Explore

Search

August 30, 2025 6:37 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો ડે : Manoj Acharya

13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો ડે : Manoj Acharya

13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો ડે તરીકે ઉજવાય છે.
યુનેસ્કોએ 13 ફેબ્રુઆરીને વર્લ્ડ રેડિયો તરીકે જાહેર કરેલો છે. રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું માધ્યમ છે અને તે શક્તિશાળી અને સસ્તું પણ છે અને તેથી જ તો રેડિયોનો અવાજ કરોડો લોકો સુધી પહોંચે છે. રેડિયોનાં અનેક સૂરીલાં સ્મરણો છે. નાનપણમાં રેડિયો મોટો વૈભવ હતો. ગામમાં જેની કને રેડિયો હોય તે વ્યક્તિ શ્રીમંત કે મોભેદાર ગણાતી. જેની પાસે રેડિયો હોય તેના ઠાઠમાઠ વધી જતા. એ સમયે વાલ્વવાળા રેડિયો આવતા. ખાસ કરીને લાકડાની લાંબી આરામખુરશીમાં દાદાજી બેઠા બેઠા સમાચાર સાંભળતા હોય એ દ્રશ્ય હજુ પણ સાંભરે છે. એ પછી ટ્રાન્ઝીસ્ટર રેડિયો આવ્યા અને એ સમયે કોઈ છેલબટાઉ ગામમાં નવો રેડિયો લાવે એટલે કાંખમાં છોકરું તેડ્યું હોય તેમ તેને તેડીને શેરીમાંથી નીકળે..! રેડિયો પર મોટા અવાજે ભજન વાગતું હોય અને એ વખતે રેડિયો લઈને નીકળનાર યુવાનનો રૂઆબ રાજાથી સહેજ પણ ઉતરતો ના હોય..! સવારે કોઈના ઘરે મોટેથી રેડિયો વાગતો હોય અને લોકો ભજનનો આનંદ લૂંટતા હોય. સવારે 8 થી 9 ઓલ ઇન્ડિયા રેડિયો પર આવતાં ફરમાઇશી ગીતો આજે પણ કાનમાં ગૂંજે છે. હવામહેલ કે છાયાગીત જેવા કાર્યક્રમો સાંભળવાની મઝા આવતી. રેડિયો સિલોનમાં આવતું બિનાકા ગીતમાલા અને અમીન સાયાની સ્મરણ મંજૂષામાં આજે પણ હેમખેમ છે. સાંજે રજૂ થતા પ્રાદેશિક સમાચાર તો લોકો ટોળે વળીને સાંભળે. રેડિયો પર રજૂ થયેલાં અનેક રૂપકો અને નાટકોના રસના તો અમે મોટા મોટા ઘૂંટડા ભરતા. ગ્રામ પંચાયતની ઓફિસે લાઉડ સ્પીકર પર વાગતો રેડિયો હવે ખોવાઈ ગયો છે. હા, તેના પર સાંભળેલાં ભજનો બરાબર યાદ છે. અને હા, ક્રિકેટની એ રનિંગ કોમેન્ટરી તો કેમ ભુલાય..?! એ સાંભળતા જાણે આપણે મેદાનમાં સદેહે હોય એવો અનુભવ થતો. મને બરોબર યાદ છે કે જયારે TV નું આગમન થયેલું ત્યારે દ્રશ્યો તેમાં જોવાના અને કોમેન્ટરી રેડિયોમાં સાંભળવાની..!! નાનપણમાં રેડિયો સેટ સાથે ધબકતો સંબંધ બંધાયો હતો જે આજે મારા જીવનનાં 56 માં વર્ષે પણ મને આકાશવાણી સાંભળવાનું વધુ ગમે છે. રેડિયોનું સ્મરણ માત્ર સ્મરણો નથી જગવતું, સંવેદન પણ ઝંકૃત કરે છે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements