Explore

Search

November 21, 2024 10:36 pm

लेटेस्ट न्यूज़

જીવનચરિત્ર કથા : ભાગ 195 હરકિસન મહેતા (1928-1998) ગુજરાતી લેખક અને ચિત્રલેખા સાપ્તાહિકનાં સંપાદક,ઘણી નવલકથાઓ લખી છે એમનો જન્મદિવસ : Manoj Acharya

જીવનચરિત્ર કથા : ભાગ 195 હરકિસન મહેતા (1928-1998) ગુજરાતી લેખક અને ચિત્રલેખા સાપ્તાહિકનાં સંપાદક,ઘણી નવલકથાઓ લખી છે એમનો જન્મદિવસ : Manoj Acharya

જીવનચરિત્ર કથા : ભાગ 195
હરકિસન લાલદાસ મહેતા (1928-1998) ગુજરાતી લેખક અને ચિત્રલેખા સાપ્તાહિકનાં સંપાદક હતા. તેમણે ઘણી નવલકથાઓ લખી છે. આજે એમનો જન્મદિવસ છે.
હરકિસન મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા ગામમાં ૨૫ મે, ૧૯૨૮ના રોજ થયો હતો. તેમણે મહુવામાં એમ. એન. હાઇસ્કૂલ ખાતે પ્રાથમિક શિક્ષણ સંપન્ન કર્યું. ત્યારબાદ જૂન ૧૯૪૫માં તેઓ મુંબઈ આવ્યા અને અહીં તેઓએ ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ કર્યો. ૧૦ ફેબ્રુઆરી ૧૯૫૩ના રોજ માટુંગા, મુંબઈમાં તેમનાં લગ્ન કલાબેન સાથે થયાં હતાં. ૧૯૫૨માં તેઓ ‘ચિત્રલેખા’ સામયિકમાં વજુ કોટકના વડપણ હેઠળ જોડાયા પણ ૧૯૫૮ના જૂનમાં આર્થિક ભીંસને લીધે તેઓ છૂટા થયા. ત્યારબાદ ટૂંક સમય માટે તેમણે વિક્રોલીમાં ટેક્સટાઇલની લૂમ નાખી. વજુભાઈનાં અવસાન બાદ, તેઓએ ૧૯૫૯ થી ૧૯૯૮ સુધી ગુજરાતી ‘ચિત્રલેખા’ના સંપાદક (તંત્રી) તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેમણે ચિત્રલેખામાં ધારાવાહિક સ્વરૂપે નવલકથાઓ લખી હતી. તેમની નવલકથાઓમાં જગ્ગા ડાકુના વેરનાં વળામણાં, અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ, ચંબલ તારો અંજાપો, માણસ નામે ગુનેગાર, સંસારી સાધુ, ભેદ-ભરમ, દેવ-દાનવ, અંત-આરંભ, પાપ-પશ્ચાતાપ, જોગ-સંજોગ, જડ-ચેતન, સંભવ-અસંભવ, તરસ્યો સંગમ, પ્રવાહ પલટાયો, મુક્તિ બંધન, શેષ-વિશેષ, વંશ-વારસ, ભાગ્ય સૌભાગ્ય, લય-પ્રલયનો સમાવેશ થાય છે. તેમણે વજુ કોટકની અધૂરી રહેલી નવલકથા ડોક્ટર રોશનલાલ પૂર્ણ કરી હતી. સ્વિડન સોનાનું પિંજર તેમની પ્રવાસકથા છે. તેમણે શરીરથી જોડાયેલા સિયામી જોડિયા નામનું પુસ્તક સિયામિઝ જોડિયા ભાઇઓના જીવન પરથી લખ્યું હતું. સૌરભ શાહે તેમના જીવન પર આધારિત પુસ્તક સર્જન-વિસર્જન નું સંપાદન કર્યું છે. તેઓ સોરાયસિસ નામના ચર્મરોગથી પીડાતા હતા. ૩ એપ્રિલ, ૧૯૯૮ના રોજ જૂહુ, મુંબઈ ખાતે હ્દયરોગના હુમલાથી તેમનું અવસાન થયું. ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग