Explore

Search

November 22, 2024 11:14 am

श्रीकृष्णचरितामृतम्-!! कुब्जा की प्रतीक्षा !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! कुब्जा की प्रतीक्षा !! भाग 1 मेरे कृष्ण आरहे हैं , गुरुकुल से मेरे प्राण धन आरहे हैं , वो भुवन सुन्दर ! उफ़ ! कैसे मेरी चिबुक को उन्होंनें छूआ था ……उनका वो स्पर्श ! कुब्जा, जैसे ही उसनें सुना कि अवन्तिका से श्रीकृष्ण आज आगये हैं मथुरा, तब से ये पागल … Read more

ભગવાન શ્રી રામ ની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલ શોભાયાત્રા માં કેસરિયો લહેરાયો. પરાગ જોષી દ્વારા…. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ની જન્મ જયંતિ નિમિત્તે હનુમાનજી મંદિર ખાતે બપોરે ૧૨ કલાકે શ્રી રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભક્તો એ મર્યાદા પુરુષોત્તમ ની પૂજા, આરતી કરી હતી. પ્રભુ શ્રી રામ ચંદ્ર કી જય અને જય જય શ્રી રામ અને શંખનાદ થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ શુભ પ્રસંગે ડુંગરા ખાતે સીતારામ હનુમાનજી મંદિર ખાતે સવારે ૧૧ કલાકે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે દેસાઇવાડ હનુમાનજી મંદિરે આવી પહોંચી હતી. શ્રી રામ શોભાયાત્રા સમિતિ વાપી દ્વારા શોભાયાત્રા નું આયોજન બપોરે ૧કલાકે કરવામાં આવ્યું હતું. આ બંને શોભાયાત્રા મંદિર થી વાપી ટાઉન,ઝંડા ચોક,ગોલ્ડ કોઇન સર્કલ,દમણ બ્રિજ, પેપિલોન હોટેલ,વંદે માતરમ ચોક,અંબે માતા મંદિર સર્કલ થી વલ્લભ નગર છરી, ખાતે મહા આરતી સાથે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી.આ શોભાયાત્રા માં વાપી માં અનેક સમાજ નાં આગેવાનો દ્વારા ભગવાન ની ઝાંખી કરી હતી.નાના બાળકો એ ભગવાન શ્રી રામ, માતા જાનકી, ભગવાન લક્ષ્મણ તથા પવનપુત્ર હનુમાનજી ની આબેહૂબ પ્રતિકૃતિ દર્શાવતી ઝાંખી કરાવી હતી. જય શ્રી રામ નાં નારા સાથે આજે વાપી શહેર ગુંજી ઉઠ્યું હતું.શ્રી રામ ભક્તો એ કેસરિયો રંગ ધારણ કરવાથી આજે વાપી માં કેસરિયો લહેરાયો હતો.આ શોભાયાત્રા માં મહારાષ્ટ્ર માં આવેલ બોઇસર અને દહાણુ રોડ થી પણ ભક્તો જોડાયાં હતાં. શ્રી રામ શોભાયાત્રા નું ઠેર ઠેર ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભક્તો એ શ્રી રામ નાં દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાપી માં ચકલી ઘર નું મફત વિતરણ કરવામાં આવ્યુ. પરાગ જોષી દ્વારા વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લાં પાંચ વર્ષથી સેવાનાં કાર્યો કરે છે. આ વર્ષે શ્રી રામ નવમી નાં શુભ દિવસે પક્ષીઓ માટે આ બળબળતી ગરમીમાં પાણી ની રાહત મળે તે આશય થી બર્ડ ફીડર, ચકલી ઘર, બર્ડ વોટર બાઉલ નું વાપી વાસીઓ માટે મફત વિતરણ કર્યું હતું. આ પ્રસંગે અનેક પક્ષી પ્રેમીઓ આ વસ્તુઓ પોતાનાં ઘરે લઇ ગયા હતા અને પોતાનાં ઘરે બર્ડ વોટર બાઉલ માં પાણી ભરીને ચકલી અને કબૂતરો ની તરસ છીપાવી હતી. સાથે ચકલીઓ ને ઘર મળે માટે પોતાનાં ઘર ની બાલ્કની માં ચકલી ઘર બાઘ્યું હતું. આ અંગે વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ નાં પ્રમુખ કિરણ ભાઇ રાવલે જણાવ્યું હતું કે દર વર્ષ ની માફક આ વર્ષે પણ જુદી જુદી જગ્યાએ પાણી ની પરબ બનાવી છે; સાથે પક્ષીઓ માટે આજે ૫૦૦ જેટલાં મફત ચકલી ઘર,બર્ડ વોટર બાઉલ નું વિતરણ કરવામાં આવ્યું છે. વાપી ની જનતા એ પણ આ રીતનું કાર્ય કરવું જોઇએ. આવનારા દિવસોમાં આપણે બધાં ગ્રૂપે સાથે મળીને આવા શુભ કાર્યો કરવા જોઈએ. આ પ્રસંગે દિનેશભાઇ ચૌહાણ, વિજયભાઇ ગોહિલ, રાજેશભાઇ નાયર તથા અન્ય રહીશો હાજર રહ્યાં હતાં.