Explore

Search

November 21, 2024 6:08 pm

लेटेस्ट न्यूज़

સાવધાન ! ડીગ્રીઓનો ઢગલો અને કપાળ પરનું તિલક તમને છેતરી શકે છે ! : રમેશ સવાણી

સાવધાન ! ડીગ્રીઓનો ઢગલો અને કપાળ પરનું તિલક તમને છેતરી શકે છે ! : રમેશ સવાણી

આજના લેખક:

રમેશ સવાણી

તા.23/3/24

સાવધાન ! ડીગ્રીઓનો ઢગલો અને કપાળ પરનું તિલક તમને છેતરી શકે છે !

ગુજરાતમાં નકલી ડોક્ટર, નકલી ડીગ્રીઓ સાથે ધમધોકાર ધંધો કરે છે. નકલી ટોલનાકું/ નકલી સરકારી કચેરી/ નકલી IPS/ નકલી આર્મી ઓફિસર/ નકલી PM-CM કચેરીનો અધિકારી/ હાઈકોર્ટના જજનો નકલી હુકમ/ નકલી દવાઓ/ નકલી દૂધ, ઘી, પનીર, તેલ, મરચું, મસાલા/ નકલી ડીગ્રી વાળા નેતા વગેરેની સાયકોલોજિકલ અસરના કારણે નકલી ડોક્ટર્સનો રાફડો ફાટ્યો છે !

19 માર્ચ 2024ના રોજ સુરત પોલીસે ડિંડોલી વિસ્તારમાંથી ત્રણ 3 નકલી ડોક્ટર ઇન્દ્રેશ કુમાર દુધનાથ પાલ/ ઉતમ બીમલ ચક્રવાતી/ સંજયકુમાર રામક્રિપાલ મોર્યાને દવાના જથ્થા સાથે પકડી પાડ્યા છે. Googleમાં ‘બોગસ ડોક્ટર’ લખીને સર્ચ કરીએ તો આપણે અચંબિત થઈ જઈએ ! 25 જાન્યુઆરી 2024ના રોજ સુરતના સિંબાયત વિસ્તારમાં LICના એજન્ટ શ્રીનિવાસ ઉર્ફે સોનુ લક્ષ્મીનારાયણ ગુડ્ડેએ બોગસ ડોક્ટર બની 8 વરસની બાળકીનો જીવ લીધો હતો ! સુરતના રાંદેર/ અમદાવાદ/ મહેસાણા/ બનાસકાંઠા/ સિહોર/ મહીસાગર/ પાટણ/ જેતપુર/ જામનગર/ રાજકોટ/ વડોદરા/ દાંતીવાડા/ અમરેલી/ લાઠી/ ભચાઉ/ તાપી/ ધોળકા/ તલાલા/ ઝઘડિયા/ ખંભાત/ ખાંભા/ ડેડિયાપાડા/ સાણંદ/ વગેરે જગ્યાએ બોગસ ડોક્ટર્સ પકડાયા છે. 27જાન્યુઆરી 2023ના રોજ અમદાવાદના લાંભા વિસ્તારમાં 10 બોગસ ડોક્ટર ઝડપાયા હતા ! 4 ઓક્ટોબર 2023ના રોજ સુરતના શ્રમિક વિસ્તારમાં 5 મુન્નાભાઈ MBBS પકડાયા હતા ! દર વર્ષે ગુજરાતના શહેરો/ તાલુકાઓ/ ગામડાઓમાંથી બોગસ ડોક્ટર પકડાય છે !

સામાન્ય રીતે શ્રમિક વિસ્તારોમાં / સ્લમ વિસ્તારોમાં બોગસ ડોક્ટર ધંધો કરતા હોય છે ! પરંત કેટલાંક ચાલાક નકલી ડોક્ટર જિલ્લા મથકોએ પણ આધુનિક હોસ્પિટલ ખોલી ધંધો કરે છે. પાલીતાણા તાલુકાના ડુંગરપુરના નિવાસી ડો. મહેશ યાદવે, બોટાદમાં પાળિયાદ રોડ પર ‘આશીર્વાદ હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહ’માં સેવા આપે છે; તેવી ખોટી જાહેરાત કરી હતી ! તેમની પાસે MD, DGO, MBBS, DMCH, PGTB & chest PG Peadia, AFIH, CIH, CFN Nutrition, MBA, HCS, LLB, LLM ની ડીગ્રીઓ છે ! Fellowship in Fatel Medicine, Laparoscopic Surgeon છે. તેમણે 14 વરસમાં 3500થી વધારે સીઝેરિયન ડીલેવરી કરી છે ! 2000થી વધારે ગર્ભાશયની કોથળી કાઢવાના ઓપરેશન કર્યા છે ! સરકારી હોસ્પિટલ, પાલિતાણામાં તેમણે 2 વરસ ડોક્ટર તરીકે સેવા આપી છે. સરકારી હોસ્પિટલ દયાપર-કચ્છમાં/ સરકારી હોસ્પિટલ આદિપુરમાં/ સરકારી હોસ્પિટલ સુરતમાં 2 વરસ ડોક્ટર તરીકે સેવા આપી છે. સરકારી હોસ્પિટલ ભાવનગરમાં સ્ત્રી રોગના નિષ્ણાંત તરીકે 2 વરસ સેવા આપી છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2 વરસ ડોક્ટર તરીકે સેવા આપી છે. સરકારી હોસ્પિટલ કેશોદ તથા માંગરોળમાં સેવા આપી છે. સર્વોદય આરોગ્ય મંડળ, ગાંધીનગરમાં 2 વરસ ડોક્ટર તરીકે સેવા આપી છે. સરકારની યોજના હેઠળ Laparoscopic TL Panel Surgeon તરીકે છે. બહુ ધાર્મિક પણ છે; કપાળમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક પણ કરે છે ! સૌથી ચમત્કારિક બાબત એ છે કે આટલી ડીગ્રીઓ અને સરકારી હોસ્પિટલ્સમાં અનુભવ ધરાવનાર ડો. મહેશ યાદવ માત્ર 10 ધોરણ સુધી જ ભણેલ છે ! એટલું જ નહીં ફેબ્રુઆરી 2017માં પાલિતાણા તાલુકાના ખિજડિયા ગામના દલિત યુવકનું મોઢું છૂંદીને મર્ડર કરવાના કેસમાં તે વોન્ટેડ પણ હતો ! 2010 માં ભણસાલી ટ્રસ્ટમાં ગાયનેક ડોક્ટર તરીકે નિમણૂંક મેળવવા જતા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોગસ ડિગ્રીઓ બહાર આવી હતી અને રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ હતી તે કેસમાં પણ વોન્ટેડ હતો ! કેશોદ સરકારી હોસ્પિટલમાં નકલી ડોક્ટર મહેશ યાદવની બેદરકારીના કારણે બાળક તથા માતાનું મૃત્યુ થયું હતું ! પાટણના કેસમાં 14 વરસથી અને પાલિતાણાના કેસમાં 7 વરસથી વોન્ટેડ મહેશ યાદવને પાટણ પોલીસે ભચાઉ જયશ્રી હોસ્પિટલમાંથી 19 માર્ચ 2024ના રોજ એરેસ્ટ કરેલ છે !

થોડાં પ્રશ્નો : [1] શ્રમિક વિસ્તારો/ સ્લમ વિસ્તારો/ ગરીબ મધ્યમ વર્ગના લોકો રહેતા હોય તે વિસ્તારોમાં નકલી ડોકટરનો રાફડો ફાટ્યો છે તે શું સૂચવે છે? સરકારની આરોગ્ય સેવાને લકવો થઈ ગયો હોય તો જ ગરીબ લોકો ઊંટવૈદો/ મુન્નાભાઈ MBBS પાસે જાય ને? શું નકલી ડોક્ટરો PMJAY- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નિષ્ફળતા સૂચવતા નથી? [2] મર્ડરનો નાસતો ફરતો આરોપી કઈ રીતે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવે? [3] શું ગુજરાત સરકાર નકલી ડોક્ટરોના ત્રાસમાંથી લોકોને છોડાવવા કોઈ સર્વગ્રાહી પગલાં લેશે? આરોગ્ય નીતિમાં ફેરફાર કરશે? [4] સરકારી હોસ્પિટલોમાં કોઈ ડોક્ટરને નોકરીએ રાખતી વેળાએ કે કરાર આધારિત નિમણૂંક કરતી વખતે તેમની ડીગ્રીનું વેરિફિકેશન નહીં કરતા હોય? માત્ર 10 ધોરણ ભણેલ મહેશ યાદવ પ્રત્યે કોઈને શક પણ ન ગયો? તેણે કઈ રીતે 3500થી વધારે સીઝેરિયન ઓપરેશન/ 2000થી વધારે ગર્ભાશયની કોથળી કાઢવાના ઓપરેશન કર્યા હશે?rs

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग