Explore

Search

July 31, 2025 5:37 am

लेटेस्ट न्यूज़
Advertisements

આજે અટલજીની સાથે સાથે નાથાલાલ ઝઘડાનો પણ જન્મદિવસ : Manoj Acharya

આજે અટલજીની સાથે સાથે નાથાલાલ ઝઘડાનો પણ જન્મદિવસ : Manoj Acharya

સ્વ.શ્રી નાથાલાલ ઝગડા…
આજે અટલજીની સાથે સાથે નાથાલાલ ઝઘડાનો પણ જન્મદિવસ છે.
જનસંઘ પાસે જ્યારે કોઈ સાધન ન હતાં ત્યારે સ્કૂટર ઉપર અને એસ.ટી.ની બસોમાં આખુંએ ગુજરાત ખૂંદી વળીને કોઈ અપેક્ષા ન રાખનારા, નિસ્વાર્થ કાર્યકર્તાઓ ગામેગામ તૈયાર કરીને જનસંઘનો મજબૂત પાયો નાખનાર જે પાંચ, સાત આગેવાનો હતા, તેમાંના એક નાથાભાઇ. 1970માં પ્રથમ વાર એક લાખ લોકોનો મોરચો અમદાવાદ ખાતે નીકળ્યો હતો. તેમાં આવનાર કાર્યકર્તાઓના ભોજન માટે તેલના ડબ્બા એકત્ર કરવા કાલુપુરના તેલબજારમાં જાતે સ્કુટર પર ફરતા નાથાભાઈને જોયા છે. સાંજે અટલજીની વિશાળ સભા પૂરી થયા પછી સ્ટેજનો મંડપ છોડી નખાયા પછી હાથમાં આવી તેટલી સૂતળી અને કાથીના પિંડલા જાતે વીંટતા નાથાભાઇને પણ જોયા છે. તેમના મોટા ભાઈ એક હોટલમાં કામ કરતા હતા. તે એક વાર રાયપુર ચકલાવાળા જનસંઘ કાર્યાલય પર આવ્યા. ઘરની ખૂબ નબળી સ્થિતિને કારણે ધુવાંપુવા હાલતમાં હતા. નાથાભાઇ હાજર ન હતા. તેમની ગેરહાજરીમાં જ મોટાભાઈએ તેમના વિરૂધ્ધ ઘણો ગુસ્સો ઠાલવ્યો. કહ્યું, “એને કહેજો કે તું હજુ મિનિસ્ટર નથી થઈ ગયો. “મોડેથી નાથાભાઇ આવ્યા. તેમને ભાઈની નારાજગીની વાત કરી તો નાથાભાઇએ મોટાભાઈ માટે ખૂબ આદર સાથે કહ્યું, “એમની નારાજગી સાચી છે. એ મને તમાચો મારે તો પણ તેમને હક છે. આપણે ઘરની કોઈ જવાબદારી નિભાવી નથી. જનતા મોરચાની સરકાર વખતે બાબુભાઈ પટેલે તેમને એક મહત્વનો હોદ્દો સંભાળવા આગ્રહ કર્યો હતો. નાથાભાઇએ તેનો અસ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું, “મારે કોઈ હોદ્દો જોઈતો નથી.” તેમનો અને અટલજીનો જન્મ એક જ દિવસે થયો હતો. એકનો સવારે ને બીજાનો સાંજે. નાથાભાઇ તેમના વિનોદી સ્વભાવ મુજબ કહેતા.,” જોયું? સવાર સાંજમાં કેટલો ફરક પડીજાય છે?!!”
સ્વ. શ્રી નાથાભાઇને તેમના જન્મદિવસે વિનમ્ર શ્રદ્ધાંજલી સાથે ભાવવંદન 👏💐
અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં તેમનાં નામે બ્રીજ બનાવવામાં આવેલો છે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements