Explore

Search

November 21, 2024 10:24 pm

लेटेस्ट न्यूज़

ધાર્મિક (કથા) પ્રવાસ : ભાગ 37 : Manoj Acharya

ધાર્મિક (કથા) પ્રવાસ : ભાગ 37 : Manoj Acharya

ધાર્મિક (કથા) પ્રવાસ : ભાગ 37
સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ તા. 16/12/2021, ગુરૂવાર
આજનો આ પવિત્ર દિવસ સાળંગપુર અને સરધાર સ્વામિનારાયણ મંદિરનાં દર્શન માટે યાદ રહેશે. વાત એમ બની કે હું (મનોજ આચાર્ય) મારા વડિલ સ્નેહી મિત્રો સાથે રાજકોટમાં આવેલી શ્રી હસુભાઇ પ્રજાપતિની ઓફિસ ‘સત્કારી યાત્રા સંઘ’ ની ઓફિસે બેઠો હતો ત્યારે અચાનક એવી વાત થઈ કે આપણે સાળંગપુર હનુમાનદાદાનાં મંદિરે અને સરધારમાં નવનિર્મિત સ્વામીનારાયણ મંદિરના દર્શને જવું છે, જેનો સૌએ તુરંત સ્વીકાર કર્યો અને સવારે 8.30 વાગે શ્રી હસુભાઇની કવાલિસ કારમાં અમે સૌ સાળંગપુર જવા નીકળ્યા. મારી સાથે સૌના વડિલ એવા 80 વર્ષીય શ્રી રણજીતસિંહ પરમાર, શ્રી રાહુલભાઇ જોષી (સૌથી જુના પ્રિન્ટીંગ પ્રેસ સપ્લાયર), શ્રી હરેશભાઇ દવે તથા શ્રી હર્ષદભાઈ દેસાઈ હતા. રાજકોટથી ત્રંબા, સરધાર, વિરનગર, આટકોટ, જસદણ, વિંછીયા, પાળિયાદ અને બોટાદ થઈને બપોરે 1.30 વાગે અમે સાળંગપુર પહોંચ્યા ત્યારે મંદિર બંધ હતું એટલે સૌપ્રથમ અમે સંસ્થા દ્વારા સંચાલિત ભોજનાલયમાં પ્રસાદ લીધો, જે 100 વર્ષથી પણ વધુ ચાલી રહ્યું છે. આ હનુમાન મંદિર, સાળંગપુર બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે. મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ, ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યું. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત, પિશાચ-ડાકણ, વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા. ભગવાનની સાથે ભક્તની પૂજા કરવાના સિદ્ધાંત માટે શાસ્ત્રીજી મહારાજે વડતાલ સંસ્થા છોડી અક્ષરપુરુષોત્તમ માટે બોચાસણમાં મંદિરની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ સાળંગપુરમાં મંદિરની ધામધૂમપૂર્વક સ્થાપના કરી. હાલમાં આ મંદિરની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં સ્વામિનારાયણ સંત તાલિમ કેન્દ્ર, ખ્યાતનામ ગૌશાળા અને પ્રમુખ સ્વામી વિદ્યામંદિર ચાલી રહ્યા છે. દર વર્ષે હોળી-ધૂળેટી ઉત્સવની ઉજવણી બી.એ.પી.એસ. સંસ્થાનાં પ્રમુખ હજારોની જનમેદની વચ્ચે કરે છે. મંદિરમાં સવારે પહેલી મંગળા આરતી ૫:૩૦ વાગ્યે થાય છે. આજે તો આ મંદિર વિશાળ બની ચુક્યું છે. ચોતરફ હરીયાળીવાળા બગીચા તથા સમગ્ર પરિસર સ્વચ્છ અને સુંદર છે. બપોરે 3.15 કલાકે મંદિરનાં દ્વાર ખુલ્યા અને દાદાનાં જયઘોષ સાથે અમે સૌએ પણ પ્રવેશ કરીને દાદાના અત્યંત ભાવવિભોર બનીને દર્શન કર્યા અને સહજભાવે અશ્રુબિંદુ સરી પડ્યા… 😢 ત્યારબાદ પ્રસાદીનાં પેકેટ લઇ તથા ચા-પાણી પીધા બાદ સાંજે 4 વાગે રવાના થયા અને સરધાર સાંજે 6.30 વાગે પહોંચ્યા, જેની વિગત હવે પછીની પોસ્ટમાં આપીશ, હોં..!! 🙂
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग