“વાપી વાસીઓ આનંદો”વાપી સ્ટેશને સ્વયંમ સંચાલિત સીડી શરૂ થતાં વાપીવાસીઓ માં ખુશી ની લહેર. પરાગ જોષી દ્વારા….. વાપી રેલવે સ્ટેશન સહું થી વધુ આવક રળી આપતું સ્ટેશન રહ્યુ છે. અહિયાં બિહારી, મરાઠી, ગુજરાતી, સાઉથ ઉત્તર ભારતીય સમાજ નાં લોકો વસે છે. જેથી વાપી સ્ટેશન પર મુસાફરો ની આવન-જાવન ચાલુ જ રહે છે. જેમાં ઘણાં મોટી ઉંમર નાં યાત્રીઓ હોય છે. અગાઉ જ્યારે પગથિયાં ચડીને ઉપર જવું પડતું હતું ત્યારે ઉંમરલાયક વ્યક્તિઓ ને ઘણી તકલીફ પડતી હતી. પરંતુ વેસ્ટર્ન રેલવે દ્વારા તા. ૬ એપ્રિલ ૨૦૨૨ થી ગુજરાત નાં વાપી રેલ્વે સ્ટેશને પ્લેટફોર્મ નંબર ૨/૩ અને વાપી પૂર્વ તરફ એક્સીલેટર સીડી ની શરુઆત કરી છે. એક્સીલેટર સીડી ની શરુઆત થતાં વડીલો ને વાપી નાં સ્ટેશન માસ્ટર અમૃત ભાઇ પટેલ તેમનો હાથ પકડીને આ સીડી પર થી આસાની થી ઉપર કેવી રીતે જઈ શકાય છે તે વિશે માહિતી આપી હતી અને મદદ કરી હતી. યાત્રીઓ પણ ખુશખુશાલ નજરે પડ્યાં હતાં. નવયુવાનો પણ આજે સ્વયંમ સંચાલિત સીડી શરૂ થતાં ગેલ માં આવી ગયાં હતાં. આ પ્રસંગે જોય ભાઇ કોઠારી ડીઆરયુસીસી સભ્ય, રોહન ધામે (સ્ટેશન અધિક્ષક વાણીજ્ય) હાજર રહ્યાં હતાં. April 7, 2022 by admin વાપી