Explore

Search

November 21, 2024 1:21 pm

लेटेस्ट न्यूज़

શ્રીમદ્ ભાગવત રહસ્ય:📱પેજ:91 & 91 – A સ્કંધ: પાંચમો:– Niru Ashra

શ્રીમદ્ ભાગવત રહસ્ય:📱પેજ:91 & 91 – A સ્કંધ: પાંચમો:– Niru Ashra

👏🌄🌻’📕’🌷
🌹 શ્રીમદ્ ભાગવત રહસ્ય:
📱પેજ:91 & 91 – A
🌺🍁🌸 સ્કંધ: પાંચમો:–
☘️🍀☘️🛕☘️🍀☘️
[[… ભાગવત સર્વને માટે છે ઘર છોડી તપસ્યા કરનારા માટે અને ઘરમાં રહેનારા માટે ભાગવતની કથા એ માર્ગદર્શક છે… ગૃહસ્થાશ્રમ એ કિલ્લો છે પ્રથમ તેમાં રહીને લડવું એ ઉત્તમ છે…]]
મહાપ્રભુજી કહે છે: પ્રત્યેક પદાર્થ શ્રી કૃષ્ણનો અંશ છે, તેથી આ જગત સત્ય છે. પરંતુ ખંડન-મંડનની ભાંજગડમાં પડવું નહીં. તેથી રાગ-દ્વેષ ઊભા થાય છે. જ્ઞાની પરમહંસ જ્ઞાનથી ઉપદેશ આપે છે, જ્યારે ભાગવત પરમહંશ ક્રિયાથી ઉપદેશ આપે છે. તેની પ્રત્યેક ક્રિયા ઉપદેશ રૂપે હોય છે.જડભરતની જેમ. જ્ઞાની પરમહંસનો આદર્શ ઋષભદેવજી બતાવે છે. ભાગવત પરમહંસનો આદર્શ ભરતજી બતાવે છે. ઋષભદેવ પાગલ જેવા થઈ જગતમાં ભ્રમણ કરે છે. તે સર્વ સંગનો ત્યાગ કરશે. ભરતજી સર્વમાં ઈશ્વર નો ભાવ રાખી સર્વની સેવા કરશે. ભરતજી કહેશે.
મેં સેવક સચરાચર, રૂપ સ્વામી ભગવંત. ઋષભદેવજીને દેહાધ્યાસ જ નથી. તે જ્ઞાની પરમહંસનો આદર્શ છે. ઋષભ દેવજી ની કથા પ્રથમ આવશે. ઋષભાવતાર જ્ઞાનનો આદર્શ બતાવવા માટે છે. પંચમ સ્કંધ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે, વ્યાખ્યારૂપ છે.
બીજા સ્કંધમાં ગુરુએ સાધન આપ્યું તે પછી જ્ઞાન આપ્યું. જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું તે ત્રીજા અને ચોથા સ્કંધમાં સર્ગ- વિસર્ગ લીલામાં બતાવ્યું. હવે પ્રશ્ન એ છે કે એ જ્ઞાનને સ્થિર કેમ કરવું❓ જ્ઞાનને સ્થિર કેમ કરવું. એ પાંચમાં સ્કંધમાં સ્થિતિ લીલામાં બતાવ્યું છે. સ્થિતિ એટલે પ્રભુનો વિજય. સર્વ સચરાચર પ્રભુની મર્યાદામાં રહે છે.
પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે:- મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી. તેમ છતાં તેમણે લગ્ન કેમ કર્યું❓ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં તેણે સિદ્ધિ શી રીતે પ્રાપ્ત કરી❓ કેવી રીતે એની શ્રીકૃષ્ણમાં ર્દઢ ભકિત થઈ❓
શુકદેવજી વર્ણન કરે છે:– રાજન ઘર એ ભક્તિમાં બાધક થાય છે. ગૃહસ્થ ધરમાં વિસમતા કરવી પડે છે. ગૃહસ્થ સર્વમાં સમભાવ રાખી શકતો નથી.શત્રુ, મિત્ર, ચોર શેઠ સર્વ પ્રતિસમભાવ રાખી શકતો નથી. શ્રીકૃષ્ણનો ગૃહસ્થાશ્રમ એવો હતો કે સર્વમાં તેઓ સમભાવ રાખે છે શ્રીકૃષ્ણને આંગણે એક વખત દુર્યોધન મદદ માંગવા આવ્યો. અગાઉ દુર્યોધને કૃષ્ણ નું અપમાન કર્યું હતું છતાં દુષ્ટ નફ્ફટ થઈ મદદ માંગવા આવ્યો છે. સાધારણ મનુષ્યે પોતાનું થયેલું અપમાન ભૂલશે નહીં પણ આંગણે દુર્યોધન આવ્યો તો તેને મદદ આપવા શ્રીકૃષ્ણ તૈયાર થયા છે.
અર્જુન પણ મદદ માંગવા આવેલો. દુર્યોધન કહે છે કે હું પહેલો આવ્યો છું માંગવાનો મારો અધિકાર પહેલો છે. કૃષ્ણ કહે:– હું બંને મદદ કરીશ એક પક્ષમાં મારી નારાયણી સેના અને એક પક્ષમાં હું અસ્ત્રશસ્ત્ર વગર રહીશ દુર્યોધને કે વિચાર્યું આ તો વાતો કરશે, મને વાતો કરનારની જરૂર નથી, યુદ્ધ કરનારની જરૂર છે. માંગ્યુ કે મને નારાયણી સેના ની જરૂર છે દુર્યોધને સેના માંગી. અર્જુને શ્રીકૃષ્ણ માંગ્યા. આ પ્રમાણે દુર્યોધન અને અર્જુન માં સમભાવ રાખે છે તેથી શ્રી કૃષ્ણ ગૃહસ્થાશ્રમી નથી, આદર્શ સન્યાસી છે.🙏🏻
✍️સંકલન:જયદીપ ગઢીઆ.બોરીવલી. મુંબઈ.
📲પેજ:91 -A↕️.
[[📕: શ્રીમદ્ ભાગવત મગ્ન પંડિત શ્રી રામચંદ્ર શાસ્ત્રી ડોંગરેજી મહારાજ દ્વારા પ્રકટ કિયે ગયે ભાગવત રહસ્ય કે પ્રકાશન.(1964). ]]
🌹જય શ્રીકૃષ્ણ 🌹
🐄👏⛳👏🌱👏
: 👏🌄🌻”📕”🌷


🌹 શ્રીમદ્ ભાગવત રહસ્ય:
(📱પેજ: 91 -A)
🌺🍁🌸 સ્કંધ:પાંચમો:–
☘️🍀☘️🛕☘️🍀☘️
શ્રી કૃષ્ણ: શરણં મમ🦚
[[ વ્યવહાર અને પરમાર્થ બે એક કરવો બહુ કઠણ છે… ]]
ગૃહસ્થાશ્રમમાં, ભક્તિમાં કાંઈક વિધ્ન આવે છે, તેથી પ્રિયવ્રત રાજાએ વિચાર્યું મારે આ વ્યવહાર છોડી દેવો છે. પરમાર્થમાં અભેદબુદ્ધિ અને વ્યવહાર ભેદબુદ્ધિ રાખવી પડે છે. વ્યવહારમાં ભેદભાવ જાગે છે. ભેદભાવથી બધા દોષ આવે છે. ભેદભાવ હોય તો કામ-ક્રોધ વગેરે વિકારો આવે છે. જ્ઞાની પુરુષો સર્વને અભેદભાવથી જુએ છે. વ્યવહાર અને પરમાર્થને એક કરવો બહુ કઠણ છે. ભેદભાવથી વ્યવહારમાં વિસમતા અને વેર ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનીઓ સર્વ પ્રવૃત્તિ છોડીને એકાંતમાં ભક્તિ કરે છે. ઘરમાં ભક્તિ થતી નથી, અનેક પ્રકારના વિક્ષેપ, ઉપાધિ આવે છે. ઘર છોડી તમે બધા ગંગાકિનારે જવાના નથી એટલે કહેવું પડે છે કે ઘરમાં રહી ભજન કરો. જીવ જ્યારે પ્રભુ સાથે એક થાય છે ત્યારે જ સાક્ષાત્કાર કરી શકે છે . એકાંતમાં ઈશ્વરની આરાધનાથી આ શક્ય બને છે.
પ્રિયવ્રત રાજાને એવી ઇચ્છા થઈ કે એકાંતમાં બેસી ઈશ્વરનું આરાધન કરીશ. ત્યાં બ્રહ્માજી આવ્યા છે. બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને કહે છે:– પ્રારબ્ધ ભોગવ્યા વગર ચાલતું નથી. પરમાત્માની આજ્ઞામાં રહીને હું પણ પ્રારબ્ધ પુરું કરું છું. મને પણ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા નથી. તમને હજુ વનમાં જવાની જરૂર નથી. બહુ સાવધાનતાથી વ્યવહાર કરજે.
જે જીતેન્દ્રિય છે તે ઘરમાં રહીને પણ ઈશ્વરનું આરાધન કરી શકે છે. જે જીતેન્દ્રિય નથી તે વનમાં જાય તો પણ પ્રમાદ કરે છે. ભરત સ્ત્રી-પુત્ર વગેરેનો ત્યાગ કરી વનમાં ગયા તો ત્યાં પણ તેણે સંસાર ઊભો કર્યો. ભરતજી વનમાં ભૂલા પડ્યા. પ્રહલાદ દૈત્યો વચ્ચે રહી અનેક પ્રકારનું દુઃખ સહન કરી ઘરમાં ભક્તિ કરી શકે છે ભાગવત સર્વને માટે છે. ઘર છોડી તપશ્ચર્યા કરનારા માટે અને ઘરમાં રહેનારા માટે. ભાગવતની કથા એ માર્ગદર્શક છે એવું નથી કે ઘર છોડનારને જ ભગવાન મળે છે. ઘરમાં રહીને જે પવિત્ર સદાચારી જીવન ગાળે તો ઘરમાં રહ્યા છતાં ભગવાન મળે છે. પ્રહલાદજીને ઘરમાં જ ભગવાનનાં દર્શન થયા છે ઘરનું વાતાવરણ પ્રતિકૂળ હતું, તેમ છતાં પ્રહલાદ ઘરમાં જ ભજન કરી શક્યા છે. મનુષ્ય જીવનમાં લક્ષ્ય નક્કી કરવાની બહુ જરૂર છે. લક્ષ્યને ધ્યાનમાં રાખી બધો વ્યવહાર કરો. માનવ જીવનનું લક્ષ્ય છે પ્રભુની પ્રાપ્તિ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રહલાદ ભકિત કરી શક્યા છે. ત્યારે ઘર ભક્તિમાં બાધક છે એમ માની ભરતજી ઘર છોડીને વનમાં ગયા તો ત્યાં પણ ભક્તિ કરી શક્યા નહીં જ્યાં જાઓ ત્યાં આ પાંચ વિષયો સાથે આવે છે ઘરમાં રહીને ભક્તિ કરવી હોય તો પ્રહલાદનો આદર્શ નજર સમક્ષ રાખો. વનમાં રહીને ભક્તિ કરવી હોય તો ભરતનું જીવન લક્ષમાં રાખો. જીવ જ્યાં જાય ત્યાં તેની પાછળ આ છ ચોરો પડેલા છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ વિકારો પાછળ આવે છે.આ વિકારો ને વશ ન થઈ ધરમાં રહે તો ધર બાધક થતું નથી. ગૃહસ્થાશ્રમ એ કિલ્લો છે.પ્રથમ તેમાં રહીને લડવું એ ઉત્તમ છે. છ શત્રુઓ વનમાં જાવ, તો પણ તમારી સાથે આવે છે અને પજવે છે.છ શત્રુઓ એટલે કે છ વિકારોને જીતવાના છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જીતવાના છે. આ છ શત્રુઓને જેણે જીત્યા છે એ ગૃહસ્થાશ્રમમાં રહે, તો પણ વનમાં રહ્યા સરખું છે. ગૃહસ્થામમાં રહી આ છ વિકારોને દબાવવા સરળ છે. સુખી થવું હોય તો તમારી ઉંમરના ચાલીસમાં વર્ષે- ચાલીસે ચાલવા લાગો એટલે કે સંસારને ધીરે ધીરે સંકેલવા લાગો અને એકાવને વનમાં જાવ🙏🏻. ✍️સંકલન:જયદીપ ગઢીઆ.બોરીવલી. મુંબઈ.
📲પેજ 92 & 92 -A આવતીકાલે દર્શાવાશે.
[[📕: શ્રીમદ્ ભાગવત મગ્ન પંડિત શ્રી રામચંદ્ર શાસ્ત્રી ડોંગરેજી મહારાજ દ્વારા પ્રકટ કિયે ગયે ભાગવત રહસ્ય કે પ્રકાશન.(1964). ]]
🌹જય શ્રીકૃષ્ણ 🌹
🐄👏⛳👏🌱👏

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग