Explore

Search

June 6, 2025 5:05 am

लेटेस्ट न्यूज़

दमन में सड़क सुरक्षा अभियान को मिली नई दिशा, “Helmet Hero “मुहिम के अंतर्गत आयोजित हुई जागरूकता ग्राम सभा माननीय प्रशासक श्री प्रफुलभाई पटेल के कुशल नेतृत्व में दमन में सड़क सुरक्षा के प्रति जनजागरूकता अभियानोंको नई गति

Advertisements

વૃક્ષારોપણ દેવકા તાઈવાડ સ્કૂલના પ્રાંગણમાં કરવામાં આવ્યું : President Lion Ilaben Tailor

વૃક્ષારોપણ દેવકા તાઈવાડ સ્કૂલના પ્રાંગણમાં કરવામાં આવ્યું : President  Lion Ilaben Tailor

દમણ.
આઝાદી મળ્યા પછીના 76 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડ માંથી વધીને 130 કરોડની ઉપર થઈ ગઈ છે. વસ્તી વધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાય છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડે છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે તે ઉપરાંત હવા પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદુષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે અને વિશ્વમાં પણ થાય છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે ‘વૃક્ષારોપણ ‘ અને તેના જ સંદર્ભમાં વિશ્વમાં તારીખ 28 જુલાઈ ના દિવસે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે. ‘પૃથ્વી અને પ્રકૃતિ આવનાર પેઢીની ધરોહર છે અને આપણે બીજાની ધરોહરનું રક્ષણ કરવું જોઈએ’. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે લાયન્સ પરિવાર દમણે (લાયન્સ અને લિયો )આ સંદર્ભે 30 છોડવાઓ નું વૃક્ષારોપણ કરી નાનકડો સહયોગ આપ્યો છે.આ વૃક્ષારોપણના આયોજન માટે લિયો પ્રેસિડેન્ટ વિધી ટેલરે ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો.
આ વૃક્ષારોપણ દેવકા તાઈવાડ સ્કૂલના પ્રાંગણમાં કરવામાં આવ્યું. જેમાં ફળોના, આયુર્વેદિક અને ફૂલના છોડવાનું રોપણ કરવામાં આવ્યું. જેમાં શાળાના શિક્ષકોએ પણ સાથ આપ્યો હતો.
જેમાં લાયન્સ પ્રેસિડન્ટ ઇલા ટેલર લીયો પ્રેસીડન્ટ વિધી ટેલર, ઝેડ. સી. પ્રવીણભાઈ પટેલ, પ્રવીણભાઈ પ્રભાકર, વિજયભાઈ ટંડેલ, કાંતિભાઈ પામસી, સવિતા પ્રભાકર, ધર્મિષ્ઠા ટંડેલ, સવિતા ચાઈવાલા, વર્ષા પટેલ, પાર્થ ટેલર, હિરલ મોદી, વિવેક ચાઇવાલા, કુશાંગ ટંડેલ તથા શાળાના મુખ્ય શિક્ષિકા રમીલાબેન અને અન્ય શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements