Explore

Search

November 22, 2024 2:57 am

लेटेस्ट न्यूज़

શિવ કથા : ભાગ 14 શ્રાવણ વદ એકમ, સોમવાર નાગેશ્વર જ્યોતિર્લિંગ : Manoj Acharya

શિવ કથા : ભાગ 14 શ્રાવણ વદ એકમ, સોમવાર નાગેશ્વર જ્યોતિર્લિંગ : Manoj Acharya

શિવ કથા : ભાગ 14
શ્રાવણ વદ એકમ, સોમવાર
નાગેશ્વર જ્યોતિર્લિંગ
🌸🌹🌷🌺☘️🍁🌻
નાગેશ્વર મંદિર કે નાગનાથ મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે. તે દ્વાદશ (૧૨) જ્યોતિર્લિંગમાંનું એક છે અને દ્વારકા ધામથી લગભગ 18 કિમી દૂર સ્થાપિત છે. આ જ્યોતિર્લિંગનો મહિમા અભૂતપૂર્વ છે. અહીં શ્રી દ્વારકાધીશ ભગવાન શિવજીનો રૂદ્રાભિષેક કરતાં હતાં. પુરાણો પ્રમાણે ભગવાન મહાદેવને નાગના દેવતા કહેવામાં આવે છે. ભગવાન શિવના સહસ્ત્ર નામમાંથી એક નામ નાગેશ્વર પણ છે. નાગ દેવતા હંમેશાં ભગવાન શિવજીના ગળામાં વિરાજિત રહે છે. નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને ‘દારુકાવન નાગેશમ્’ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.
શિવ પુરાણ અનુસાર નાગેશ્વર દારુકવન (એક પૌરાણીક જંગલનું નામ) માં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યકવન, દ્વૈતવન અને દંડકવન આદિમાં દારુકવનનો ઉલ્લેખ આવે છે. દારુકા નામની રાક્ષસીએ મહાન તપ કરીને દેવી પાર્વતીને પ્રસન્ન કર્યા. તેણે માતાને કહ્યું હતું કે “વનમાં ઘણી ઔષધિઓ હોય. જ્યાં લોકોને તેની જરૂરત હોય ત્યાં હું વનને લઇ જઈ શકું એવું વરદાન આપો.” માતાએ તેને સત્કર્મ કરવા માટે વરદાન આપી દીધું.
શિવપુરાણ અનુસાર સુપ્રિયા નામની શિવ ભક્ત અને અન્યોને દારુકાએ દારુકવનમાં બંદી બનાવી રાખ્યા હતા. આ વન સર્પોનું હતું અને દારુકા તેમની સ્વામીની હતી. સુપ્રિયાના કહેવાથી સૌએ શિવના જાપ શરૂ કર્યાં અને ભોળાનાથ પ્રકટ થયાં, તેમણે રાક્ષસોનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે રહેવા લાગ્યાં. મરતાં પહેલાં તે રાક્ષસ કન્યાની ઈચ્છા અનુસાર આ જગ્યાનું નામ તેના નામ અનુસાર નાગેશ્વર રખાયું. જે ભક્ત નાગેશ્વર જ્યોતિર્લિંગના શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે, તેઓ જાણ્યે-અજાણ્યે થયેલાં પાપમાંથી મુક્ત થઈને દિવ્ય શિવલોકમાં સ્થાન પામે છે. હાલમાં દર્શન કરવા જાવ ત્યારે તમને બે કિલોમીટર દૂરથી જ ભગવાન શિવની ધ્યાન મુદ્રામાં એક મોટી મનમોહક અતિ વિશાળ પ્રતિમા જોવા મળશે. તે 125 ફૂટ ઊંચી તથા 25 ફૂટ પહોળી પ્રતિમા પદ્માસન મુદ્રામાં બનેલી છે અને નાગેશ્વર જ્યોતિર્લિંગના પરિસરમાં સ્થિત છે. મુખ્ય દ્વારથી અંદર જવાથી પૂજન સામગ્રીની નાની-નાની દુકાનો જોવા મળશે. જ્યાંથી તમે પ્રસાદ વગેરે લઈ શકો છો. ગર્ભગૃહ સભામંડપથી નીચે છે. જ્યોતિર્લિંગ સામાન્ય કરતાં મોટા આકારનું છે જેના ઉપર ચાંદીનું આવરણ ચઢેલું છે. જ્યોતિર્લિંગ ઉપર જ એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે. નાગેશ્વર શિવલિંગ ગોળ અને કાળી શિલાથી બનેલાં ત્રિ-મુખી રૂદ્રાક્ષ સ્વરૂપમાં સ્થાપિત છે. નાગેશ્વર શિવલિંગ પાછળ માતા પાર્વતીની સુંદર મૂર્તિ સ્થાપિત છે. તમે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની અનુપમ છવિને પોતાના મન મંદિરમાં વસાવી લો. ગર્ભગૃહમાં પ્રવેશ કરવા માટે પુરૂષ ભક્તે ધોતી પહેરીને આવવું જરૂરી છે. નાગેશ્વર જ્યોતિર્લિંગમાં સવારે પાંચ વાગે આરતી હોય છે. ભક્તોના દર્શન માટે મંદિર 6 વાગ્યાથી બપોરે 12-30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. સાંજે ચાર વાગે જ્યોતિર્લિંગનો શ્રૃંગાર થાય છે, તે પછી ગર્ભગૃહમાં પ્રવેશ બંધ થઈ જાય છે. સાંજે 5 વાગ્યાથી રાતે 9-30 વાગ્યા સુધી મંદિર શ્રૃંગાર દર્શન માટે ખુલે છે. આરતીનો સમય સાંજે 7 વાગ્યાનો છે. શિવરાત્રિ, શ્રાવણ સોમવાર તથા અન્ય વિશેષ તહેવારોના સમયે આ મંદિર વધારે સમય સુધી ખુલ્લું રહે છે.
।। नागेश्वर महादेव की जय हो।।
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય, રાજકોટ

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग