌંસિલની સત્તા પરથી ઉતારી ફેંકવા કંજરવેટિવ પાર્ટી ફુલ જોર લગાવી રહી છે.ગુજરાત અને દમણ-દીવ મૂળનાં લોકો બાહુલ્ય બેલગ્રેવ વાર્ડથી કંજરવેટિવ પાર્ટીના ઉમેદવાર જયંતિલાલ ગોપાલ સારી પોઝિશનમાં જણાઈ રહ્યો છે. જયંતિલાલ ગોપાલને ડોર-ટૂ-ડોર કૈમ્પેનમાં મતદારો અવકારી રહ્યા છે. કેમ કે બેલગ્રેવ વાર્ડના મતદારો જયંતિલાલ ગોપાલને સારી રીતે ઓળખે છે. જયંતિલાલ ગોપાલે લેસ્ટર હિંસાના (૧૭-૧૮ સપ્ટેમ્બર ૨૦૨૨) સમયે બન્ને કોમ વચ્ચે શાંતિ સ્થાપવા સારી ભૂમિકા ભજવી હતી. જયંતિલાલ ગોપાલની છવિ કૌમી એકતા વાળી છે. કોમ્યુનિટી લીડર અને સમાજ સેવાના દીર્ઘ અનુભવ ધરાવે છે. જયંતિલાલ ગોપાલે લેસ્ટર, યૂકેમાં વસતા દમણના બહુસંખ્યક
માછી કૉમ્યુનિટીના પ્રભાવશાળી સંગઠન ‘ શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર (૨૦૦૩ મા સ્થાપિત) ના પ્રમુખ છે અને ૨૦ વર્ષથી કોમ્યુનિટી સેવા આપી રહ્યો છે. હસમુખ-મિલનસાર સ્વભાવના જયંતિલાલ ગોપાલ સર્વસુલભ માણસ છે. તેઓ લોકોની સેવા માટે સદાય ઉપલબ્ધ રહે છે. જયંતિલાલ ગોપાલના સાથે ધરે-ઘરે ચૂંટણી પ્રચાર કરતાં સમર્થકો કહે છે કે જયંતિભાઈને ‘ આશિર્વાદ’ મળી રહ્યો છે. લંડન-યૂકેમા ભારતના આવાજ બુલંદ કરનાર દમણપુત્ર કેશવભાઈ બટાકનું કહેવાનું છે કે ” બેલગ્રેવ વાર્ડના અમારા વ્હાલા ગુજરાત- દમણ-દીવના લોકોને જયંતિલાલ ગોપાલ જેવા સેવાભાવી કૌંસિલર ચૂંટવાની સુવર્ણ તક છે.” યુનાઈટેડ કિંગડમના બિન નિવાસી ભારતીયોના પ્રભાવશાળી સંગઠન એનઆરઆઈ ગ્રુપ લંડન-યુકેના કન્વીનર કેશવ બટાકે વધુમાં જણાવ્યું કે ” જયંતિલાલ ગોપાલભાઈની પોલીસ-પ્રશાસનમા
સારી પકડ છે. ૪ મેની ચૂંટણી બાદ લેસ્ટર સિટી કૌંસિલમાં કંજરવેટિવ પાર્ટીની સત્તા આવી રહી છે. કંજરવેટિવ પાર્ટીના ઉમ્મેદવાર જયંતિલાલ ગોપાલભાઈ ચૂંટણી જીતશે તો બેલગ્રેવ વાર્ડની સમસ્યાઓનું અંત અને પુરઝડપ વિકાસ થઈ શકશે.” યૂકેના માછી અગ્રણી પ્રમોદભાઈ ટંડેલ કહે છે કે ” બેલગ્રેવના લોકોને જયંતિલાલ ગોપાલજી જેવા સુશિક્ષિત- એક્ટિવ-સંઘર્ષશીલ સેવાભાવી કૌંસિલર બીજો નહીં મળશે. આ વાતને બ્રેલગ્રેવના જાગૃત મતદારોને સમઝવાની જરૂર છે. ” જયંતિલાલ ગોપાલનું કહેવાનું છે કે ” સમાજસેવાજ પ્રભુ સેવા છે આમ હું માનું છૂં. હૂં બેલગ્રેવ એરિયાની જરૂરિયાતો અને સમસ્યાઓને સારી રીતે જાણું છું. હૂં કૌંસિલર ચૂંટાયા બાદ બેલગ્રેવ વાર્ડને વધુ ડેવલપ અને સમસ્યામુક્ત કરવામાં સક્ષમ છૂં. મારા બેલગ્રેવ વાર્ડના બધા મતદારોને મને જંગી બહુમતીથી જિતાડવાની નમ્ર વિનંતી છે.” ઉલ્લેખનીય છે કે બીકૉમ ગ્રેજ્યુએટ જયંતિલાલ ગોપાલ ૧૯૯૦ થી લેસ્ટરમાં સ્થાઈ રીતે રહી બિઝનેસ અને સમાજસેવા કરી રહ્યાં છે. બીજી બાજુ ૫૪ બેઠકની (૨૨ વાર્ડ) લેસ્ટર સિટી કૌંસિલની આવતા મહિને ૪ તારીખે ચૂંટણી થવાની છે. સત્તારૂઢ લેબર પાર્ટી લેસ્ટર સિટી કૌંસિલમાં પોતાની સત્તા ટકાવી રાખવાની સંઘર્ષ કરી રહી છે. સત્તાયુદ્ઘમાં કંજરવેટિવ પાર્ટી બાજી મારી લેશે કે લેબર પાર્ટી સત્તા કાયમ રાખવામાં કામયાબ થશે? એ જોવાનું રહ્યું.
લિ.
NRI, Group, UK, London

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग