Daman. ૧૫-૦૩-૨૦૨૪
દીપેશ ટંડેલને તત્કાળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરવી જોઈએ : કેશવભાઈ બટાક
- ક્રિમિનલ કેસોના આરોપી દીપેશ ટંડેલને પ્રદેશ ભાજપાધ્યક્ષ પદે રહેવાથી મોદી-શાહની છવિ પણ ખરાબ થઈ રહી છે
- ભાજપને જો દમણ-દીવ અને દાનહની લોકસભાની સીટ જીતવી હોય તો દીપેશ ટંડેલને તાત્કાલિક ભાજપ અધ્યક્ષ પદેથી હટાવું જરૂરી
દમણ. સામાજિક કાર્યકર કેશવભાઇ બટાકે દીપેશ ટંડેલ પર ત્રીજુ એફઆઈઆર દર્જ થયા હોવાની ઘટનાને ગંભીર ગણાવતાં કહ્યું કે જો ભાજપને દમણ-દીવ અને દાનહ લોકસભાની બન્ને બેઠકોને જીતવી હોય તો દીપેશ ટંડેલની પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદેથી તત્કાલ હકાલપટ્ટી કરવી જોઈએ. કેશવભાઈ બટાકે પ્રેસ બયાનમાં કહ્યું કે દીપેશ ટંડેલ પર પહેલા એફઆઈઆર તેમની સાસુએ, બીજી એફઆઈઆર સંપત્તિ હડપવાનો અને દલિત ઉત્પીડન ( એક્ટ્રોસિટી) ની અને ત્રીજી એફઆઈઆર બે દિવસ પહેલા આઈપીસીની કલમ ૧૧૪,૫૦૪,૫૦૬, ૪૪૭,૪૨૭, ૩૪ જેવી ધાક-ધમકી અને બીજા ગંભીર ગુનાઓની દર્જ કરાઈ છે. દીપેશ ટંડેલ દમણના દિવંગત નામચીન તબીબ ડૉ. અશોક ધનવાનીની સંપતિ હડપવાનો કેસમાં ૦૮-૦૮- ૨૦૨૩ થી દમણ કોર્ટની બેલ પર બાહેર છે. કેશવભાઈ બટાકેનું કહેવાનો છે કે દીપેશ ટંડેલ પર દર્જ ત્રણેય એફઆઈઆર ક્રિમિનલ ઑફેન્સનું છે. એવા ક્રિમિનલ આરોપી દીપેશ ટંડેલ સિવિલ સોસાયટી માટે ખતરારૂપ છે. એવા વ્યક્તિ દીપેશ ટંડેલને કેન્દ્રની સત્તારૂઢ પાર્ટી ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદે આરૂઢ રહેવાથી તેમણે આવા ક્રિમિનલ કાવતરો કરવાનું ઑકસીજન મળતુ છે. ૩-૩ ક્રિમિનલ એફઆઈઆર દર્જ થયા બાદ ભી દીપેશ ટંડેલને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદે બની રહેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહજીના નામ પણ ખરાબ થઈ રહ્યું છે. એ જોતાં દીપેશ ટંડેલને પહેલી ફુર્સતમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદેથી દૂર કરવી જોઈએ. નહીંતર લોકસભા ચૂંટણી ટાંણે ભાજપને દમણ-દીવ અને દાનહ લોકસભાની બન્ને સીટો ચૌકસ પણે ગુમાવી પડશે.
લિ .
કેશવભાઈ બટાક,
સામાજિક કાર્યકર, દમણ.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877